હૃદયદ્રાવક ઘટના! માથું પટકીને રડતી રહી માસૂમ પુત્રી, ફટાકડા વેચરનાર પિતાને લઈ ગઈ પોલીસ, Video Viral

વાયરલ વીડિયો પરની તસવીર

સીએમ યોગીના આદેશ બાદ પોલીસે દુકાનદારને છોડી દીધો હતો. ત્યારબાદ ફટાકડાના વેપારીના ઘરે ઉચ્ચ અધિકારીના હાથે મીઠાઈ મોકલાવી હતી.

 • Share this:
  બુલંદશહેરઃ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બુલંદશહેરમાં ખુર્જા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રતિબંધ હોવા છતાં ફટાકડાના એક વેપારીની (cracker trader) દુકાન ઉપર પોલીસે છાપો માર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા (social media) ઉપર ખૂબજ વાયરલ (video viral) થઈ રહ્યો છે. જેમાં પોલીસ ફટાકડાના વેપારી સાથે હાથચાલાકી કરહીને તેને લઈ જતી દેખાય છે. જ્યારે વેપારીની નાની માસૂમ પુત્રી પોલીસની ગાડી આગળ રડતી રડતી આજીજી કરીને પોતાના પિતાનો છાડવા માટે માથું પટકાવતી દેખાઈ રહી છે.

  ઘટનાનો વીડિયો જોઈને લોકો ગુસ્સે ભરાયા હતા. લોકોએ વીડિયો શેર કરતા સરકાર ઉપર હુમલો કર્યો હતો. તેઓ સરકાર ઉપર આરોપ લગાવી રહ્યા છે. પહેલા ફટાકડાના લાઇસન્સ ઈસ્યૂ કર્યા હતા. ત્યારબા વેપારીઓએ પોતાની જમા પૂંજી લગાવીને ફટાકડાની દુકાન કર્યા બાદ વેચાણ ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો.

  સીએમ યોગીના આદેશ ઉપર બાળકીના પિતાને છોડવામાં આવ્યો
  આ મામલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતે રસ દાખવ્યો હતો. સીએમ યોગીના આદેશ બાદ પોલીસે દુકાનદારને છોડી દીધો હતો.

  આ પણ વાંચોઃ-ડોક્ટરોની ગંભીર બેદરકારી! ઓપરેશન બાદ ગર્ભવતી મહિલાનું મોત, અંતિમસંસ્કાર બાદ અસ્થી ભેગી કરતા સમયે રાખમાંથી મળી કાતર

  આ પણ વાંચોઃ-Diwaliની સાફાઈ કરતા સમયે મહિલાએ ત્રણ લાખના સોનાના દાગીના ભરેલુ પર્સ કચરા ગાડીમાં નાખ્યું, કચરાના પહાડમાંથી કેવી રીતે મળ્યું પાછું?

  ત્યારબાદ ફટાકડાના વેપારીના ઘરે ઉચ્ચ અધિકારીના હાથે મીઠાઈ મોકલાવી હતી. તેમણે આરોપી પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. ત્યારબાદ એસએસપીએ ઘટના મુદ્દે પોલીસ કર્મચારીઓને હાજર કર્યા હતા.  પરિવાર સાથે વહેચી મીઠાઈ અને ફટાકડા
  પોલીસ પોતાના પિતાને પકડીને લઈને જતી હતી ત્યારે તેની પુત્રી પોલીસ વાહન ઉપર માથું પટકી રહી હતી. પરંતુ પોલીસે તેનું કહ્યું ન માની અને તેના પિતાને કસ્ટડીમાં લીધો હતો. ઘનટાનો વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો. શનિવારે મોડી રાત્રે બુલંદશહેર પોલીસે ફટાકડાના વેપારી અને બાળકીને મીઠાઈ વહેંચીને ધનતેરસ મનાવી હતી.  અનુવિભાગીય દંડાધિકારીએ કહ્યું કે અમે નથી ઈચ્છતા કે બાળકીના મનમાં પોલીસ પ્રત્યે આક્રોશની ભાવના ઊભી થાય. એટલા માટે અને તેની સાથે દિવાળી મનાવી હતી. અમે એ સંદેશ આપવા માંગીએ છીએ કે દિવાળી માત્ર ફટાકડા ફોડવાથી જ નથી હોતી. પરંતુ પરિવાર સાથે મળીને પણ મનાવી શકાય છે.
  Published by:ankit patel
  First published: