Home /News /national-international /Afghanistan Crisis: 20 ગાડીઓ, અફઘાન ટ્રાન્સલેટર, એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સિસ્ટમ...કાબુલથી ભારતીયોને કાઢવાની Inside Story

Afghanistan Crisis: 20 ગાડીઓ, અફઘાન ટ્રાન્સલેટર, એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સિસ્ટમ...કાબુલથી ભારતીયોને કાઢવાની Inside Story

મંગળવારે ભારતીય વાયુસેના (Indian Air Force)નું પ્લેન દૂતાવાસના સ્ટાફને લઈ ભારત પહોંચ્યું હતું.

Kabul Inside Story: ભારતીય દૂતાવાસથી 20 ગાડીઓ અડધી રાત્રે કાબુલ એરપોર્ટમાં કેવી રીતે ઘૂસી? અજીત ડોભાલની શું હતું ભૂમિકા?

  નવી દિલ્હી. 15 ઓગસ્ટે જેવા તાલિબાની ફાઇટરો (Talibani Fighters) અફઘાનિસ્તાન (Afghanistan)ની રાજધાની કાબુલ (Kabul)માં ઘૂસ્યા, ચારે તરફ અફરાતફરી (Afghanistan Crisis) મચી ગઈ. હજારોની સંખ્યામાં ત્યાંથી અફઘાનિસ્તાનના નાગરિક અને બીજા દેશોના લોકો ભાગવાની પ્રયાસમાં એરપોર્ટ પહોંચવા લાગ્યા. આવી સ્થિતિમાં કાબુલ સ્થિત ભારતીય દૂતાવાસ (Indian Embassy, Kabul)માં પણ ડરનો માહોલ હતો. ભારત માટે પોતાના અધિકારીઓને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢવા સરળ નહોતા. જેથી ભારતને અમેરિકાની મદદ મળી. વિદેશ મંત્રાલયથી લઈને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ (NSA Ajit Doval), અમેરિકા સાથે સતત સંપર્કમાં હતા. બંને દેશ કાબુલમાં એક બીજા સાથે પળેપળની જાણકારી શૅર કરી રહ્યા હતા. નોંધનીય છે કે, મંગળવારે ભારતીય વાયુસેના (Indian Air Force)નું પ્લેન દૂતાવાસના સ્ટાફને લઈ ભારત પહોંચ્યું હતું.

  અંગ્રેજી અખબાર ‘ઈન્ડિયન એક્સપ્રેસે’ સૂત્રોના હવાલાથી દાવો કર્યો છે કે, વિદેશ મંત્રી એસ. જયશંકર (S. Jaishankar)એ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સાથે વાત કરી. ત્યારબાદ બંને પક્ષોના અધિકારીઓએ દૂતાવાસથી ભારતીય અધિકારીઓને બહાર કાઢવાનો પ્લાન તૈયાર કર્યો. આ મિશન પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને વિદેશ સચિવ હર્ષવર્દ્ધન શ્રૃંગલા સતત નજર રાખી રહ્યા હતા. આ ઉપરાંત જમીની સ્તર પર આ મિશનને અમલી કરવાની જવાબદારી વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ (પાકિસ્તાન-અફઘાનિસ્તાન-ઈરાન) જે. પી. સિંહ, અમેરિકામાં ભારતના રાજદૂત અતુલ કેશપ અને કેબિનેટ સચિવ પર હતી.

  દિલ્હી અને વોશિંગટન સતત સંપર્કમાં હતા

  અખબારના અહેવાલ મુજબ, બંને પક્ષોએ રિયલ ટાઇમના આધાર પર એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સિસ્ટમના માધ્યમથી સતત વાતચીત કરી. મૂળે, અતુલ કેશપ કાબુલ એરપોર્ટ પર અમેરિકાના બેઝ કમાન્ડરની સાથે સતત સંપર્કમાં હતા, જેથી ભારતીય કાફલાને અંદર જવા દેવામાં આવે. ભારતનો કાફલો રાત્રે કાબુલ એરપોર્ટના એ ગેટ પર પહોંચ્યો જ્યાં અમેરિકાનું ટેક્નીકલ સેક્શન હતું. ત્યાં લોકોની ભારે ભીડ હતી. બાદમાં ભારતના સ્ટાફને બીજા ગેટ તરફ આવવા માટે કહેવામાં આવ્યું. અહીંથી એરપોર્ટની એન્રી્ય સરળ અને સુરક્ષિત હતી. આ સમગ્ર પ્રક્રિય દરમિયાન દિલ્હી, કાબુલ અને વોશિંગટનની વચ્ચે સતત મેસેજ શૅર કરવામાં આવી રહ્યા હતા.

  આ પણ વાંચો, Afghanistan Crisis: અફઘાની મહિલા સૈનિકનું દર્દ છલકાયું, કહ્યું- Talibani રેપ કરશે અને અમને મારી નાંખશે

  અમેરિકાના બેઝ કમાન્ડરથી મંજૂરી લીધી

  થોડાક કલાકો રાહ જોયા બાદ ભારતીય કાફલાના સભ્યોને એક સ્પેશલ ગેટ પર મોકલવામાં આવ્યા. કેશપે અમેરિકાના બેઝ કમાન્ડરથી મંજૂરી લીધી અને પછી તેઓ એરપોર્ટ સુધી પહોંચવામાં સક્ષમ રહ્યા. આ એક જટિલ પ્રક્રિયા હતી. મૂળે, લગભગ 20 ગાડીઓને એક ગેટથી બીજા ટેકનીકલ ક્ષેત્રમાં ફરીથી મોકલવામાં આવી રહી હતી. ભારતીય વાયુ સેનાના પ્લેનની પાસે જ અમેરિકાએ અફઘાન ટ્રાન્સલેટરની વ્યવસ્થા કરી હતી, જેના કારણે ભારતીય લોકોને કોઈ પરેશાનીનો સામનો ન કરવો પડે.

  આ પણ વાંચો, Who is Amrullah Saleh: અમરૂલ્લાહ સાલેહ Talibanના નિશાના પર રહ્યા, હવે પોતાને અફઘાનોના Caretaker ઘોષિત કર્યા

  અમેરિકાના કર્યા વખાણ

  સૂત્રો મુજબ, અમેરિકાની સરકારનો સહયોગ આ મિશનમાં ખૂબ જરૂરી હતો. આ બંને દેશોની વચ્ચે ઘનિષ્ઠ રાજનીતિક ભાગીદારીનું એક મોટું ઉદાહરણ છે. સૂત્રો મુજબ, એસ. જયશંકર અને બ્લિંકનની વચ્ચે થયેલી વાતચીતે લોકોને બહાર કાઢવામાં મદદ કરી અને કાબુલમાં તૈનાત ભારતીય વાયુસેનાના પ્લેનને મંગળવાર વહેલી સવારે જ ઉડાન ભરવાની મંજૂરી આપી. જયશંકરે આ સંબંધમાં અમેરિકાએ કરેલા પ્રયાસોના વખાણ કર્યા.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Indian Air Force, અજીત ડોવાલ, અફઘાનિસ્તાન, અમેરિકા, કાબુલ, તાલિબાન, ભારત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन