Home /News /national-international /

મહિલાઓ સામે માસ્ટરબેટ કરનારા ઇન્સ્પેક્ટરની ધરપકડ, નોકરીમાંથી હાંકી કઢાયા

મહિલાઓ સામે માસ્ટરબેટ કરનારા ઇન્સ્પેક્ટરની ધરપકડ, નોકરીમાંથી હાંકી કઢાયા

પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ભીષ્મપાલ સિંહ યાદવનો વીડિયો વાયરલ થયો. (Video Grab)

ફરિયાદ નોંધાયા બાદ ઇન્સ્પેક્ટર ફરાર થઈ ગયા હતા, પકડનારને 25 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરાયું હતું

    લખનઉ/દેવરિયાઃ મહિલાઓની સામે ગંદી તથા અશ્લીલ હરકતા કરનારા દેવરિયાના ભટની પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ભીષ્મપાલ સિંહ યાદવ (Bhishmpal Singh Yadav)ની ધરપકડ કરી લેવામાં આવી છે. સાથોસાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath)એ આકરા પગલા લેતાં આરોપી ઇન્સ્પેક્ટરને પોલીસ સેવાથી હાંકી (Terminate) કાઢ્યા છે. નોંધનીય છે કે યુવતીની ફરિયાદના આધારે કેસ દાખલ થયા બાદથી ઇન્સ્પેક્ટર ભીષ્મપાલ સિંહ યાદવ ફરાર થઈ ગયા હતા. તેમ ની ધરપકડ માટે 25 હજારના ઈનામની પણ જાહેરાત કરવામાં આવી હતી. બુધવારે SOG ટીમ દ્વારા હરૈયા જનપદ રહેણાંકની પાસેથી આરોપી ઇન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી હતી.

    ઉલ્લેખનીય છે કે, મહિલાઓની સામે પોલીસ સ્ટેશનમાં માસ્ટરબેટ કરવાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ અધીક્ષકે ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દીધા હતા. સાથોસાથ યુવતીની ફરિયાદના આધારે ભટની પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 354(ક)/ 509/166 હેઠળ કેસ નોંધ્યો છે. ત્યારબાદથી જ સસ્પેન્ડેડ ઇન્સ્પેક્ટર ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ તેમની પર 25 હજાર રૂપિયાનું પુરસ્કાર જાહેર કરવામાં આવ્યું હતું. સાથોસાથ આ સસ્પેન્ડેડ ઇન્સ્પેક્ટરને પોલીસ ઉપમહાનિરીક્ષક, ગોરખપુર દ્વારા તાત્કાલિક અસરથી પોલીસ સેવાથી સસ્પેનડ કરી દીધા છે.

    આ પણ વાંચો, સુશાંતે આત્મહત્યા કરી ત્યારે ઘરે હાજર જ હતો તેનો મિત્ર સિદ્ધાર્થ, પોલીસે ફરી કરી પૂછપરછ

    પોણા ત્રણ મિનિટનો છે વીડિયો

    પોણા ત્રણ મિનિટના વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે બે મહિલાઓ ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચી છે. એક મહિલા ઇન્સ્પેક્ટરની ડાબી બાજુ બેઠી છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે પહેલા થી પરિચિત હોવી જોઈએ. બીજી એક મહિલા સામે બેઠી છે. વાયરલ વીડિયોમાં ઇન્સ્પેક્ટર ભીષ્ણપાલ યાદવ બાજુમાં બેઠેલી મહિલાને અશ્લીલ ઈશારા કરતો જોવા મળ્યા છે.

    આ પણ વાંચો, શ્રીસંતનો ચોંકાવનારો ખુલાસોઃ મને આતંકીઓના વોર્ડમાં લઈ ગયા, 16-17 કલાક ટોર્ચર કરતા



    યુવતીએ કહી આ વાત

    પીડિત યુવતીની ફરિયાદ પર ભટની પોલીસ સ્ટેશનમાં ભીષ્મપાલ યાદવની વિરુદ્ધ 354(ક)/ 509/166 આઈપીસી કલમ હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી. યુવતીની ફરિયાદ મુજબ, તે 22 જૂને બપોરે પોતાની માતાની સાથે જમીન વિવાદના એક મામલે પોલીસ સ્ટેશન ગઈ હતી. તે સમયે ભીષ્મપાલ યાદવ પોતાની ઓફિસમાં બેઠા હતા. તે અને તેમની માતા જમીન વિવાદ વિશે ભીષ્મપાલ યાદવને જણાવી રહ્યા હતા. ત્યારબાદ ભીષ્મપાલ યાદવ દ્વારા બેસવા માટે કહ્યા બંને ત્યાં રાખવામાં આવેલી ખુરશી પર બેસી ગયા. યુવતીનો આરોપ છે કે જમીન વિવાદના સંબંધમાં વાત કરતાં-કરતાં ભીષ્મપાલ યાદ અશ્લીલ હરકત કરવા લાગ્યા, આ દરમિયાન યુવતીએ તેનો વીડિયો ઉતારી દીધો અને પોતાના પરિવારના સભ્યોને દર્શાવ્યો. ત્યારબાદ પડોશમાં રહેતાં એક વ્યક્તિએ વીડિયોને ફોરવર્ડ કરી દીધો અને તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Crime news, Crime Report, Social media, Yogi adityanath, ઉત્તરપ્રદેશ, પોલીસ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन