Home /News /national-international /ભારતનું કોવિડ-19 મેનેજમેન્ટ... બિલ ગેટ્સ ડિજિટલ ઈન્ડિયાથી થયા સહમત, બ્લોગ લખીને કર્યા વખાણ

ભારતનું કોવિડ-19 મેનેજમેન્ટ... બિલ ગેટ્સ ડિજિટલ ઈન્ડિયાથી થયા સહમત, બ્લોગ લખીને કર્યા વખાણ

બિલ ગેટ્સએ ભારતના કર્યા વખાણ

Bill Gates Met PM Modi: માઇક્રોસોફ્ટના સહ-સ્થાપકએ મહામારી દરમિયાન ડિજિટલ પેમેન્ટ અપનાવવા બદલ ભારતની પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, 200 મિલિયન મહિલાઓ સહિત ઓછામાં ઓછા 300 મિલિયન લોકોએ ઇમરજન્સી ડિજિટલ પેમેન્ટ્સ મેળવ્યા છે. 'આ માત્ર એટલા માટે શક્ય બન્યું કારણ કે, ભારતે નાણાકીય સમાવેશને પ્રાથમિકતા આપી છે, ડિજિટલ આઈડી સિસ્ટમ્સમાં રોકાણ કર્યું છે અને ડિજિટલ બેન્કિંગ માટે નવીન પ્લેટફોર્મ બનાવ્યું છે.'

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ જાણીતા ઉદ્યોગપતિ બિલ ગેટ્સ અને માઇક્રોસોફ્ટના સહ-સંસ્થાપક ઘણા દિવસોથી ભારતની મુલાકાતે છે. શુક્રવારે તેઓ પીએમ મોદીને મળ્યા હતા. પીએમ મોદી સાથેની આ મુલાકાતને લઈને બિલ ગેટ્સે પોતાના બ્લોગ પર એક લેખ લખ્યો છે. આ લેખમાં તેમણે ભારતના કોવિડ-19 મેનેજમેન્ટ, રસીકરણ અભિયાન, ભારતમાં નવીનતા અને અદ્ભુત ડિજિટલ વિશ્વની પ્રશંસા કરી છે. તેમના અધિકૃત બ્લોગ ગેટ્સનોટ્સ પર 'હાઈલાઈટ' શેર કરતા તેમણે લખ્યું કે, 'સુરક્ષિત, અસરકારક અને સસ્તી રસી બનાવવાની તેની અદભૂત ક્ષમતા માટે ભારતની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, આ રસીઓએ લાખો લોકોને બચાવ્યા છે. COVID-19 મહામારી દરમિયાન ભારતની રસીઓએ સમગ્ર વિશ્વમાં જીવન અને અન્ય રોગોને અટકાવ્યા છે.'

ગેટ્સનોટ્સ મુજબ Co-WIN એ ઓપન સોર્સ પ્લેટફોર્મ દ્વારા COVID રસીના 2.2 બિલિયન ડોઝનું વિતરણ કર્યું છે. ગેટ્સે કહ્યું કે, 'વડાપ્રધાન મોદી માને છે કે Co-WIN વિશ્વ માટે એક મોડેલ છે અને હું તેની સાથે સંમત છું.' માઇક્રોસોફ્ટના સહ-સ્થાપકએ મહામારી દરમિયાન ડિજિટલ પેમેન્ટ અપનાવવા બદલ ભારતની પ્રશંસા કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, 200 મિલિયન મહિલાઓ સહિત ઓછામાં ઓછા 300 મિલિયન લોકોએ ઇમરજન્સી ડિજિટલ પેમેન્ટ્સ મેળવ્યા છે. 'આ માત્ર એટલા માટે શક્ય બન્યું કારણ કે, ભારતે નાણાકીય સમાવેશને પ્રાથમિકતા આપી છે, ડિજિટલ આઈડી સિસ્ટમ્સમાં રોકાણ કર્યું છે અને ડિજિટલ બેન્કિંગ માટે નવીન પ્લેટફોર્મ બનાવ્યું છે.'

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનીઝ 8 માર્ચે આવશે ભારત, વડાપ્રધાન મોદી સાથે જોઈ શકે છે અમદાવાદમાં ટેસ્ટ મેચ

ગેટ્સે જણાવ્યું હતું કે, ભારતમાં વિકસિત નવીનતાઓ વિશ્વને કેવી રીતે લાભ આપી શકે છે અને અન્ય દેશોને તેને અપનાવવામાં મદદ કરી શકે છે તે દર્શાવવા માટે ભારતનું G20 પ્રમુખપદ એ એક ઉત્તમ તક છે. તેમણે ઉમેર્યું હતું કે, આ પ્રયાસોને ટેકો આપવો - ખાસ કરીને તેની ડિજિટલ ID અને પેમેન્ટ સિસ્ટમને અન્ય સ્થળોએ ફેલાવવી - ફાઉન્ડેશન માટે ઉચ્ચ પ્રાથમિકતા છે.


બ્લોગને સમાપ્ત કરતા ગેટ્સે કહ્યું કે, તેઓ સ્વાસ્થ્ય, વિકાસ અને આબોહવા ક્ષેત્રે ભારતની પ્રગતિ વિશે પહેલા કરતા વધુ આશાવાદી અનુભવે છે. જ્યારે આપણે ઈનોવેશનમાં રોકાણ કરીએ છીએ ત્યારે શું શક્ય છે તે દેશ બતાવી રહ્યો છે. હું આશા રાખું છું કે ભારત આ પ્રગતિ ચાલુ રાખશે અને તેને વિશ્વ સાથે શેર કરશે.
First published:

Tags: Bill Gates, Business news, PM Modi પીએમ મોદી