Sela Tunnelથી થશે સુરક્ષામાં વધારો, આગામી વર્ષે પૂર્ણ થઈ જશે ટનલનું કામ

પ્રતિકાત્મક તસવીર

Sela tunnel: સેલા પાસ નીચે 4,200 મીટર નીચે ટનલ (Infrastructure of Sela tunnel) બની રહી છે, જેનાથી કોઈપણ ઋતુમાં ત્વાંગ, અરુણાચલ પ્રદેશનો (Arunachal Pradesh) સંપર્ક થઈ શકશે.

  • Share this:
    સેલા ટનલના (Sela Tunnel) નિર્માણનું કાર્ય પૂર્ણ થવાની તૈયારીમાં છે. સેલા ટનલનું નિર્માણ થયા બાદ 13,000 ફૂટની ઉંચાઈ પર દુનિયાની સૌથી લાંબી બાઈ લેન રોડ ટનલ (longest Bai Lane road tunnel in the world) બની જશે. સેલા પાસ નીચે 4,200 મીટર નીચે ટનલ બની રહી છે, જેનાથી કોઈપણ ઋતુમાં ત્વાંગ, અરુણાચલ પ્રદેશનો (Arunachal Pradesh) સંપર્ક થઈ શકશે. આ ટનલની મદદથી પૂર્વોત્તર વિસ્તારમાં કનેક્ટિવિટીમાં વધારો થશે.

    સેલા ટનલનું મહત્વ
    PTIના રિપોર્ટ અનુસાર, આ ટનલની મદદથી ત્વાંગથી ચીન સીમા સુધીના અંતરમાં 10 કિમીનો ઘટાડો થઈ શકે છે. આ ટનલ આસામના તેજપુર અને ત્વાંગમાં સેનાના 4 કોર્પ્સ હેડક્વાર્ટર વચ્ચેની યાત્રા સમયમાં ઓછામાં ઓછા એક કલાકનો ઘટાડો કરશે.

    આ કારણોસર ચીનની સીમા સાથે જોડાયેલ તવાંગ જિલ્લામાં સૈનિકો સરળતાથી અવરજવર કરી શકે છે. આ ટનલની મદદથી કોઈપણ ઋતુમાં નેશનલ હાઈવે 13 અને બોમડિલા તથા ત્વાંગ વચ્ચે 171 કિમીનું અંતર કાપી શકાશે.

    ટનલનું બાંધકામ
    પૂર્વ કેન્દ્રિય નાણામંત્રી અરુણ જેટલીએ 2018-19ના બજેટમાં 13,700 ફૂટની ઉંચાઈ પર સ્થિત સેલા પાસના માધ્યમથી એક ટનલ બનાવવાની યોજનાની જાહેરાત કરી હતી. જેનાથી ત્વાંગમાં સૈનિકો અવરજવર કરી શકશે.

    9 ફેબ્રુઆરી 2019ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેલા ટનલનો શિલાન્યાસ કર્યો હતો. PIB રિપોર્ટ અનુસાર સેલા ટનલનું નિર્માણ 1 એપ્રિલ, 2019ના રોજ શરૂ થયું હતું, પહેલો વિસ્ફોટ 31 ઓક્ટોબર 2019ના રોજ થયો હતો.

    રિપોર્ટ અનુસાર સેલા ટનલનું કામકાજ ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે. 22 જુલાઈ 2021ના રોજ 1,555 મીટર ટનલની એસ્કેપ ટ્યૂબ તોડી પડાઈ હતી. COVID-19 ના મહામારીના સમયમાં અને યોગ્ય વાતાવરણ ન હોવા છતાં, 6-10 મહિનામાં ટનલના કામકાજમાં વધારો થયો છે.

    બુધવારે મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રક્ષામંત્રી રાજનાથ સિંહ અરુણાચલ પ્રદેશમાં સેલા ટનલના અંતિમ વિસ્ફોટનું સંચાલન કરશે. સૂત્રો અનુસાર સેલા ટનલનું નિર્માણ કાર્ય જૂન 2022 સુધીમાં પૂર્ણ થઈ શકે છે.

    નોર્થ ઈસ્ટ એક્સેસિબલ
    લેટેસ્ટ ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ મેથડ (NATM)નો ઉપયોગ કરીને સ્નો લાઈનથી ખૂબ જ નીચે આ ટનલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ટનલ કોઈપણ ઋતુમાં અવરજવર સરળ બનાવે છે.

    આ પણ વાંચોઃ-પંચમહાલઃ મહિલા TDO અને ત્રણ કર્મચારીઓ ACBની ટ્રેપમાં ઝડપાયા, 'મલાઈ' ખાવાની લાલચ ભારે પડી

    સેલા ટનલના માધ્યમથી ત્વાંગવાસી સરળતાથી અવર જવર કરી શકશે. તે લોકો માટે આ ટનલ વરદાનરૂપ સાબિત થશે. સેલા ટનલની મદદથી યાત્રાનો સમય ઓછો થઈ જશે અને સેલા પાસમાં ઝડપથી અવરજવર થઈ શકશે. આ ટનલ માત્ર અરુણાચલપ્રદેશ માટે નહીં, પરંતુ ઉત્તર-પૂર્વના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને કનેક્ટિવિટીમાં વધારો થશે.

    આ પણ વાંચોઃ-વલસાડઃ નદી વાટે દારૂ ઘૂસાડવા જતા હતા બૂટલેગરો, પોલીસ ત્રાટતા દારૂ છોડી નદીમાં કૂદી ફરાર, નવો આઇડિયા ફેઈલ

    DG BRO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ચૌધરીએ ANI ને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ‘આ ટનલની મદદથી સુરક્ષામાં વધારો થશે અને સાથે સાથે દૂરના વિસ્તારોને પણ જોડશે. જેના કારણે પશ્ચિમ અરુણાચલના લોકો અવર જવર કરી શકશે. જેનાથી ટુરિઝમમાં વધારો થશે અને અર્થવ્યવસ્થામાં સુધારો થશે. આ ટનલનું કામ જૂન/જુલાઈ અથવા ઓગસ્ટમાં પૂર્ણ થઈ શકે છે.’
    Published by:ankit patel
    First published: