PM મોદીનું રાજીવ ગાંધી પર નિશાન : 'ગાંધી પરિવાર માટે ખાનગી ટેક્સી હતું INS વિરાટ'

PM મોદીનું રાજીવ ગાંધી પર નિશાન : 'ગાંધી પરિવાર માટે ખાનગી ટેક્સી હતું INS વિરાટ'
હરિયાણાની એક રેલીમાં પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યુ, -"આ વાત ત્યારની છે જ્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા અને એ દિવસોમાં રજા માણવા માટે નીકળ્યા હતા.'

  • Share this:
    નવી દિલ્હી : 'શું તમે સાંભળ્યું છે કે કોઈ પોતાના પરિવાર સાથે યુદ્ધ જહાજમાં રજા મનાવવા જાય? તમને ભલે આ સવાલ પરેશાન કરે પરંતુ અહીં પરેશાન થવા જેવી કોઈ વાત નથી. આવુ થયું છે અને આપણા દેશમાં જ થયું છે. કોંગ્રેસના સૌથી મોટા પરિવારે દેશની શાન ગણાતા INS વિરાટનો પોતાની વ્યક્તિગત ટેક્સીની જેમ ઉપયોગ કર્યો છે. આ સેનાનું અપમાન છે.' આ વાત વડાપ્રધાન મોદીએ બુધવારે દેશની રાજધાની નવી દિલ્હી સ્થિત રામલીલા મેદાનમાં કરી હતી.

    વડાપ્રધાન મોદીએ રેલી દરમિયાન કોંગ્રેસ પર જોરદાર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું, 'દેશનું રક્ષણ કરનારા લોકોને પોતાની જાગીર કોણ સમજે છે. હું આજે દિલ્હીની જમીન પર એ લોકોની આંખમાં આંખ પરોવીને અને દિલ્હીના લોકોને એક રાજવંશ વિશે જણાવવા માંગું છું.'



    ધોરણ-12 સાયન્સનું પરિણામ અહીં જાણો :



    પીએમ મોદીએ કહ્યુ, -"આ વાત ત્યારની છે જ્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા અને એ દિવસોમાં રજા માણવા માટે નીકળ્યા હતા. INS વિરાટ એ વખતે સમુદ્રમાં દેશની સુરક્ષામાં તહેનાત હતું. પરંતુ તેને રજા માણવા માટે આવી રહેલા ગાંધી પરિવારને લેવા માટે મોકલી દેવામાં આવ્યું હતું. એક આખા જૂથને લઈને INS વિરાટ એક ટાપુ પર રોકાયું હતું. રાજીવ સાથે રજા માણનારા લોકોમાં તેમના સાસરી પક્ષના લોકો પણ હતા."

    વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, 'શું વિદેશીઓને ભારતના યુદ્ધ જહાજ પર સાથે લઈ જઈને દેશની સુરક્ષા સાથે છેડછાડ નથી કરવામાં આવી? અથવા તો એટલા માટે તેમને યુદ્ધ જહાજ પર લઈ જવાયા હતા કારણ કે તેઓ રાજીવ ગાંધીના સાસરી પક્ષના લોકો હતા અને ઇટાલીથી આવ્યા હતા. આ માટે તેમને આ પ્રકારની છૂટ મળી ગઈ હતી. ગાંધી પરિવાર જે ટાપુ પર ગયો હતો ત્યાં કોઈ સુવિધા ન હતી, આથી તેની આગતા સ્વાગતાથી લઈને બીજી તૈયારીઓ પણ સરકાર અને નેવીના જવાનોએ કરી હતી.'

    વડાપ્રધાને દાવો કર્યો કે 'એક ખાસ વિમાન દિવસ અને રાત તેમની સેવામાં લાગ્યું હતું. આખું તંત્ર આ લોકોના મનોરંજન માટે કામ કરતું રહ્યું હતું. જ્યારે એક પરિવાર જ સર્વોચ્ચ થઈ જાય છે ત્યારે દેશની સુરક્ષા દાવ પર લાગી જાય છે. જ્યારે એક પરિવાર જ સર્વેસર્વા થાય છે ત્યારે સામાન્ય લોકોની સુરક્ષાની ચિંતા નથી રહેતી.'
    Published by:News18 Gujarati
    First published:May 09, 2019, 07:24 am

    ટૉપ ન્યૂઝ