Home /News /national-international /

પિસ્તોલ બતાવીને રોફ જમાવતી હતી ‘રિવોલ્વર રાની’, instagram પર અપલોડ કર્યો ફોટો, મિત્ર સાથે ધરપકડ

પિસ્તોલ બતાવીને રોફ જમાવતી હતી ‘રિવોલ્વર રાની’, instagram પર અપલોડ કર્યો ફોટો, મિત્ર સાથે ધરપકડ

યુવતીએ ઇંસ્ટાગ્રામ (instagram)પર ફોટો શેર કર્યો હતા

crime news - મિત્રો પર રોફ જમાવવા તેણે હથિયાર સાથે ફોટો મુક્યા હતા. પોલીસે તલાશી લીધી તો બે કારતૂસ સાથે 12 બોરનો દેશી કટ્ટો અને દેશી પિસ્તોલ મળી આવી હતી

    ઉજ્જૈન : મધ્ય પ્રદેશના (madhya pradesh)ઉજ્જૈન (ujjain)જિલ્લામાં પિસ્તોલ (pistol)અને કટ્ટા બતાવીને મિત્રો પર રોફ જમાવી રહેલી ‘રિવોલ્વર રાની’ ની પોલીસે ધરપકડ કરી છે. તેની સાથે એક એલએલબીનો વિદ્યાર્થી પણ પોલીસની પકડમાં આવ્યો છે. ઉજ્જૈનની પંવાસા પોલીસને બન્ને પર ત્યારે શંકા થઇ જ્યારે યુવતીએ ઇંસ્ટાગ્રામ (instagram)પર ફોટો શેર કર્યો હતા. આ પછી પોલીસે તલાશી લીધી તો યુવક પાસેથી હથિયાર મળી આવ્યું હતું. આરોપીઓ પાસેથી કારતૂસ પણ મળી આવ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે 20 વર્ષની શ્યામા ડાબીનો ઇંસ્ટાગ્રામનો ફોટો કોઇ રીતે પોલીસ પાસે પહોંચ્યો હતો. શ્યામાના હાથમાં હથિયાર હતા. પંવાસા પોલીસે તેની તપાસ શરુ કરી અને શ્યામાને ટ્રેસ કરી હતી. શ્યામા માધવ સાયન્સ કોલેજમાં બીએ કરી રહી છે અને નિમનવાસામાં રહે છે. તે પોતાના મિત્ર અને એલએલબી વિદ્યાર્થી કૃતજ્ઞ ભદૌરિયા સાથે ક્યાંક જઇ રહી હતી. પોલીસે તેમનો પીછો કર્યો હતો. બન્નેને પોલીસે પાઇપ ફેક્ટરી તરફ જતા પકડ્યા હતા.

    આ પણ વાંચો - CM Yogi Interview: સીએમ યોગીએ કહ્યું- યૂપીમાં જાતિવાદને ખતમ કરવો છે, હવે ગરીબ નક્કી કરશે રાજનીતિનો એજન્ડા

    યુવતીના મોબાઇલમાંથી મળી આવ્યો ફોટો

    પોલીસે જ્યારે બન્નેની પૂછપરછ કરી તો કોઇ પ્રકારના હથિયાર ના હોવાની વાત કરી હતી. પોલીસે બન્નેના મોબાઇલ લીધા અને ફોટો ચેક કર્યા હતા. જેમાં શ્યામાના મોબાઇલમાં પિસ્તોલ અને કટ્ટા હાથમાં રાખેલા ફોટો મળી આવ્યા હતા. આ પછી પોલીસે કડકાઇ કરી તો તેણે કબૂલ કર્યું કે મિત્રો પર રોફ જમાવવા તેણે હથિયાર સાથે ફોટો મુક્યા હતા. પોલીસે તેમની તલાશી લીધી તો બે કારતૂસ સાથે 12 બોરનો દેશી કટ્ટો અને દેશી પિસ્તોલ મળી આવી હતી.

    યુવતીએ ઇંસ્ટાગ્રામ (instagram)પર ફોટો શેર કર્યો હતા


    આ પણ વાંચો - OMG: પરિવારમાં 7 પેઢી પછી જન્મેલી દીકરીને માતા-પિતાએ ચાંદ પર જમીન ખરીદી ગિફ્ટ કરી

    સાધારણ પરિવારમાંથી આવે છે

    ઉજ્જૈન ટીઆઈ ગજેન્દ્ર પચૌરિયાના મતે શ્યામાના પિતા મજૂરી કરીને તેને ભણાવી રહ્યા છે. જ્યારે કૃતજ્ઞના પિતા પંચર બનાવીને જીવન પસાર કરી રહ્યા છે. જ્યારે બન્નેના સંતોનો ધાક જમાવવા માટે હથિયાર લઇને ફરી રહ્યા છે. શરૂઆતની પૂછપરછમાં બન્નેએ જણાવ્યું કે હથિયાર ઘરમાં જ રાખ્યા હતા. પોલીસે બન્નેની આર્મ્સ એક્ટમાં ધરપકડ કરી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Crime news, Madhya pradesh

    આગામી સમાચાર