નવી દિલ્હી: માહિતી અને પ્રસારણ મંત્રાલયના ટ્વિટર (MIB Twitter account hack) એકાઉન્ટ સાથે છેડછાડના સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા કેટલાક સમયથી ટ્વિટર એકાઉન્ટ પરથી 'ગ્રેટ જોબ'ની ટ્વિટ (Great Jobs) સતત થઈ રહી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એકાઉન્ટનું નામ આપોઆપ બદલાઈ ગયું છે. પ્લેટફોર્મ પર નવું નામ 'એલન મસ્ક' (Elon Musk) થઇ ગયુ હતુ. નોંધનીય છે કે, ગયા વર્ષે ડિસેમ્બરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું (PM Narendra Modi) એકાઉન્ટ પણ હેક થયાના સમાચાર સામે આવ્યા હતા.
હેકર્સે બિટકોઇનની લિંક શેર કરી હતી
મળતી માહિતી પ્રમાણે, હેકર્સે બિટકોઈનની એક લિંક શેર કરી હતી, જેમાં ટેસ્લાના સીઈઓ એલોન મસ્કનો ફોટો શેર કર્યો હતો. હેકર્સે બિટકોઇનની લિંકની સાથે કેપ્શનમાં લખ્યું હતુ કે, 'સમથિંગ અમેઝિંગ'.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ટ્વિટર પર 1.4 મિલિયન ફોલોઅર્સ છે
જોકે, થોડા સમયમાં જ મંત્રાલયે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, એકાઉન્ટ ફરીથી ફિક્સ કરી દેવામાં આવ્યું છે. હેકર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી લિંકના જવાબમાં ગ્રેટ જોબ પણ લખવામાં આવ્યું હતું.
The account @Mib_india has been restored. This is for the information of all the followers.
— Ministry of Information and Broadcasting (@MIB_India) January 12, 2022
હવે આ એકાઉન્ટ ફરીથી રિસ્ટોર કરવામાં આવ્યું છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ટ્વિટર પર 1.4 મિલિયન ફોલોઅર્સ છે.
નોંધનીય છે કે, વડા પ્રધાન મોદીનું ટ્વિટર હેન્ડલ થોડા સમય માટે હેક કરવામાં આવ્યું હતું અને તેના પરથી એક ટ્વિટ થયું હતું કે, ભારતે 'બિટકોઈનને સત્તાવાર રીતે કાયદેસર કરી દીધું છે.' બાદમાં, વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ) એ એકાઉન્ટ હેક થયાની માહિતી આપી હતી.
એકાઉન્ટને તરત જ સુરક્ષિત કરવામાં આવ્યું હતું. PMOએ કહ્યું હતુ કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટર હેન્ડલ થોડા સમય માટે હેક કરવામાં આવ્યું હતું. આ મામલો ટ્વિટર પર ઉઠાવવામાં આવ્યો હતો અને તરત જ એકાઉન્ટને સુરક્ષિત કરવામાં આવ્યું હતું.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર