ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે ભારતના પક્ષમાં ચૂકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે પાકિસ્તાને વિયના કરારનું ઉલ્લંઘન કર્યું છે. કોર્ટે પાકિસ્તાનને પોતાના ચૂકાદા પર ફરી વિચાર કરવાનો નિર્દેશ આપ્યો છે.
જાસૂસીના કથિત આરોપમાં પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નૌસેનાના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવના મામલે બુધવારે હેગ સ્થિત ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ
જસ્ટિસે પોતાનો ચૂકાદો સંભળાવ્યો. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે ભારતના પક્ષમાં ચૂકાદો આપ્યો, કોર્ટે કહ્યું કે પાકિસ્તાને વિયના કરારનું ઉલ્લંઘન કર્યું છે. કોર્ટે પાકિસ્તાનને પોતાના નિર્ણય પર ફરી વિચાર કરવા નિર્દેશ આપ્યો છે. ICJમાં ભારતના પક્ષમાં 15 વોટ પડ્યા, જ્યારે પાકિસ્તાનના પક્ષમાં કુલ એક મત પડ્યો હતો.
I wholeheartedly welcome the verdict of International Court of Justice in the case of Kulbhushan Jadhav. It is a great victory for India. /1
પાકિસ્તાનની સૈન્ય કોર્ટે એપ્રિલ 2007માં કુલભૂષણ જાધવને જાસૂસીના આરોપસર મોતની સજા સંભળાવી હતી. જોકે, તેની સામે ભારતે આંતરાષ્ટ્રીય કોર્ટના દરવાજો ખખડાવ્યો હતો. ભારતે ICJમાં આશરે બે વર્ષ સુધી લડાઈ લડી હતી. આ કેસની અંતિમ સુનાવણી 18થી 21મી ફેબ્રુઆરી સુધી થઈ હતી.
નેધરલેન્ડ સ્થિત ધ હેગ પીસ પેલેસમાં કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અબ્દુલકાવી અહમદ યૂસુફ નિર્ણય વાંચી સંભળાવ્યો હતો. આ ચર્ચિત કેસના ચુકાદાના પાંચ મહિના પહેલા ન્યાયાધીશ યૂસુફની અધ્યક્ષતાવાળી 15 સભ્યોની ખંડપીઠે ભારત અને પાકિસ્તાનની મૌખિલ દલીલો સાંભળીને ચુકાદો 21મી ફેબ્રુઆરીએ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
25મી માર્ચ, 2016થી ભારત સતત જાધવના કોન્સ્યુલર એક્સસની માંગણી કરી રહ્યું હતું. 2016માં ભારતીય હાઇકમિશનને જાધવની ધરપકડની માહિતી મળી હતી. જોકે, પાકિસ્તાને જાધવનો કોન્સ્યુલર એક્સેસ ન આપતા પાછળ તે જાસૂસ હોવાનું બહાનું આગળ ધરતું રહ્યું હતું.
પાકિસ્તાનના આવા વલણને લઈને ભારતે 8મી માર્ચ, 2017ના રોજ આતંરરાષ્ટ્રીય કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. કોર્ટે 18મી મે, 2017ના રોજ જાધવની ફાંસી પર રોક લગાવી દીધી હતી અને કહ્યું હતું કે આ મામલાની સુનાવણી ન થાય ત્યાં સુધી પાકિસ્તાન જાધવને ફાંસી ન આપે.
25મી ડિસેમ્બર, 2017ના રોજ પાકિસ્તાને કુલભૂષણ જાધવની માતા અને પત્નીને જાધવને મળવાની છૂટ આપી હતી. જોકે, આ મુલાકાતને પાકિસ્તાને તમાશો બનાવી હતી. મુલાકાત દરમિયાન જાધવની પત્નીનું મંગળસૂત્ર પણ ઉતારી લેવામાં આવ્યું હતું.