Home /News /national-international /ISIની મદદથી એક નવું આતંકી સંગઠન તૈયાર, ભારતનાં 200 લોકો હિટ લિસ્ટમાં

ISIની મદદથી એક નવું આતંકી સંગઠન તૈયાર, ભારતનાં 200 લોકો હિટ લિસ્ટમાં

ઘૂસણખોરીને નિષ્ફળ બનાવવા માટે સૈનિકો તૈનાત. (ફાઇલ ફોટો)

ISI Terrorist Group: વિભિન્ન જૂથનાં પ્રમુખની સાથે ISIનાં મોાટ માથાનાં અધિકારીઓની બેઠક સ્પટેમ્બરનાં અંતિમ સપ્તાહમાં પાકિસ્તાનનાં કબ્જા વાળા કશ્મીરનાં મુઝફ્ફરાબાદમાં થઇ હતી.

નવી દિલ્હી: ભારતીય ખુફિયા એજન્સીઓને પાકિસ્તાન સ્થિત સમૂહ દ્વારા એક નવાં તંજીમ (આતંકવાદી જૂથ) બનાવવાં માટે સતર્ક કરવામાં આવ્યાં છે. જે સુરક્ષા દળ, તેમની મદદ કરનારા, સરકારનાં નજીકનાં મીડિયાકર્મીઓ, ઘાટીમાં રહેતા બિન સ્થાનિક લોકો, કશ્મીરી પંડિતો, સત્તાધારી પાર્ટીઓનાં નેતાઓ અને ઉદ્યોગપતિઓ પર આવનારા સમયમાં હુમલાની જવાબદારીનો દાવો કરશે. ગુપ્ત સૂત્રોએ શનિવારે આ જાણકારી આપી છે.

'ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ને મળેલી ખુફિયા જાણકારી અનુસાર, પાકિસ્તાનની ખુફિયા એજન્સી ISI સમર્થિત સમૂહ દ્વારા 200 સંસ્થાઓ અને તેનાં ગાડીઓ અંગે એક હિટ લિસ્ટ તૈયાર કરી છે. ઇનપૂટથી માલૂમ થયુ છે કે, વિભિન્ન જૂથનાં પ્રમુખની સાથે ISIનાં મોાટ માથાનાં અધિકારીઓની બેઠક સ્પટેમ્બરનાં અંતિમ સપ્તાહમાં પાકિસ્તાનનાં કબ્જા વાળા કશ્મીરનાં મુઝફ્ફરાબાદમાં થઇ હતી.

ટીઓઆઇ દ્વારા દર્શાવવામાં આવેલાં એક ખુફિયા નોટમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ નવું અગ્રણી સંગઠન (Frontal Organisation) ન ફક્ત ભવિષ્યમાં લક્ષિત હત્યાઓ (Targeted Killings)નો દાવો કરશે, પણ સંસાધનો, જનશક્તિ અને નેટવર્કનાં પાયાને મજબૂત કરવા બનતા બધા જ કામ કરશે.

આ પણ વાંચો-વિજયાદશમી પર RSS પ્રમુખ મોહન ભાગવતે કરી શસ્ત્ર પૂજા, બોલ્યા- તોડવું નહીં જોડવું આપણી સંસ્કૃતિ

ગત વર્ષે ISIએ લશ્કર માટે ધ રેસિસ્ટેન્સ ફ્રન્ટ (TRF)નામનું એક અગ્રણી સંગઠન બનાવ્યું હતું. જે હવે કશ્મીર ઘાટીમાં અધિકાંશ હુમલાનો દાવો કરે છે. નવાં એલર્ટથી માલૂમ થાય છે કે, આતંકીઓ દ્વારા લક્ષિત હત્યાઓનો પ્રયાસ હિમ વર્ષાનાં સમયમાં પણ ચાલુ જ રહેશે.
" isDesktop="true" id="1142555" >

ખુફિયા માહિતી મુજબ, ઘાટીમાં RSS અને ભાજપ સાથે જોડાયેલાં બિન-સ્થાનિક લોકો પણ આતંકવાદીઓનાં નિશાને છે. એમ માનવામાં આવે છે કે, આતંકી જૂથ આ હત્યાઓ માટે એવાં લોકોનો ઉપયોગ કરશે જે અત્યાર સુધી સુરક્ષાદળની નજરથી દૂર છે. અને જમીની કાર્યકર્તાઓનાં રૂપમાં કામ કરે છે. કારણ કે તેનાંથી આ હત્યાને સામાન્ય અને સંપૂર્ણ રીતે સ્વદેશી ગતિવિધિ તરીકે જોવામાં આવે.

આ પણ વાંચો-અમિત શાહની સર્જિકલ સ્ટ્રાઈકની ચીમકીથી ડર્યુ પાકિસ્તાન, કહ્યુ- 'અમારો દેશ શાંતિપ્રિય છે'

કહેવામાં આવે છે કે, આ હત્યાઓ માટે આવશ્યક હથિયાર (નાના હથિયાર) અને વિસ્ફોટક (હાથગોળા)ની તસ્કરી નિયંત્રણ રેખા (LoC)નાં પેલે પાર ઉરી અને તંગધાર સેક્ટરમાંથી કરવામાં આવી રહી છે. ખુફિયા એલર્ટમાં ઘાટીની અંદર અને બહાર તમામ પોલીસ દળ અને સુરક્ષા એકમોને આવશ્યક સાવધાની વર્તવાની સલાહ આપવામાં આવી છે.

વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
First published:

Tags: Intelligence agency, Terrorist Group, આઇએસઆઇ