ચેતવણીરૂપ કિસ્સોઃ જન્મ બાદ ઈન્જેક્શન લગાવવાથી બાળકનો હાથ કાળો પડી ગયો, હાથ કાપવાનો વારો આવ્યો

News18 Gujarati
Updated: September 10, 2020, 5:25 PM IST
ચેતવણીરૂપ કિસ્સોઃ જન્મ બાદ ઈન્જેક્શન લગાવવાથી બાળકનો હાથ કાળો પડી ગયો, હાથ કાપવાનો વારો આવ્યો
બાળકની તસવીર

આ બાળકનો જન્મ 24 ઓગસ્ટે થયો હતો. જન્મ બાદ તરત જ બાળકની સારવાર માટે બાળકના હાથ પર કોઈ ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું.

  • Share this:
વિદિશાઃ જન્મ બાદ એક નવજાત બાળકને ઈન્જેક્શન લગાવવાથી તેને તાવ આવ્યો હતો. અને થોડા દિવસો બાદ પરિવારજનોએ બાળકને (Newborn baby) જોયું તો તેનો હાથ કાળો પડી ગયો હતો. આ અંગે માનવામાં આવી રહ્યું છે કે એક્સપાયર્ડ ઈન્જેક્શન (Expired injection) લગાવવાના કારણે બાળકના હાથમાં ઝેર ફેલાઈ ગયું હતું. જેના કારણે બાળકનો હાથ કાળો પડી ગયો હતો. આ ઘટના મધ્ય પ્રદેશના (Madhya Pradesh) વિદિશા જિલ્લાની છે.

મળતી માહિતી પ્રમાણે વિદિશાની જિલ્લા હોસ્પિટલમાં આ બાળકનો જન્મ થયો હતો. આ બાળકનો જન્મ 24 ઓગસ્ટે થયો હતો. જન્મ બાદ તરત જ બાળકની સારવાર માટે બાળકના હાથ પર કોઈ ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. આ ઈન્જેક્શન લગાવ્યા બાદ બાળકનો હાથ કાળો પડવા લાગ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલના સ્ટાફે આ બાળકને એનઆઈસીયુમાં દાખલ કરી દીધો હતો.

આ અંગે ગ્યારસપુરના લોહર્રા ગામના રહેનારા મનોજ સેને જણાવ્યું કે તેમની પત્ની મિથલેશને 24 ઓગસ્ટે એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. જન્મ બાદ બાળકને કોઈ ઈન્જેક્શન લગાવ્યો તો તેને તાવ આવ્યો હતો. તેને એનઆઈસીયુ વોર્ડમાં દાખલ કરી દીધો હતો.

આ પણ વાંચોઃ-coronaના કારણે રોજગાર છીનવાયો, નવવિવાહિત યુગલે ફાંસો ખાઈને કરી આત્મહત્યા, મહિના પહેલા થયા હતા લગ્ન

પરિવારજનોએ વારંવાર પૂછવા છતાં પણ આ બાળકને બતાવ્યું ન હતું. 5-7 દિવસ પસાર થયા બાદ પરિવારજનોએ ફરીથી દબાણ કર્યું તેમણે જણાવ્યું કે બાળકનો ભોપાલની કમલા નેહરુ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ-ડ્રાઈવરે એવી ખતરનાક જગ્યાએ પાર્ક કરી કાર, આસાનીથી કાઢી પણ લીધી, Video જોઈને માથું ખંજવાળતા રહી જશોબાળકની જાણકારી મળતા જ પરિવારજનો તાત્કાલિક રીતે ભોપાલ પહોંચ્યા હતા. જ્યાં બાળક આઈસીયુમાં દાખલ હતું. પરિવારજનોએ બાળકડો ડાબો હાથ જોયો તો તે કાળો પડી ગયો હતો.

આ પણ વાંચોઃ-સુરતનો શરમજનક કિસ્સો! ગર્ભવતી યુવતીનો HIV રિપોર્ટ પોઝિટિવ આવતા સાસરીઆઓ ઘરમાંથી કાઢી મુકી

ડોક્ટરોએ પરિવારને જણાવ્યું કે હાથમાં ગંભીર સંક્રમણ થયું છે હવે આ બાળકનો હાથ ઓપરેશન કરીને કાપવો પડશે. માનવામાં આવી રહ્યું છે કે બાળકને એક્સપાયર્ડ ઈન્જેક્શન લગાવવાથી બાળકના હાથમાં ઝેર ફેલાયું હતું. જોકે, સત્તાવાર રીતે ડોક્ટરો કંઈ જ કહેવા માટે તૈયાર નથી.


ઉલ્લેખનીય છેકે ડોક્ટરોની બેદરકારીના કિસ્સાઓ અનેક વખત સામે આવતા રહે છે. ડોક્ટરો કે નર્સની ભૂલના કારણે લોકોના મોત પણ થતા હોવાના કિસ્સાઓ છાસવારે બનતા રહે છે. જોકે, આવા બેદકાર લોકો સામે તંત્ર એક્સમાં આવે એ જરૂરી બની જાય છે. જો આવા ડોક્ટરો કે અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય તો તંત્ર સુધારા પણ આવી શકે.
Published by: ankit patel
First published: September 10, 2020, 4:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading