શ્રીનગરમાં 34 કલાક પછી પુરૂં થયું એનકાઉન્ટર , બે આતંકી ઠાર

News18 Gujarati
Updated: February 13, 2018, 2:24 PM IST
શ્રીનગરમાં 34 કલાક પછી પુરૂં થયું એનકાઉન્ટર , બે આતંકી ઠાર
News18 Gujarati
Updated: February 13, 2018, 2:24 PM IST
શ્રીનગરના કરણ નગર વિસ્તારની એક બિલ્ડીંગમાં છુપાયેલ બંન્ને આતંકીઓને ઠાર કરવામાં આવ્યાં છે. સૈન્ય અધિકારીઓએ મંગળવારે બપોરે આ જાણકારી આપી છે. ગત 34 કલાકથી ચાલુ આ અથડામણમાં આતંકીઓને મારી નંખાયા છે. અત્યારે ત્યાં તપાસી ચાલી રહી છે.

જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા રોકાવવાનું નામ જ નથી લઈ રહ્યું. શ્રીનગરના કરણ નગર સ્થિત સીઆરપીએફ કેમ્પ પાસે સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ મંગળવારે પણ ચાલુ જ છે. મળતી જાણકારી પ્રમાણે સીઆરપીએફ કેમ્પ પાસે એક ઈમારતમાં કેટલાક આતંકી હજુ પણ છુપાયેલ છે.

સીઆરપીએફના એક અધિકારીએ જણાવ્યું કે રાતભરની શાંતિ પછી આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ફરીથી અથડામળ શરૂ થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે સુરક્ષા દળ આતંકવાદીઓ પર અંતિમ હુમલાની તૈયારી કરી રહ્યાં હતા. ત્યારે ત્યાંથી ફરી ગોળીબારી થવા લાગી. જો કે આ ગોળીબારમાં કોઈને ઈજાની ખબર નથી.


Loading...

આ પહેલા સોમવારે થયેલ ગોળીબારમાં સીઆરપીએફનો એક જવાન શહીદ થઈ ગયો હતો અને પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયો હતો. સીઆરપીએફે દાવો કર્યો છે કે તેમણે કરણ નગર વિસ્તારમાં અર્ધસૈનિક દળની શિબિર પર આતંકવાદી હુમલાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.


.આ ઘટના જમ્મૂના સુંજવાન વિસ્તારમાં આર્મી કેમ્પ પર આતંકીઓના હુમલાના બે દિવસ પછી થઈ છે. આ દરમિયાન જમ્મૂમાં છૂપાયેલ શંકાસીલ આતંકીઓના સફાયાનું અભિયાન ચલાવી રહી છે.સુંજવાન આર્મી કેમ્પમાંથી એક વધારે જવાનનો મૃતદેહ મળ્યો છે જેમાં સુંજવાન હુમલામાં શહીદ થયેલ જવાનની સંખ્યા વધીને છ સુધી પહોંચી ગઈ છે. આ હુમલામાં 3 આતંકીઓને મારવામાં આવ્યાં જ્યારે એક સામાન્ય માણસની પણ મોત નીપજી છે.
First published: February 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर