મુંબઇમાં મોટા આંતકી હુમલાની આશંકા, પોલીસે જાહેર કર્યું એલર્ટ

News18 Gujarati
Updated: October 27, 2020, 2:31 PM IST
મુંબઇમાં મોટા આંતકી હુમલાની આશંકા, પોલીસે જાહેર કર્યું એલર્ટ
પ્રતિકાત્મક તસવીર

પોલીસે આખા શહેરમાં કલમ 144 લગાવી છે અને ભીડ ભેગી કરવા પર રોક લગાવવામાં આવી છે. ગુપ્તચર એજન્સીથી હાઇએલર્ટ મળ્યા પછી પોલીસે પણ સતર્ક બની છે.

  • Share this:
મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં એક વાર ફરી આતંકી હુમલાની સંભાવના ઊભી થઇ છે. ગુપ્તચર એજન્સી મુજબ આવનારા 30 દિવસમાં મુંબઇમાં ડ્રોનથી કે રિમોટ કંટ્રોલ માઇક્રો લાઇટ એરક્રાફ્ટ કે એરિયલ મિસાઇલ્સ કે પછી પેરા ગ્લાઇડર્સથી હુમલો થઇ શકે છે. નોંધનીય છે કે આવનારા સમયમાં એક પછી એક તહેવારો આવી રહ્યા છે. જેનાથી બજારમાં ભીડ હોવાની સંભાવના પણ છે. વળી ખાસ કરીને VIP લોકેશનને પણ નિશાનો બનાવી શકાય છે. તેવામાં હવે ડ્રોન, લાઇટ એરક્રાફટ્સ, પેરા ગ્લાઇડિંગ પર આવનારા 30 દિવસો સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ પ્રતિબંધ 30 ઓક્ટોબરથી લઇને 28 નવેમ્બર સુધી રહેશે. પોલીસે આખા શહેરમાં કલમ 144 લગાવી છે અને ભીડ ભેગી કરવા પર રોક લગાવવામાં આવી છે. ગુપ્તચર એજન્સીથી હાઇએલર્ટ મળ્યા પછી પોલીસે પણ સતેજ બની છે.

આશંકા છે કે આતંકીઓના નિશાના પર સાર્વજનિક સંપત્તિ પણ હોઇ શકે છે. ગુપ્તચર વિભાગને એક પત્ર મળ્યા પછી આ વિસ્તારમાં ઉડતી તમામ વસ્તુઓમાં પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આદેશ મુજબ આવનારા 30 દિવસ સુધી આ રહેશે. કહેવામાં આવ્યું છે કે આ આદેશનો અનાદર કરનારને આઇપીસી 1860ની ધારા 188 હેઠળ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

વધુ વાંચો : Video : ગાડીમાંથી યુવક ઉતર્યો અને યુવતી લમણે મૂકી દીધી બંદૂક અને પછી થયું આ કાંડ

જો કે ચેતવણી જાહેર કરવાની સાથે જ પોલીસે કહ્યુ કે લોકોને આનાથી ડરવાની જરૂર નથી. પણ ડીસીપી ચેતન્યએ લોકોને અપીલ કરી છે તે જાગૃત રહે. અને કોઇ પણ પ્રકારની સંદેહાત્મક વસ્તુને જોતા કે એ અંગે જાણકારી મળતા પોલીસને જણાવે. નોંધનીય છે કે મુંબઇમાં આ પહેલા પણ અનેક આતંકી હુમલાનો ભોગ બની ચૂક્યું છે.
ત્યારે એક તરફ જ્યાં કોરોના કાળમાં મુંબઇમાં કોવિડના નંબર હજી કાબુમાં નથી આવ્યા ત્યાં જ આતંકી હુમલાની દહેશત પણ ઊભી છે. આ પહેલા 26/11 હુમલો જે વર્ષ 2008માં થયો હતો તેણે પૂરી મુંબઇને હચમચાવી મૂક્યું હતું. ત્યારે ફરી એક વાર ગુપ્તચર વિભાગ દ્વારા આતંકી હુમલાની સંભાવના સામે આવતા તંત્ર સાબદુ થયું છે.
Published by: Chaitali Shukla
First published: October 27, 2020, 2:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading