Home /News /national-international /

રેવ પાર્ટીમાં વિદ્યાર્થિનીઓ પણ હતી હાજર, છોકરીઓ સ્વિમિંગ પુલમાં પણ આપતી સાથ

રેવ પાર્ટીમાં વિદ્યાર્થિનીઓ પણ હતી હાજર, છોકરીઓ સ્વિમિંગ પુલમાં પણ આપતી સાથ

(પ્રતિકાત્મક તસવીર)

ફાર્મ હાઉસ બહારથી પોલીસે 39 લક્ઝરી કાર, 9 મોંઘી બાઇક પણ જપ્ત કરી છે. રેવ પાર્ટીમાં ધોરણ-10 અને ધોરણ-12માં અભ્યાસ કરતી અમુક છોકરીઓ પણ સામેલ હતી.

    નોઇડા : પોલીસે એક મોટી કાર્યવાહી કરતા નોઇડાના એક ફાર્મહાઉસમાં રેવ પાર્ટી કરી રહેલા 161 યુવક અને 31 યુવતીઓની ઝડપી લીધી છે. એક સીનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ગતરાત્રીએ નોઇડા સેક્ટર 135માં આવેલા એક ફાર્મહાઉસમાં ચાલી રહેલી રેવ પાર્ટી પર દરોડા કરવામાં આવ્યા હતા. આ પાર્ટીમાં દારૂ તેમજ ગેરકાયદે હોય તેવા અન્ય નશીલા પદાર્થો પીરસવામાં આવી રહ્યાં હતાં. ધરપકડ કરવામાં આવેલી યુવતીઓમાં ધોરણ-10 અને 12માં અભ્યાસ કરતી અમુક વિદ્યાર્થિનીઓ પણ સામેલ છે.

    ગૌતમ બુદ્ધ નગરના એસએસપી વૈભવ ક્રિષ્નાએ જણાવ્યું કે, "અમને માહિતી મળી હતી કે નોઇડાના એક ફાર્મહાઉસમાં રેવ પાર્ટી ચાલી રહી છે. શનિવારે મોડીરાત્રે આ પાર્ટી પર દરોડાં કરવામાં આવ્યા હતા. જેમાં ઘટનાસ્થળે હાજર 161 પુરુષ તેમજ 31 મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા મોટાભાગના લોકો દિલ્હીનાં રહેવાસી છે. અમુક લોકો હરિયાણાના તેમજ થોડા લોકો નોઇડાના છે."



    પોલીસના જણાવ્યા પ્રમાણે પાર્ટીનું આયોજન કરનારા પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઘટનાસ્થળેથી 31 હુક્કા, 112 બિયર બોટલ, 30 દારૂની બોટલ તેમજ અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.

    પાર્ટીના આયોજકોની ઓળખ અમિત ત્યાગી, પંકજ શર્મા, અદનાન અહેમદ, બાલેશ કોહલી અને કપિલ ભાટી તરીકે કરવામાં આવી છે.

    આવી રીતે છોકરા-છોકરીઓની થતી હતી એન્ટ્રી

    રેવ પાર્ટીમાં છોકરા-છોકરીઓની એન્ટ્રી માટે ખાસ વ્યવસ્થા હતી. છોકરાઓએ રેવ પાર્ટીમાં દાખલ થવા માટે રૂ. 10 હજાર ચુકવવા પડતા હતા, જ્યારે છોકરીઓ માટે પ્રવેશ મફત હતો. આ પાર્ટીનું આયોજન શનિવારે રાત્રે યમુના એક્સપ્રેસની બાજુમાં આવેલા એક ફાર્મહાઉસમાં થયું હતું. પાર્ટીનું આયોજન કરવાની જાણકારી સોશિયલ મીડિયા મારફતે આપવામાં આવી હતી.

    આ પાર્ટીમાં ડીજે નાઇટની વાત લખવામાં આવી હતી. નિયમિત આ ફાર્મહાઉસમાં જતાં લોકોને આ પોસ્ટ મોકલવામાં આવતી હતી. આવી રીતે આ પોસ્ટ અન્ય લોકો પાસે જતી હતી. 15 દિવસ પહેલા જ આવી પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકવામાં આવી હતી.



    ફાર્મ હાઉસ બહારથી પોલીસે 39 લક્ઝરી કાર, 9 મોંઘી બાઇક પણ જપ્ત કરી છે. રેવ પાર્ટીમાં ધોરણ-10 અને ધોરણ-12માં અભ્યાસ કરતી અમુક છોકરીઓ પણ સામેલ હતી. વિદ્યાર્થીઓ ઉપરાંત જાણીતા બિઝનેસમેન પણ આ પાર્ટીમાં હાજર હતા.

    સૂત્રોના જણાવ્યા પ્રમાણે રેવ પાર્ટીમાં દરેક યુવક માટે એક ટેબલ બૂક કરવામાં આવતું હતું. આ ટેબલ પર એક છોકરીની ડ્યૂટી લગાવવામાં આવતી હતી. આ છોકરી તેને ખાવા-પીવાનું સર્વ કરતી હતી, એટલું જ નહીં સ્વીમિંગ પૂલમાં પણ તે તેનો સાથ આપતી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: New Delhi, Noida, Rave Party, Wine, ગુનો, ડ્રગ્સ, પોલીસ

    આગામી સમાચાર