અમૃતપાલ સિંહેને કહેવામાં આવે છે ભિંડરાવાલે 2.0, જાસૂસી એજન્સીઓનું એલર્ટ
સુરક્ષા એજન્સીઓ હાર્ડકોર શીખ નેતા અમૃતપાલ સિંહના સંભવિત ISI કનેક્શનની તપાસ કરી રહી છે.
હાલ પંજાબમાં ખાલિસ્તાની સહિત ઘણા આતંકવાદી સંગઠનોના સભ્યો સક્રિય જોવા મળી રહ્યાં છે. આ સાથે સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ પણ પંજાબમાં દરેક હિલચાલ પર સતત નજર રાખી રહી છે. તાજેતરમાં ઘણા પ્રતિબંધિત હથિયારો પણ મળી આવ્યા છે. ગુપ્તચર સૂત્રોએ CNN-News18ને જણાવ્યું હતું કે સુરક્ષા એજન્સીઓ કટ્ટર શીખ નેતા અમૃતપાલ સિંઘના સંભવિત ISI કનેક્શનની તપાસ કરી રહી છે. જેમણે પોતાને ખાલિસ્તાન આંદોલનના પ્રમુખ વ્યક્તિ જરનલ સિંહ ભિંડરાવાલેના રૂપમાં તૈયાર કર્યા છે.
ચંડીગઢ: હાલ પંજાબમાં ખાલિસ્તાની સહિત ઘણા આતંકવાદી સંગઠનોના સભ્યો સક્રિય જોવા મળી રહ્યાં છે. આ સાથે સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ પણ પંજાબમાં દરેક હિલચાલ પર સતત નજર રાખી રહી છે. તાજેતરમાં ઘણા પ્રતિબંધિત હથિયારો પણ મળી આવ્યા છે. ગુપ્તચર સૂત્રોએ CNN-News18ને જણાવ્યું હતું કે સુરક્ષા એજન્સીઓ કટ્ટર શીખ નેતા અમૃતપાલ સિંઘના સંભવિત ISI કનેક્શનની તપાસ કરી રહી છે. જેમણે પોતાને ખાલિસ્તાન આંદોલનના પ્રમુખ વ્યક્તિ જરનલ સિંહ ભિંડરાવાલેના રૂપમાં તૈયાર કર્યા છે.
અમૃતપાલ દસ વર્ષ પછી પંજાબ પાછો ફર્યો છે અને દિવંગત અભિનેતા અને કાર્યકર્તા દીપ સિદ્ધુ દ્વારા રચવામાં આવેલા દબાણ જૂથ "વારિસ પંજાબ દે"ના વડા બન્યા છે. સિદ્ધુના પરિવારે અમૃતપાલ સિંહને આ પદ માટે પસંદ કરવાનો ઇનકાર કર્યો છે. સૂત્રોએ જણાવ્યું કે અમૃતપાલ પંજાબમાં ગામડે-ગામડે ફરી રહ્યો છે અને સ્વતંત્રતા અને સત્તા વિરુદ્ધ વાતો કરી રહ્યો છે. એજન્સીઓને લાગે છે કે અમૃત પાલ સિંહ પાકિસ્તાનની ઈન્ટર-સર્વિસિસ ઈન્ટેલિજન્સ (ISI) સાથે સંબંધિત છે.
સૂત્રોએ જણાવ્યું કે તેમની દસ્તરબંદી (પાઘડી બાંધવાની વિધિ) પણ "ખાલિસ્તાન ઝિંદાબાદ" ના નારા સાથે થઈ હતી. ટોચના ગુપ્તચર અધિકારીઓનું કહેવું છે કે અમૃતપાલ દુબઈથી ભારત આવતા પહેલા જ્યોર્જિયા ગયો હતો. તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પંજાબ સરકારને તેની ગતિવિધિઓ પર નજર રાખવા માટે કહ્યું હતું. માર્યા ગયેલા આતંકવાદી નેતા ભિંડરાનવાલેના ગામ રોડે અમૃતપાલની અવારનવાર મુલાકાત અને સ્વતંત્રતા અને ખાલિસ્તાન વિશેનું તેમનું ભાષણ ગુપ્તચર એજન્સીઓ માટે મુખ્ય ચિંતાનો વિષય બની ગયો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ISI શીખ નેતૃત્વમાં ખાલીપો ભરવાનો પ્રયાસ કરી રહી છે, જેમાં અમૃતપાલ સિંહ રાજકીય અને ધાર્મિક બંને નેતાની ભૂમિકા ભજવી રહ્યા છે.
Published by:Vrushank Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર