Home /News /national-international /H3N2: ભારતમાં ઝડપથી કેસ વધ્યાં, નીતિ આયોગે કહ્યુ - દવા અને ઓક્સિજન તૈયાર રાખો; જાણો કારણ
H3N2: ભારતમાં ઝડપથી કેસ વધ્યાં, નીતિ આયોગે કહ્યુ - દવા અને ઓક્સિજન તૈયાર રાખો; જાણો કારણ
ફાઇલ તસવીર
Influenza A virus subtype H3N2 Cases in India: આયોગે ઇન્ફ્લૂએન્ઝાનો સામનો કરવા માટે કોરોના વાયરસ જેવા નિયમોનું પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તે માટે લોકોએ સાવધાની રાખવી પડશે. નાક-મોં ઢાંકવું, ભીડ-ભાડવાળી જગ્યાએ જતા બચવું અને સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા પછી તપાસ કરાવવી અને લક્ષણ દેખાતા સારવાર લેવાની સલાહ આપી છે.
નવી દિલ્હીઃ ભારતમાં વાયરલ ઇન્ફ્લૂએન્ઝાના સબ વેરિયન્ટ એચ3એન2ના કેસને લઈને નીતિ આયોગની બેઠક પૂરી થઈ ગઈ છે. નીતિ આયોગે કોવિડ વર્કિંગ ગ્રુપ, કેન્દ્રિય સ્વાસ્થ્ય સચિવ, રાજ્યોના સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે થયેલી બેઠકમાં વાયરસની સમીક્ષા કરી છે. આ સાથે જ આયોગે રાજ્યોને વાયરસનો સામનો કરવા માટે આદેશ આપ્યા છે. આ સાથે જ હોસ્પિટલમાં મેન પાવર, મેડિકલ ઓક્સિજન છે કે નહીં તે ચેક કરવું. આયોગે આ માટે લોકોને જાગૃત રહેવા અને પગલાં લેવા માટે જણાવ્યું છે.
આયોગે ઇન્ફ્લૂએન્ઝાનો સામનો કરવા માટે કોરોના વાયરસ જેવા નિયમોનું પાલન કરવા માટેના આદેશ આપ્યા છે. આ માટે લોકોએ સાવધાની રાખવી પડશે. નાક-મોં ઢાંકવુંમ પડશે. ભીડભાડવાળી જગ્યાએ બની શકે તો ન જવું અને સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા પછી તપાસ કરાવવી અને લક્ષણો દેખાય તો સારવાર લેવાની સલાહ આપી છે.
આ પહેલાં કેન્દ્રના કેટલાક રાજ્યોમાં કોવિડ-19 સંક્રમણમાં વધારો થતા ચિંતા વધી ગઈ હતી અને કહ્યુ હતુ કે, તાત્કાલિક સામનો કરવાની જરૂર છે. કેન્દ્રએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઇન્ફ્લૂએન્ઝા જેવી બીમારી કે ગંભીર તીવ્ર શ્વસન સંક્રમણના મામલે જોડાયેલી બીમારીઓનો સામનો કરવા માટે આદેશ આપ્યો છે.
કેન્દ્રિય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને શનિવારે પત્ર લખ્યો છે અને કહ્યુ છે કે, ‘જો કે, છેલ્લા કેટલાક મહિનાથી કોરોના વાયરસના કેસ ઘટી રહ્યા છે. પરંતુ કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે તે ચિંતાજનક છે અને તેને ઝડપથી ઘટાડવો જોઈએ.’
ભારતમાં શું સ્થિતિ છે?
આઇડીએપી-આઈએચઆઈપી પર જણાવેલા આંકડા પ્રમાણે, નવ માર્ચ સુધીમાં ઇન્ફ્લૂએન્ઝાના જુદા જુદા સ્વરૂપોના 3038 કેસ સામે આવ્યા છે. તેમાં એચ3એન2ના કેસ પણ સામેલ છે. આ આંકડામાં જાન્યુઆરીમાં 1245, ફેબ્રુઆરીમાં 1307 અને નવ માર્ચ સુધીમાં 496 કેસ સામે આવ્યા છે. આઇડીએપી-આઈએચઆઈપીના આંકડા પ્રમાણે, જાન્યુઆરીમાં ગંભીર શ્વાસની બીમારી કે ઇન્ફ્લૂએન્ઝાના 3,97,814 કેસ દેશમાં સામે આવ્યા હતા. તે ફેબ્રુઆરી સુધીમાં વધીને 4,36,523 થઈ ગયા હતા. માર્ચના પ્રથમ નવ દિવસમાં આ સંખ્યા 1,33,412 થઈ ગઈ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર