પતિને જીજાજી ગણાવી કર્યા બીજા લગ્ન, બે બાળકો થયા બાદ પહેલા પતિ પાસે જતી રહી પત્ની, રસપ્રદસ કેસ

પતિને જીજાજી ગણાવી કર્યા બીજા લગ્ન, બે બાળકો થયા બાદ પહેલા પતિ પાસે જતી રહી પત્ની, રસપ્રદસ કેસ
પ્રતિકાત્મક તસવીર

પત્નીને મનાવવા માટે તે પોતાની સાસરી પહોંચ્યો તો તેના પગ નીચેથી ધરતી સરકી ગઈ હતી. પત્ની પોતાના પહેલા પાસે જતી રહી હતી. ધંધો કરતો બીજો પતિ એટલો બરબાત થયો કે હવે રીક્ષા ચલાવી ગુજરાન કરવાનો વારો આવ્યો છે,

 • Share this:
  નવી દિલ્હીઃ દિલ્હીની એક અદાલતમાં (court) એક પતિએ પોતાની પત્ની અને બે બાળકોને (wife and kids) પાછા મેળવવા માટે ગુહાર લગાવી છે. આ મામલો જેટલો અજીબ છે એટલો જ રસપ્રદ (Interesting family court case) છે. આ મહિલાએ લગ્નના અનેક વર્ષો બાદ પાડોશમાં રહેતા એક યુવક સાથે લગ્ન (woman second marriage) કરી લીધા હતા.

  બંનેએ આ લગ્ન 2021માં કર્યા હતા. પરંતુ લગ્નનું રજીસ્ટ્રેશન 2018માં કરાવ્યું હતું હતું. આ લગ્ન બાદ મહિલાને બે બાળકો થયા હતા. પરંતુ એક દિવસ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો તો પત્ની બે બાળકોને લઈને ઘર છોડીને નીકળી પડી હતી. બીજા પતિએ જ્યારે તેને ફોન કર્યો તો તેણે કહ્યું કે તે પિયર ગઈ છે હવે પરત આવવા માંગતી નથી.  પત્નીને મનાવવા માટે તે પોતાની સાસરી પહોંચ્યો તો તેના પગ નીચેથી ધરતી સરકી ગઈ હતી. કારણે કે પોતાની પત્ની પિયર પહોંચી જ ન્હોતી. પરંતુ પત્ની પોતાના પહેલા પાસે જતી રહી હતી. પહેલા પતિથી પણ તેને બે બાળકો હતા. આમ બે લગ્ન થકી તેને ચાર બાળકો હતા. મહિલાએ બીજા લગ્ન કરતા સમયે એ વાતને છૂપાવી હતી કે તે પહેલાથી જ પરિણીત છે. અને બે બાળકોની માતા છે. આ સમગ્ર મામલો દિલ્હીના મંડાવલી વિસ્તારનો છે.

  આ પણ વાંચોઃ-જમાઈ બન્યો જમ! પત્ની, સાળી અને સાસુ-સસરાને ઝેર ભેળવેલી માછલી ખવડાવી, સાસુ-સાળીનું મોત, પત્ની કોમામાં

  આ પણ વાંચોઃ-વિદ્યાર્થીએ સુસાઈડ નોટમાં લખી 'ગંદી ટીચર'ની કહાની, 'તેના10 લોકો સાથે ચક્કર હતા, મને તબાહ કરી દીધો, મારો બદલો લેજો'

  બીજા પતિના ઘર અને દુકાનની આસપાસ જ્યારે પડોશીઓને આ વાતની જાણ થઈ તો તેની સામાજિક રૂપથી છાપ એટલી ખરાબ થઈ કે તેને પોતાની દુકાન બંધ કરીને પોતાનો વ્યવસાય છોડવો પડ્યો હતો. જે લોકોને તેણે ઉછીના પૈસા આપી રાખ્યા હતા તે લોકોએ તેને પૈસા પાછા આપવા માટે પણ ઈન્કાર કરી દીધો હતો.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ વસ્ત્રાપુરના જાણિતા કપડાના શોરૂમમાં CID ક્રાઈમની રેડ, તપાસમાં શું નીકળ્યું?

  આ પણ વાંચોઃ-પકડાઈ જવાના ડરે ભ્રષ્ટ મામલતદારે રસોડામાં સળગાવી દીધા રોકડા રૂ.20 લાખ, છતાં ઝડપાયો

  આર્થિક રીતે હાલત એટલી કંગાલ થઈ ગઈ કે તે અત્યારે રીક્ષા ચલાવીને ગુજરાન કરી રહ્યો છે. આમ છતાં પણ તે પોતાના બે બાળકો અને પત્ની સાથે રહેવા માંગે છે. કારણ કે તેના પરિવારમાં કોઈપણ સભ્ય નથી. પરંતુ પત્ની સાથે વાત કરી તો તેણે પરત આવવા માટે ઇન્કાર કરી દીધો હતો.  આવી સ્થિતિમાં દિલ્હીની કડકડડૂમા કોર્ટમાં ફેમિલી કોર્ટમાં આ વ્યક્તિએ પોતાની પત્ની પાછી લાવવા અને બાળકોની કસ્ટડી લેવા માટે અરજી કરી હતી. જોકે, કોર્ટમાં આ મામલે સુનાવણી આગામી મહિને થશે. પીડિત પતિ પોતાના બે બાળકોની કસ્ટડી લેવા માટે તે જ બાળકોનો પિતા છે એના માટે ડીએનએ ટેસ્ટ કરાવવા માટે પણ તૈયાર થયો હતો. કારણ કે પત્નીએ પોલીસ ફરિયાદ આપીને કહ્યું હતું કે તેના ચારે બાળકો પહેલા લગ્નથી જ થયા છે. હવે આગામી મહિને કોર્ટમાં સુનાવણી ઉપર પતિ આધાર રાખીને બેઠો છે.
  Published by:ankit patel
  First published:March 26, 2021, 20:26 pm

  ટૉપ ન્યૂઝ