ઉલટીગંગા : લગ્નની ના પાડતા યુવતીએ પ્રેમીના મોઢા પર એસિડ ફેંક્યો

News18 Gujarati
Updated: June 17, 2019, 10:10 AM IST
ઉલટીગંગા : લગ્નની ના પાડતા યુવતીએ પ્રેમીના મોઢા પર એસિડ ફેંક્યો
આરોપી યુવતીએ યુવક પર એસિડ ફેંકવાનું પ્લાનિંગ કર્યું હતું. (Photo-News18)

યુવતીએ વિચાર્યું બોયફ્રેન્ડ મારો નહીં તો કોઈનો નહીં, એસિડ ખરીદીને કર્યું પ્લાનિંગ

  • Share this:
(આનંદ તિવારી)

આમ તો સામાન્ય રીતે મહિલાઓ પર એસિડ અટેકના મામલાઓ સામે આવે છે, પરંતુ દિલ્હીના વિકાસપુરી વિસ્તારમાં એક યુવતીએ પોતાના બોયફ્રેન્ડના ચહેરા પર એટલા માટે એસિડ ફેંક્યો કારણ કે તે લગ્ન કરવાથી ઇનકાર કરી રહ્યો હતો. ખાસ વાત એ છે કે યુવતી ઘટનાના સમયે પોતાના બોયફ્રેન્ડની સાથે બાઇક પર સવાર હતી.

પોલીસ મુજબ, 11 જૂને તેમને પીસીઆર કોલ મળ્યો કે વિકાસપુરી વિસ્તારમાં એક યુવતી અને યુવક પર કોઈએ એસિડ ફેંકી દીધો છે. પોલીસ જ્યારે ઘટનાસ્થળે અને બાદમાં હોસ્પિટલ પહોંચી તો જાણ્યું કે યુવતીના હાથ પર ખૂબ ઓછો એસિડ પડ્યો હતો, જ્યારે બોયફ્રેન્ડનો ચહેરા, ગરદન અને છાતી એસિડના કારણે દાઝી ગયા હતા.

પહેલા આપ્યું હતું આ નિવેદન

પૂછપરછમાં યુવક-યુવતી બંનેએ પોલીસને જણાવ્યું કે ચાલતી બાઇક પર કોઈએ એસિડ ફેંકી દીધો છે. અનેક દિવસની તપાસ બાદ પણ પોલીસ, એસિડ અટેક કરનારાને શોધવામાં અસફરળ રહી હતી. ત્યારબાદ પોલીસે પીડિત યુવક પાસે ફરી પહોંચી તેનું નિવેદન લીધું. જ્યારે યુવકે પૂછપરછમાં જણાવ્યું કે ઘટના પહેલા તેની ગર્લફ્રેન્ડે તેને એવું કહેતા હેલ્મેટ ઉતારવા માટે કહ્યું હતું કે તેને સરખી રીતે અડી નથી શકતી. ત્યારબાદ પોલીસે યુવતી સાથે ફરી કડકાઈથી પૂછપરછ કરી તો યુવતીએ પોતાનો ગુનો કબૂલી લીધો.

યુવતીએ પોલીસને કહ્યું-યુવતીએ જણાવ્યું કે, યુવકને છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ કરતી હતી પરંતુ લગ્ન કરવાને લઈ સતત યુવક આનાકાની કરી રહ્યો હતો. જ્યારે યુવતીએ નક્કી કર્યું કે તે મારો નહીં તો કોઈનો નહીં. ત્યારબાદ તેણે બજારથી એસિડ ખરીદીને પોતાના પર્સમાં રાખ્યું અને પ્લાનિંગ હેઠળ બોયફ્રેન્ડ પર એસિડ ફેંકી દીધું. આરોપી યુવતી બીએ કરી રહી છે. હાલ તેને કસ્ટડીમાં મોકલવામાં આવી છે.

આ પણ વાંચો, કેરળ : ટ્રાફિક પોલીસકર્મીએ મહિલા પોલીસ અધિકારીને જીવતી સળગાવી, મોત

આ પણ વાંચો, MP: BJP નેતાની હત્યા કરી લાશ રેતીમાં દાટી, ઉપર લખ્યું 'THE END'
First published: June 17, 2019, 9:12 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading