રાહુલ ગાંધીનો PM મોદીને પડકાર, કહ્યું - પોલીસ વગર વિશ્વ વિદ્યાલયમાં જઈને બતાવે

News18 Gujarati
Updated: January 13, 2020, 6:56 PM IST
રાહુલ ગાંધીનો PM મોદીને પડકાર, કહ્યું - પોલીસ વગર વિશ્વ વિદ્યાલયમાં જઈને બતાવે
રાહુલ ગાંધીનો પીએમ મોદીને પડકાર, કહ્યું - પોલીસ વગર વિશ્વ વિદ્યાલયમાં જઈને બતાવે

યુવાઓને રોજગાર કેવી રીતે મળે અને અર્થવ્યવસ્થા કેવી રીતે પાટા પર આવશે તેના પર સરકારને જવાબ આપવો જોઈએ - રાહુલ ગાંધી

  • Share this:
નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં સોમવારે વિપક્ષી પાર્ટીઓએ સીએએ-એનઆરસી સહિત દેશની પરિસ્થિતિ પર બેઠક કરી હતી. આ બેઠક પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આજે યુવાઓનો જે અવાજ ઉઠી રહ્યો છે તેને લઈને સરકારે વિચાર કરવો જોઈએ. યુવાઓને રોજગાર કેવી રીતે મળે અને અર્થવ્યવસ્થા કેવી રીતે પાટા પર આવશે તેના પર સરકારને જવાબ આપવો જોઈએ.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે યુવાઓમાં ગુસ્સો અને ડર છે કારણ કે આર્થિક સ્થિતિ ખરાબ છે. સરકાર રસ્તો બતાવવામાં ફેઇલ છે જેથી યુવા, ખેડૂત અને વિશ્વવિદ્યાલયમાં ગુસ્સો વધી રહ્યો છે. જેનાથી ધ્યાન હટાવવાનો પ્રયત્ન પીએમ નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. યુવાઓના અવાજને દબાવવો જોઈએ નહીં.

રાહુલે સરકાર પર આરોપ લગાવતા કહ્યું હતું કે દેશને વિભાજિત કરીને ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન કરી રહી છે. તેમણે કહ્યું હતું કે સરકાર મુદ્દાના જવાબ આપવાથી ભાગી રહી છે. દેશની જનતા સમજે છે કરે મોદી જી અર્થવ્યવસ્થા પર, રોજગાર પર ફેઇલ થઈ ગઈ છે.

આ પણ વાંચો - નરેન્દ્ર મોદી અને શાહે CAA-NRC પર દેશને ગુમરાહ કર્યો : સોનિયા ગાંધી

પ્રધાનમંત્રીને આપ્યો પડકાર
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હિન્દુસ્તાનની અર્થવ્યવસ્થા કેવી રીતે પાટા પર આવશે તેનો જવાબ આપવો જોઈએ. રાહુલે પ્રધાનમંત્રીને પડકાર આપતા કહ્યું કે જો તેમનામાં હિંમત છે તો તે પોલીસ વગર કોઈપણ વિશ્વ વિદ્યાલયમાં જઈને બતાવે. પ્રધાનમંત્રી દેશના વિશ્વ વિદ્યાલયમાં જાય અને યુવાઓને બતાવે કે તે દેશની અર્થવ્યવસ્થા સુધારવા અને યુવાઓની નોકરીઓ વધારવા માટે શું કરી રહ્યા છે. રાહુલે કહ્યું હતું કે જે તક ભારત પાસે હતી તે આપણે ગુમાવી દીધી છે. આ પીએમ દ્વારા કરવામાં આવ્યું છે, પ્રધાનમંત્રી દેશને વિભાજિત કરવાનું કામ કરી રહ્યા છે. પીએમએ સાહસ સાથે ઉભા થઈને બેરોજગારી અને છાત્રો પર બોલવું જોઈએ પણ તે પોલીસની મદદથી તેમનો અવાજ દબાવી રહ્યા છે.
First published: January 13, 2020, 6:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading