ઘરની ચાર દીવાલોની અંદર SC/ST પર અપમાનજનક ટિપ્પણી અપરાધ નહીં- સુપ્રીમ કોર્ટ
અપમાનજનક ટિપ્પણી ઘરમાં ચાર દીવાલોની વચ્ચે કરવામાં આવી અને બહારથી કોઈ વ્યક્તિએ ન તેને સાંભળી, ન ત્યાં કોઈ દોસ્ત કે સંબંધી હાજર હતા, એવામાં તેને અપરાધ ન માની શકાય- સુપ્રીમ કોર્ટ
અપમાનજનક ટિપ્પણી ઘરમાં ચાર દીવાલોની વચ્ચે કરવામાં આવી અને બહારથી કોઈ વ્યક્તિએ ન તેને સાંભળી, ન ત્યાં કોઈ દોસ્ત કે સંબંધી હાજર હતા, એવામાં તેને અપરાધ ન માની શકાય- સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ ગુરૂવારે કહ્યું કે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સંબંધિત કોઈ વ્યક્તિની વિરુદ્ઘ ઘરની ચાર દીવાલોની અંદર કોઈ સાક્ષીની અનુપસ્થિતિમાં કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણી અપરાધ નથી. તેની સાથે જ સુપ્રીમ કોર્ટે એક વ્યક્તિની વિરુદ્ધ એસસી-એસટી કાયદા (SC/ST Act) હેઠળ લગાવવામાં આવેલા આરોપોને રદ કરી દીધા છે. એ વ્યક્તિએ ઘરની અંદર એક મહિલાને લઈ કથિત રીતે અપમાનજનક કોમેન્ટ કરી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોઈ વ્યક્તિનું અપમાન કે ધમકી અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ કાયદા હેઠળ અપરાધ નહીં હોય. જ્યાં સુધી કે આ પ્રકારના અપમાન કે ધમકી પીડિતના અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિથી સંબંધિત હોવાના કારણે નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે SC તથા ST કાયદા હેઠળ અપરાધ ત્યારે માનવામાં આવશે જ્યારે સમાજના નબળા વર્ગના સભ્યોને કોઈ સ્થળ પર લોકોની સામે અભદ્રતા, અપમાન અને ઉત્પીડનનો સામનો કરવો પડે.
જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ, જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ અજય રસ્તોગીની બેન્ચે કહ્યું કે, તથ્યોને ધ્યાને લઈ અમને જાણવા મળે છે કે અનુસૂચિચ જનજાતિ (અત્યાચાર નિવારણ) કાયદો, 1989ની કલમ 3 (1) (આર) હેઠળ અપીલકર્તાની વિરુદ્ધ આરોપ પરુવાર નથી થતા. તેથી આરોપપત્રને રદ કરવામાં આવે છે.
બેન્ચે પોતાના 2008ના ચુકાદાનો હવાલો આપ્યો જેમાં સમાજમાં અપમાન અને કોઈ બંધ સ્થળે કરવામાં આવેલી ટિપ્પણી વિશે અંતર જણાવવામાં આવ્યું હતું. કોર્ટે કહ્યું કે, ત્યારના ચુકાદામાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે જો અપરાધ બિલ્ડિંગની બહાર જેમ કે ઘરની લોનમાં, બાલ્કનીમાં કે પછી બાઉન્ડ્રીની બહાર કરવામાં આવ્યું હશે, જ્યાંથી પસાર થતાં કોઈએ જોયું કે સાંભળ્યું હશે ત્યારે તેને સાર્વજનિક સ્થળ માનવામાં આવશે.
સુપ્રીમ કોર્ટ (Supreme Court)ની આ બેન્ચે કહ્યું કે હિતેશ વર્માની વિરુદ્ધ અન્ય અપરાધોના સંબંધમાં પ્રાથમિકીના કાયદા મુજબ સક્ષમ કોર્ટ દ્વારા અલગથી સુનાવણી કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર