Home /News /national-international /

Positive Story: સાસુ- સસરાએ વહૂને મુંહ દિખાઈમાં આપી 11 લાખની કાર, દહેજ લેવાથી પણ કર્યો ઈન્કાર, કહ્યું ઘરે વહુ નહીં દીકરી લાવ્યા છીએ

Positive Story: સાસુ- સસરાએ વહૂને મુંહ દિખાઈમાં આપી 11 લાખની કાર, દહેજ લેવાથી પણ કર્યો ઈન્કાર, કહ્યું ઘરે વહુ નહીં દીકરી લાવ્યા છીએ

પુત્રવધૂ (Daughter-in-law) ને પણ દીકરી (Daughter) સમાન ગણવાનું એક ઉત્તમ ઉદાહરણ

rajasthan news - સાસુ-સસરાએ કહ્યું કે તેઓ ઘરમાં વહુ નહીં પણ દીકરી લાવ્યા છે. તેને દીકરીની જેમ લાડ લડાવશે

ઝૂંઝુનું : અત્યાર સુધી તમે ખૂબ વધુ દહેજ (Dowry) આપવાની અને લેવાની વાતો સાંભળી કે જોઈ હશે. પરંતુ આજે અમે તમને એક એવી ખબર આપવા જઈ રહ્યા છીએ જે ન માત્ર દહેજ લેનારાઓના મોઢા પર થપ્પડ છે, પરંતુ પુત્રવધૂ (Daughter-in-law) ને પણ દીકરી (Daughter) સમાન ગણવાનું એક ઉત્તમ ઉદાહરણ છે. આ સમાચાર (rajasthan)રાજસ્થાનના શેખાવાટીના સૈન્ય પ્રભાવિત જિલ્લાના ઝૂંઝુનુ (Jhunjhunu) જિલ્લાના બુહાના સાથે સંબંધિત છે. અહીં સાત ફેરા ફરીને ખંડવા ગામમાં આવેલી પુત્રવધૂને તેની સાસુએ મુંહ દિખાઇમાં 11 લાખ રૂપિયાની કાર ભેટમાં આપી છે. જ્યારે તેણે દહેજમાં કંઈ લીધું ન હતું. માત્ર એક રૂપિયા અને નાળિયેરમાં લગ્નની વિધિઓ કરવામાં આવી છે.

ખંડવા ગામના રામકિશનનો આ પરિવાર સમાજમાં ઉદાહરણરૂપ બન્યો છે. રામકિશન સીઆરપીએફમાં એસઆઈ છે. રામકિશનના એકમાત્ર પુત્ર રામવીરના લગ્ન અલવરના ગોહાના ગામની ઈંશા સાથે થયા છે. ઈંશા બીએના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. રામવીર પણ એમએસસી કરી રહ્યો છે. લગ્ન સમયે ઇંશાના માતા-પિતાએ તેમની પુત્રીને ખૂબ જ ધામધૂમથી વિદાય આપી હતી. તેણે રામકિશનના પરિવારને દહેજ આપવાની પણ ઓફર કરી હતી. પરંતુ રામકિશને તેની સ્પષ્ટપણે ના પાડી. તેણે ઈંશાના પિતાને કહ્યું કે તમે તમારી અમૂલ્ય દીકરી અમને આપો છો. તે સિવાય અમારે કશું જરૂર નથી.

ઘરમાં વહુ નહી પણ દીકરી લાવ્યા છીએ

જે બાદ તેમની પુત્રી ઈંશા સાત ફેરા લઈને રામકિશનના પરિવારની વહુ બનીને ખંડવા ગામ પહોંચી હતી. ત્યાં પુત્રવધૂની મુંહ દિખાઈની રસમ ચાલી રહી હતી. આ દરમિયાન સસરા રામકિશન અને સાસુ કૃષ્ણા દેવીએ તેમની પુત્રવધૂને 11 લાખ રૂપિયાની કારની ચાવી આપી હતી. આ જોઈને ઈંશા પણ ખુશ થઈ ગઈ. બંને સાસુ-સસરાએ કહ્યું કે તેઓ ઘરમાં વહુ નહીં પણ દીકરી લાવ્યા છે. તેની દીકરીની જેમ લાડ લડાવશે. આ લગ્ન શનિવારે થયા હતા. રવિવારે ઈંશા પુત્રવધૂ બનીને તેના સાસરે પહોંચી હતી.

આ પણ વાંચો - rajasthan news: બહેનોની ઈચ્છા પૂરી કરવા ભાઈ હેલિકોપ્ટરથી લાવ્યો ભાભી, સ્વાગત કરવા ઉમટી પડ્યું આખુ શહેર

સમાજને સંદેશો આપતી એક અનોખી ક્ષણ

રામકિશનના પરિવારમાં આવ્યા બાદ ઈંશાએ પણ પોતાને નસીબદાર ગણાવી હતી. સૂરજગઢના ધારાસભ્ય સુભાષ પુનિયા પણ આ અવસર પર વર-કન્યાને અભિનંદન આપવા પહોંચ્યા હતા. તેમણે રામકિશનના આ પગલાને સમાજને સંદેશો આપવાનું એક ક્ષણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે આવા સંદેશાઓ જ સમાજને દહેજ જેવા દુષણોથી મુક્ત કરાવશે. પૂનિયાના કહેવા પ્રમાણે જ્યારે આપણે પુત્રવધૂઓને પુત્રીઓ તરીકે માનવાનું શરૂ કરીશું ત્યારે સમાજમાં સકારાત્મક પરિવર્તન આવશે.

ઝુંઝનુની દીકરીઓ શિક્ષણ મામલે પણ છે પ્રથમ

ઉલ્લેખનીય છે કે રાજસ્થાનનો ઝૂંઝુનુ જિલ્લો દીકરીઓના શિક્ષણના મામલે પણ રાજ્યમાં ટોચ પર છે. ઝૂંઝુનુની દીકરીઓ માત્ર અભ્યાસમાં જ નહીં પરંતુ સેનામાં પણ પોતાની મહત્વની ભૂમિકા ભજવી રહી છે. અહીંની ઘણી દીકરીઓ સેનામાં ઉચ્ચ હોદ્દા પર નોકરી કરે છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Positive story, Rajasthan news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन