મનોરંજન ચેનલ પર ચૂંટણી પરિણામ બતાવવા પર પ્રતિબંધ

News18 Gujarati
Updated: May 22, 2019, 9:11 PM IST
મનોરંજન ચેનલ પર ચૂંટણી પરિણામ બતાવવા પર પ્રતિબંધ

  • Share this:
સૂચના તથા પ્રસારણ મંત્રાલયે તમામ પ્રાઇવેટ ટીવી સેટેલાઇટ ચેનલને કાર્યક્રમો અંગે એક પત્ર જાહેર કર્યો છે. જેમાં ન્યૂઝ અને નોન ન્યૂઝ ચેનલો માટે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે કઇ ન્યૂઝ ચેનલ છે અને કઇ નોન ન્યૂઝ ચેનલ છે. સાથે જ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ઇન્ટરટેનમેન્ટ ચેનલોને ન્યૂઝ અથવા કરંટ અફેયર્સ આધારિત કાર્યક્રમ પ્રસારિત કરવાનો અધિકાર નથી.

પત્રમાં જણાવવામાં આવ્યું છે કે નોન ન્યૂઝ ચેનલ એવી છે, જેમાં કોઇપણ પ્રકારના ન્યૂઝ અને કરંટ અફેયર્સનું કન્ટેન્ટ ન હોવું જોઇએ. આવી રીતે ન્યૂઝ ચેનલ અને કરંટ અફેયર્સ ચેનલમાં ન્યૂઝ અને કરંટ અફેયર્સના કન્ટેન્ટ જ હોવું જોઇએ. મતગણતરીના એક દિવસ પહેલા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇનથી સ્પષ્ટ છે કોઇપણ એન્ટરટેનમેન્ટ ચેનલ ચૂંટણી પરિણાન અથવા તેની સાથે જોડાયેલા કાર્યક્રમ દેખાડી શકશે નહીં.સૂચના તથા પ્રસારણ મંત્રાલયે વધુમાં જણાવ્યું કે કોઇપણ કંપની જ્યારે નોન ન્યૂઝ ચેનલ માટે એપ્લાય કરે ત્યારે ખાસ ધ્યાન રાખવું કે તેમાં માત્ર મનોરંજનની સામગ્રી જ પીરસવામાં આવે. તેમાં ન્યૂઝ કન્ટેન્ટ ન હોવું જોઇએ. મંત્રાલયે કહ્યું છે કે તમામ ટીવી ચેનલ આ ગાઇડલાઇનને ફોલો કરે અને કોઇએ તેનું ઉલ્લંઘન કરવું નહીં.
First published: May 22, 2019, 9:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading