Home /News /national-international /INS Vikrant vs INS Vikramaditya: ભારતીય નૌકાદળના બે સમુદ્રી યોદ્ધા; એકબીજાથી કેટલા અલગ, કેટલા સમાન?

INS Vikrant vs INS Vikramaditya: ભારતીય નૌકાદળના બે સમુદ્રી યોદ્ધા; એકબીજાથી કેટલા અલગ, કેટલા સમાન?

INS વિક્રાંત અને INS વિક્રમાદિત્ય વચ્ચેનો તફાવત શું છે જાણો - ફાઇલ તસવીર

INS Vikrant vs INS Vikramaditya : આઈએનએસ વિક્રાંત ભારતનું પહેલું સ્વદેશી વિમાનવાહક જહાજ છે, જેની ડિઝાઈનતી લઈને નિર્માણ સુધીની બધી જ કામગીરી દેશમાં થઈ છે. INS વિક્રાંતનું નામ ભારતના પહેલા વિમાનવાહક જહાજનાં નામ પરથી રાખવામાં આવ્યું છે, જેણે પાકિસ્તાન સાથેની 1971ના યુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. આઈએનએસ વિક્રમાદિત્ય 2013માં ભારત દ્વારા રશિયા પાસેથી ખરીદેલું એક કીવ-શ્રેણીનું એરક્રાફ્ટ કેરિયર છે અને જેનું નામ મહાન સમ્રાટ વિક્રમાદિત્યના સન્માનમાં રાખવામાં આવ્યું હતું.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ ભારતે શુક્રવારે સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંતને 17 વર્ષના નિર્માણ અને પરીક્ષણ પછી ઔપચારિક રીતે નૌકાદળમાં સામેલ કર્યું છે. આઈએનએસ વિક્રાંત ભારતના સમુદ્રી ઈતિહાસમાં બનાવવામાં આવેલું સૌથી મોટું જહાજ છે અને તેમાં આધુનિક ઓટોમેશન સુવિધાઓ છે. તેને કોચીન શિપયાર્ડ લિમિટેડે 20,000 કરોડ રૂપિયાના ખર્ચથી બનાવ્યું છે. INS વિક્રાંતના નિર્માણની સાથે ભારત અમેરિકા, બ્રિટેન, રશિયા, ચીન અને ફ્રાંસ જેવા દેશોના એક પસંદગીના જૂથમાં જોડાઈ ગયું છે. તેમના પાસે સ્વદેશી વિમાનવાહક જહાજ બનાવવાની વિશિષ્ટ ક્ષમતા છે. આઈએનએસ વિક્રાંતની કમિશનિંગની સાથે ભારત પાસે હવે પોતાની સમુદ્રી સુરક્ષા મજબૂત કરવા માટે 2 વિમાનવાહક જહાજ હાજર છે, બીજું INS વિક્રમાદિત્ય છે. આવો એ વાત પર નજર કરીએ કે આ બંને યુદ્ધ જહાજો એકબીજાથી કઈ રીતે અલગ છે અને તેમનામાં કઈ-કઈ સમાનતાઓ છે.

  બંને યુદ્ધ જહાજો કઈ રીતે અસ્તિત્વમાં આવ્યા


  આઈએનએસ વિક્રાંત ભારતનું પહેલું સ્વદેશી વિમાનવાહક જહાજ છે, જેની ડિઝાઈનતી લઈને નિર્માણ સુધીની બધી જ કામગીરી દેશમાં થઈ છે. કોચીન શિપયાર્ડ લિમિટેડે 20,000 કરોડના ખર્ચે તે બનાવ્યું છે. આ પ્રકારના બે યુદ્ધ જહાજોનું નિર્માણ માટે આઈએનએસ વિક્રાંતે ભારતને ઘરેલું ક્ષમતાવાળા દેશોની યાદીમાં પહોંચાડી દીધું છે. વિમાનવાહક જહાજને ભારતના મુખ્ય ઔદ્યોગિક ગૃહો સાથે 100થી વધારે એમએસએમઈ દ્વારા સપ્લાય કરવામાં આવેલા સ્વદેશી ઉપકરણો અને મશીનરીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યાં છે.

  આ પણ વાંચોઃ દેશના પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંતની  ખાસિયતો

  પહેલા વિમાનવાહક જહાજના નામ પરથી ‘વિક્રાંત’ નામ આપ્યું


  ભારતીય નૌકાદળના આ હાઉસ સંગઠન, વોરશિપ ડિઝાઈન બ્યુરો (WDB) દ્વારા ડિઝાઈન કરાયેલા અને જાહેર ક્ષેત્રા ઉપક્રમ કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા નિર્મિત INS વિક્રાંતનું નામ ભારતના પહેલા વિમાનવાહક જહાજનાં નામ પરથી રાખવામાં આવ્યું છે, જેણે પાકિસ્તાન સાથેની 1971ના યુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. ‘વિક્રાંત’ નામનો અર્થ છે વિજય અને વીર.

  2013માં વિક્રમાદિત્ય રશિયા પાસેથી ખરીદ્યું


  આઈએનએસ વિક્રમાદિત્ય 2013માં ભારત દ્વારા રશિયા પાસેથી ખરીદવામાં આવેલું એક કીવ-શ્રેણીનું એરક્રાફ્ટ કેરિયર છે અને જેનું નામ મહાન સમ્રાટ વિક્રમાદિત્યના સન્માનમાં રાખવામાં આવ્યુ હતું. મૂળ બાકુ નામ હેઠળ બનાવવામાં આવ્યું હતું અને 1987માં કમિશન કરાયું હતું. આ એરક્રાફ્ટ કેરિયર 1996માં સેવા નિવૃત થયાની પહેલા સોવિયેત સંઘ અને રશિયા નોકાદળમાં કાર્યરત હતું. કેમ કે, આને સંચાલિત કરવું બહુ જ ખર્ચાળ હતું, તેથી રશિયાના નૌકાદળે તેને નિવૃત કરી દીધું.

  આ પણ વાંચોઃ મોદીએ નૌસેનાને દેશનું પહેલું સ્વદેશી જહાજ ‘INS વિક્રાંત’ સમર્પિત કર્યુ

  2004માં ડીલ પર હસ્તાક્ષર થયાં, 2013માં ભારત આવ્યું


  ગત એનડીએ શાસન વખતે 2004માં આ એરક્રાફ્ટ કેરિયર માટેની ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તે 16 નવેમ્બર, 2013ના રોજ ભારતીય નૌકાદળમાં સામેલ થયું હતું. રશિયાના તત્કાલિન મંત્રી એકે એન્ટની દ્વારા કમિશન કરવામાં આવ્યું હતું. ઉત્તરીય આર્કિટેકના સેવરોડવિન્સ્ક બંદર પર સેવમાશ શિપયાર્ડમાં કમિંશનિંગ વખતે જહાજ પરથી રશિયાના તિરંગાને હટાવવામાં આવ્યો અને તેની જગ્યાએ ભારતીય નૌકાદળનો તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. એરક્રાફ્ટ કેરિયરને યુદ્ધ જહાજોના સમૂહ દ્વારા અરબી સમુદ્રના કિનારે તેના કારવાર ખાતેના બેઝ પર લઈ જવામાં આવ્યું હતું. રશિયાથી નીકળીને લગભગ બે મહિનાની સફર બાદ આ યુદ્ધજહાજ ભારત પહોંચ્યું હતું.

  બંને યુદ્ધ જહાજોના કદ અને ગતિ


  262 મીટર લાંબુ, 62 મીટર પહોળું આઈએનએસ વિક્રાંત સંપૂર્ણ રીતે લોડ હોય તો લગભગ 43,000 ટન વજનનું પરિવહન કરી શકે છે. આ યુદ્ધ જહાજ વધુમાં વધુ 7500 સમુદ્રી માઈલના એન્ડ્યોરેન્સ સાથે 28 સમુદ્રી માઈલની ડિઝાઈન ગતિ રાખી શકે છે. આઈએનએસ વિક્રમાદિત્ય સંપૂર્ણ રીતે લોડ હોય તો 44,500 ટન વજનનું પરિવહન કરી શકે છે. તેની લંબાઈ 284 મીટર અને પહોળાઈ 60 મીટર છે. તેનું ડેક ત્રણ ફૂટબોલ મેદાનો જેટલું છે. યુદ્ધ જહાજ 7,000 દરિયાઈ માઈલ (13000) કિ.મીથી વધારે મર્યાદા સુધી સંચાલન માટે સક્ષમ છે. પૂરેપૂરી તૈયારી સાથે આ યુદ્ધ જહાજ લગભગ 45 દિવસ સુધી સમુદ્રમાં રહેવા માટે સક્ષમ છે. આઈએનએસ વિક્રમાદિત્ય 30 દરિયાઈ માઈલથી વધારે ડિઝાઈન ગતિ રાખે છે. બંને યુદ્ધ જહાજોની ક્રોસિંગ સ્પીડ 18 નોટ્સ છે.
  Published by:Vivek Chudasma
  First published:

  Tags: Indian Navy, Navy, ભારત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन