અખલાક લિંચિંગ કેસના મહત્વપૂર્ણ સાક્ષી હોવાથી PIની હત્યા થયાનો પરિવારનો દાવો

News18 Gujarati
Updated: December 6, 2018, 10:04 AM IST
અખલાક લિંચિંગ કેસના મહત્વપૂર્ણ સાક્ષી હોવાથી PIની હત્યા થયાનો પરિવારનો દાવો
ઈન્સ્પેક્ટર સુબોધ કુમાર (ફાઇલ ફોટો)

ઈન્સ્પેક્ટર સુબોધ કુમારે 28 સપ્ટેમ્બર 2015થી 9 નવેમ્બર 2015 સુધી અખલાક લિંચિંગ મામલાની તપાસ કરી હતી

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: ઉત્તર પ્રદેશના બુલંદશહર જિલ્લાના સ્યાના ગામમાં સોમવારે ગોહત્યાની અફવામાં ફેલાયેલી હિંસા બાદ વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ છે. આ દરમિયાન હિંસામાં માર્યા ગયેલા પોલીસ ઈન્સ્પેક્ટર સુબોધ કુમાર સિંહનું બહુચર્ચિત અખલાક લિંચિંગ કેસ સાથે કનેક્શન સામે આવ્યું છે. પીડિત પરિવારનો દાવો છે કે ઈન્સ્પેક્ટર સુબોધ ગોહત્યાની આશંકામાં થયેલા મોહમ્મદ અખલાકની મારઝૂડ કરીને હત્યા (મોબ લિંચિંગ) મામલામાં તપાસ અધિકારી અને મહત્વપૂર્ણ સાક્ષી રહી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, 2015માં ગ્રેટર નોઈડાના દાદરીમાં ભીડે મોહમ્મદ અખલાક અને તેમના દીકરા પર ઘરમાં ઘૂસી હુમલો કરી દીધો હતો, જેમાં અખલાકને ઘણી ઈજાઓ થઈ હતી. તે ઈજાઓના કારણે જ અખલાકનું મોત થયું હતું. આ કેસમાં ઈન્સ્પેક્ટર સુબોધ કુમાર સાક્ષી નંબર-7 હતા.

આ પણ વાંચો, વીડિયો મેસજ જાહેર કરી બોલ્યો બુલંદશહર હિંસાનો મુખ્ય આરોપી- ઘટનાસ્થળે હતો જ નહીં

પીડિત પરિવાર તરફથી કેસની રજૂઆત કરી રહેલા યૂસુફ સૈફીએ જણાવ્યું કે, ઈન્સ્પેક્ટર સુબોધ કુમારે 28 સપ્ટેમ્બર 2015થી 9 નવેમ્બર 2015 સુધી મામલાની તપાસ કરી હતી. જોકે, તપાસ દરમિયાન જ તેમની વારાણસી બદલી કરી દેવામાં આવી હતી. તેમની બદલી બાદ અખલાક મર્ડર કેસમાં બીજા તપાસ અધિકારીએ માર્ચ 2016માં ચાર્જશીટ દાખલ કરી હતી.

આ મામલામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગુરુવારે પોતાના સરકાર આવાસ પર પીડિત પરિવાર સાથે મુલાકાત કરવાના છે. સીએમ યોગી પહેલા જ ઈન્સ્પેક્ટર સુબોધ કુમાર સિંહના પરિજનોને 50 લાખ રૂપિયાની આર્થિક મદદ, અસાધારણ પેન્શન અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી ચૂક્યા છે.

બીજી તરફ, ઈન્સ્પેક્ટર સુબોધ કુમારની બહેને પોતાના ભાઈના નામે શહીદ સ્મારક બનાવવાની માંગ કરી છે.
First published: December 6, 2018, 9:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading