સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ગુરુવારે પોતાના પિતા અને સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવને વડાપ્રધાન પદના દાવેદાર તરીકે રજૂ કરવાની વાત કહી. અખિલેશે કહ્યું કે એ સારું રહેશે જો નેતાજીને આ સન્માન મળશે.
ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા એક ઇન્ટરવ્યૂમાં એવું પૂછવામાં આવતા કે શું પૂર્વ રક્ષા મંત્રી આગામી વડાપ્રધાનપદના ઉમેદવાર હોય, તો અખિલેશે જવાબ આપ્યો કે તે સારું રહેશે જો નેતાજીને આ સન્માન (પીએમ બનવાનું) મળે, પરંતુ મને લાગે છે કે કદાચ તેઓ વડાપ્રધાનપદની રેસમાં નથી.
અખિલેશે પહેલા એવો સંકેત આપ્યો હતો કે બસપા સુપ્રીમો અને ગઠબંધનમાં તેમના સહયોગી માયાવતી માટે આ પદ છોડી દેશે. સાથોસાથ તેઓએ એમ પણ કહ્યું હતું કે ગઠબંધન દેશના આગામી વડાપ્રધાન આપશે.
અખિલેશને પૂછવામાં આવ્યું કે જો ભાજપ સત્તામાં નહીં આવે તો દેશના આગામી વડાપ્રધાન કોણ હશે, તેની પર તેઓએ જવાબ આપ્યો કે- અનેક રાજ્યોમાં ગઠબંધનના વિકલ્પ છે પરંતુ ભાજપની પાસે કોઈ અન્ય નેતા નથી. અમારું ગઠબંધન ભારતને એક નવા વડાપ્રધાન આપવા માંગે છે. મારી પાર્ટી પીએમ વિશે ત્યારે નિર્ણય કરશે જ્યારે અંતિમ સીટની ગણતરી પણ ખતમ થઈ જશે.
પોતાની રાષ્ટ્રીય મહાત્વાકાંક્ષાના સવાલ પર 45 વર્ષીય અખિલેશ યાદવે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે તેમની પાર્ટી કેન્દ્રમાં નવી સરકારમાં યોગદાન આપે અને એ સ્પષ્ટ કરે કે તેઓ વિધાનસભા ચૂંટણી પર ધ્યાન કેન્દ્રીય કરી રહ્યા છે, જે 2022માં યોજાવાની છે. તેઓએ કહ્યું કે, હું યૂપીના લોકોને અપીલ કરવા માંગું છું કે તેઓ અમારા રોકાયેલા કામોને આગળ વધારવા માટે અમને વધુ એક તક આપે.
#WATCH Samajwadi Party's Akhilesh Yadav, says, " There is no difference between the BJP and the Congress. Jo BJP hai wahi Congress hai, jo Congress hai wahi BJP hai." pic.twitter.com/ijeviUm9iY
બીજી બાજુ, અલગ-અલગ પાર્ટી લાઇનોના વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પદના ઉમેદવાર પસંદ કરવા માટે પોતાનો મત રજૂ કર્યો છે. તેઓએ પોતાના વડાપ્રધાન પદના ઉમેદવાર પર કોઈ જાહેરાત કરવાથી બચીને કહ્યું કે ચૂંટણી બાદ જ મહાગઠબંધનના ઉચ્ચ પદના દાવેદારની જાહેરાત કરવામાં આવશે.
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂએ ગુરુવારે કહ્યું કે, ચૂંટણી બાદ વિપક્ષી દળ એક સાથે બેસશે અને ચર્ચા કરશે કે કોણ વડાપ્રધાન હશે. તેઓ સ્પષ્ટ કરતાં કહ્યું કે તેઓ આ પદ માટે ઈચ્છુક નથી. તેઓએ કહ્યું કે, મતદાનના 3 ચરણો બાકી છે, ત્યારબાદ અમે ચર્ચા કરીશું.