એર સ્ટ્રાઇકનો હેતુ જીવ લેવાનો નહીં, ચેતવણી આપવાનો હતો: કેન્દ્રીય મંત્રી

પ્રતિકાત્મક તસવીર

કેન્દ્રીય મંત્રીએ કહ્યું, એર સ્ટ્રાઇક દ્વારા ભારતે પાકિસ્તાન અને આતંકવાદીઓને પુરાવા આપ્યા છે કે જરૂર જણાય ત્યારે ભારત તેમને તબાહ રી શકે છે.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી: દેશમાં એર સ્ટ્રાઇકના પુરાવા માગવાનો અવાજ જોરશોરથી ઊઠી રહ્યો છે. વિરોધ પક્ષે સરકાર સમક્ષ એર સ્ટ્રાઇકના પુરાવા અને આતંકવાદીઓનો મોતનો આંકડો જાહેર કરવાની માગ કરી છે. આ સ્થિતિમાં કેન્દ્હરીય મંત્રી એસ.એસ. આહલુવાલિયાએ જણાવ્યું હતું કે એર સ્ટ્રાઇકનો હેતુ કોઈનો જીવ લેવાનો નહોતો પરંતુ પાકિસ્તાનને મેસેજ આપવાનો હતો કે ભારત જરૂર જણાય ત્યારે દુશ્મનને મારવા સક્ષમ છે.

  આહલુવાલિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી કે કેન્દ્ર સરકારના એક પણ પ્રવક્તાએ ક્યારેય મોતનો આંકડો દર્શાવ્યો નથી કે તેનો દાવો કર્યો નથી. દેશની મીડિયા અને સોશિયલ મીડિયાએ આતંકવાદીઓના મોતના આંકડા અંગે અહેવાલો આપ્યા છે, સરકારે ક્યારેય મોત અંગે સ્પષ્ટતા કરી નહોતી.

  આ પણ વાંચો: રાહુલના ગઢમાં પીએમ મોદી: '2014માં ભલે અમે હાર્યા, પણ અમે દિલ જીત્યા છે'

  આહલુવાલિયાએ કહ્યું, “ મેં દેશની અને વિદેશની મીડિયાના અહેવાલ વાંચ્યા છે અને મોદીજીના સ્ટેટમેન્ટ પણ વાંચ્યા છે. હું પૂછવા માંગુ છું કે જો મોદીજી કે સરકારે ક્યાંય પણ મોતનો આંકડો આપ્યો હોય તો અમને જણાવો. અમારા પક્ષના અધ્યક્ષ અમિત શાહે પણ ક્યાય આંકડો આપ્યો હોય તો મને જણાવો.” તેમણે સીલીગુરીમાં પત્રકારોને આ સવાલ કર્યો હતો.

  આ પણ વાંચો: Big News: જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરનું મોત: સૂત્ર

  કેન્દ્રના ઇલેક્ટ્રોનિક્સ અને આઇ.ટી. મિનિસ્ટર આહલુવાલિયાએ જણાવ્યું હતું કે એર સ્ટ્રાઇકનો હેતુ એ હતો કે પાકિસ્તાનને સ્પષ્ટ ભાષામાં સંદેશ મળે કે ભારત ધારે ત્યારે દુશ્મનના ઘરમાં ઘૂસીને તેને મારી શકે છે.

  આ પણ વાંચો: સરકાર એરફોર્સની કાર્યવાહીનો રાજકીય લાભ ખાટવા માંગે છે: મેહબૂબા મુફ્તી

  આહલુવાલિયાએ પીટીઆઈને જણાવ્યું હતું કે હું સરકારના નિવેદન સાથે સંમત છું, હું મીડિયાના નિવેદનનું સમર્થન નથી કરતો. હું કેવી રીતે મીડિયાના 350 મોતના આંકડાનો સ્વીકાર કરી શકુ.” આહલુવાલિયા ભાજપના દાર્જિલિંગના સાંસદ છે, જેમણે પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ એર સ્ટ્રાઇકના પુરાવાઓની માંગણી બાદ આ નિવેદન આપ્યું હતું.
  Published by:Jay Mishra
  First published: