Home /News /national-international /

હરિયાણામાં INLDએ કાર્યકરોને કપ-રકાબીમાં ચા પીવાની મનાઈ કરી!

હરિયાણામાં INLDએ કાર્યકરોને કપ-રકાબીમાં ચા પીવાની મનાઈ કરી!

પ્રતિકાત્મક તસવીર

હરિયાણાની જનનાયક જનતા પાર્ટીનું ચૂંટણી ચિન્હ કપ રકાબી છે જેના કારણે વિરોધ પક્ષે આ મનાઈ ફરમાવી હોવાનો દાવો

    ન્યૂઝ 18 ગુજરાતી : હરિયાણાના પક્ષ રાષ્ટ્રીય લોકદળ દ્વારા પોતાના કાર્યકરોને કપ રકાબીમાં ચા પીવાની મનાઈ ફરમાવતા જનનાયક જનતા પાર્ટીના સાંસદ દુષ્યંત ચૌટાલાએ ઉધડો લીધો હતો. કપ રકાબી રાષ્ટ્રીય લોક દળની વિરોધી પાર્ટી જનનાયક જનતા પાર્ટીનું ચૂંટણી ચિન્હ છે, જેના ઉમેદવાર દિગ્વીજય ચૌટાલા છે.
    હરિયાણાની જીંદ બેઠક પર યોજાઈ રહેલી પેટા ચૂંટણી વખતે સામે આવેલી આ ઘટના હાલમાં ચર્ચાનો વિષય બની છે.

    હિંદુસ્તાન ટાઇમ્સને આપેલા નિવેદન મુજબ દુષ્યંત ચૌટાલાએ કહ્યું, “રાષ્ટ્રીય લોક દળ દ્વારા કપ રકાબીમાં ચા પીવાનો પ્રતિબંધ મૂકતા કાર્યકર્તાઓ ગ્લાસમાં ચા પીવા મજબુર બન્યા છે. તેઓ અમારાથી એટલા ગભરાઈ ગયા છે કે તેમણે જુઠ્ઠાણાઓ ફેલાવાની શરૂઆત કરી દીધી છે.” હરિયાણાના જીંદમાં રાજ્યના પૂર્વ મંત્રી પ્રેમાનંદના દીકરા ધરમપાલ તંવરનું જનનાયક જનતા પાર્ટીમાં સ્વાગત કરતા તેમણે આ નિવેદન આપ્યું હતું.

    દુષ્યંત ચૌટાલા જનનાયક જનતા પાર્ટીના કન્વીનર છે. તેમણે વધુમાં જણાવ્યું કે ચૂંટણીમાં સૌથી મોટો પડકાર સત્તાધારી પક્ષ ભાજપને છે. રાજ્યના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરને બે દિવસ એક જ મતક્ષેત્રમાં રોકાવું પડે તે સાબિત કરે છે કે ભાજપની સ્થિતિ કફોડી છે.

    આ તકે કોંગ્રેસનો પણ ઉધડો લેતા દુષ્યંત ચૌટાલાએ જણાવ્યું હતું કે ચાઇનીઝ રોશનીની જેમ કોંગ્રેસના નેતા પણ 15 દિવસ માટે આવીને જતા રહ્યાં છે. જેવી રીતે તહેવારોમાં 15 દિવસ માટે ચાઇનીઝ લાઇટની રોશની જોવા મળે છે તેવી રીતે રણદિપ સુરજેવાલા પણ ચાઇનીઝ રોશનીની જેમ 15 દિવસ માટે આવીને જતા રહ્યાં હતા.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Politcs, હરિયાણા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन