Home /News /national-international /Inspiration: કર્ણાટકના યુવકે બેચેની દૂર કરવા શોખ તરીકે ગૂંથણકામ શરૂ કર્યું

Inspiration: કર્ણાટકના યુવકે બેચેની દૂર કરવા શોખ તરીકે ગૂંથણકામ શરૂ કર્યું

તેના ઇન્સ્ટાગ્રામ હેંડલનું નામ the_rough_hand_knitter છે અને તેના 13,000થી વધુ ફોલોઅર્સ છે (તસવીર - ઇંસ્ટાગ્રામ પરથી)

Karnatak news - યુવક બેચેન રહેતો હતો અને તેણે ક્યાંક વાંચ્યું હતું કે ગૂંથણકામ તેને તેમાંથી બહાર નીકાળવામાં મદદ કરી શકે છે. યૂટ્યુબ પર ટ્યુટોરિયલ્સ જોયા પછી તેણે ગૂંથવાની આદત અપનાવી હતી

ગૂંથણકામનું (knitting)નામ સાંભળતા જ આપણને આપણી દાદીમા યાદ આવી જાય છે, જેઓ તેમના પૌત્રો માટે અવનવા રંગોના મફલર અથવા સ્વેટર બનાવતા હતા. અહીં એક એવી વ્યક્તિ છે, જેણે પોતાની બેચેની અને ડિપ્રેશનને (Depression)દૂર કરવા માટે ગત વર્ષે ગૂંથણકામને શોખ તરીકે પસંદ કર્યું હતું. હવે તે તેને એક કામ તરીકે જોઈ રહ્યો છે. કર્ણાટકના (Karnataka)હુબલીમાં રહેતા 28 વર્ષીય સોહેલ નરગુંદે ગત વર્ષે યૂટ્યુબ ટ્યુટોરિયલ્સમાંથી ગૂંથણકામ શીખવાનું શરૂ કર્યું હતું.

સોહેલ નરગુંદ વ્યવસાયે એન્જિનિયર છે અને બેંગલોરમાં કામ કરે છે. તેણે ગૂંથણકામ શરુ કર્યું, કારણ કે તે બેચેન રહેતો હતો અને તેણે ક્યાંક વાંચ્યું હતું કે ગૂંથણકામ તેને તેમાંથી બહાર નીકાળવામાં મદદ કરી શકે છે. યૂટ્યુબ પર ટ્યુટોરિયલ્સ જોયા પછી તેણે ગૂંથવાની આદત અપનાવી લીધી અને તે ઝડપથી તેમાં નિપુણ થઈ ગયો. હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતા તેણે કહ્યું કે તેણે તેની બહેન માટે સ્વેટર ગૂંથ્યું અને તેને તે ખરેખર ગમ્યું. તેની બહેનની મિત્ર પણ તેના માટે એક સ્વેટર ઇચ્છતી હતી અને તે તેના માટે પૈસા ચૂકવવા પણ તૈયાર હતી. તેથી સોહેલને આ શોખને એવી વસ્તુમાં ફેરવવાનો વિચાર આવ્યો જે તેને થોડી કમાણી પણ કરી આપે.

આ પણ વાંચો - જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા શિવલિંગનો ફોટો અને વીડિયો વાયરલ, મુસ્લિમ પક્ષે કર્યો આવો દાવો

તેના ઇન્સ્ટાગ્રામ હેંડલનું નામ the_rough_hand_knitter છે અને તેના 13,000થી વધુ ફોલોઅર્સ છે. તેના એક વીડિયોને 30 લાખથી વધુ વ્યૂઝ મળી ચુક્યા છે. જેમાં તે બેંગલોરમાં કેબમાં બેસીને ગૂંથતો દેખાઈ રહ્યો છે.સોહેલે પોતાના શોખ વિશે વધુ વાત કરતાં શેર કર્યું કે, તેના પિતા અને બહેને તેને આ બાબતમાં સપોર્ટ કર્યો હતો. તેના પિતા તેને યાર્ન બાંધવામાં મદદ કરે છે, જ્યારે તેની બહેન ઓર્ડરનું સંચાલન કરે છે. તેની માતાનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું અને તેને અફસોસ છે કે તે પોતાની માતા પાસેથી ગૂંથવાની આ કળા ન શીખી શક્યો.

ઉલ્લેખનીય છે કે, પુખ્ત વયના લોકો માટે સ્વેટર ગૂંથવામાં તેને લગભગ 16-17 દિવસ લાગે છે, જ્યારે બાળકો માટે તે લગભગ 10-12 દિવસ લે છે. તેણે કહ્યું કે જ્યારે લોકો તેને ગૂંથતા જુએ છે, ત્યારે તેને સકારાત્મક પ્રતિક્રિયા મળે છે. કારણ કે તે બહાર બેસીને ગૂંથવાનું પસંદ કરે છે. વધુમાં તેણે જણાવ્યું કે, "હું દરરોજ ઓછામાં ઓછા ત્રણ કલાક આ શોખમાં વ્યસ્ત રહું છું, કારણ કે તે ખરેખર મને શાંત રહેવામાં મદદ કરે છે."
First published:

Tags: Instagram, Karnataka news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन