નવજાત બાળકનું માથું કાપી માતાના ગર્ભમાં જ છોડી દીધું, પાકિસ્તાનમાં હિંદુ મહિલાની હાલત થઇ ગંભીર
નવજાત બાળકનું માથું કાપી માતાના ગર્ભમાં જ છોડી દીધું, પાકિસ્તાનમાં હિંદુ મહિલાની હાલત થઇ ગંભીર
પાકિસ્તાનના આરોગ્યકર્મીઓની બેદરકારી
Hospital Staff Cut Off Newborn’s Head : મહિલાને પેટમાં દુખાવો ઉપડતા તે સ્થાનિક આરોગ્ય વિભાગમાં ગઇ પરંતુ ત્યાં કોઇ પણ ડૉક્ટર ન હોવાને કારણે હોસ્પિટલના બિનઅનુભવી કર્મચારીઓએ મહિલાની પ્રસૂતી કરાવી.
Severed head of newborn :ડૉક્ટર અને સ્વાસ્થ્યકર્મીઓને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે પરંતુ ઘણી વાર એવા સમાચારો સામે આવે છે જે આપણને વિચારવા પર મજબૂર કરી દે છે. જો ડૉક્ટર બિનઅનુભવી હોય તો દર્દીની જીંદગી પણ જોખમમાં મુકાય શકે છે. આવો જ એક કિસ્સો હાલમાં પાકિસ્તાનથી સામે આવી રહ્યો છે જેમાં હોસ્પિટલના સ્ટાફની બેદરકારીના કારણે એક મહિલાએ પોતાના નવજાત બાળકને ગુમાવી દીધું.
મળતી માહિતી અનુસાર, પાકિસ્તાનના થરપારક જિલ્લાના એક ગામની મહિલા તેના નજીકના ગ્રામીણ આરોગ્ય કેન્દ્રમાં ગઇ હતી જ્યાં કોઇ પણ ડૉક્ટર હાજર ન હતા જેના કારણે બિનઅનુભવી સ્ટાફે તેની પ્રસૂતી કરાવવાનું શરૂ કર્યુ. આ પ્રક્રિયા દરમિયાન તેમની ભૂલોના કારણે મહિલાના બાળકનો જીવ ગયો અને રૂવાડાં ઉભા થઇ જાય તેવી ઘટના ધટી. પ્રસૂતી કરાવતી વખતે કર્મચારીઓએ નવજાત શિશુનું માથું તેની માતાના પેટમાં જ કાપી નાખ્યું (Hospital Staff Cut Off Newborn’s Head) અને તેને પેટમાં જ છોડી દીધું. આ મહિલા હિંદુ ભિલ જાતીની હોવાનું સામે આવ્યુ છે.
ગર્ભમાં મૃત બાળરનું માથું રહેવાથી મહિલાની તબિયત લથડી અને તરત જ તેને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવી. જોકે, ત્યાં પણ સારવારની વ્યવસ્થાના અભાવે તેમના પરિવાર તેમને ખસેડીને LUMHS (લિયાકત યુનિવર્સિટી ઓફ મેડિકલ એન્ડ હેલ્થ સાયન્સ) લઇ જવાની જરૂર પડી. સ્ત્રીરોગના નિષ્ણાંત રાહીલ સિકંદરે જણાવ્યુ હતુ કે બાળકના માથાને કાપીને મહિલાના પેટમાં જ છોડી દેવામાં આવ્યું હતુ તેમજ મહિલાના ગર્ભાશયમાં પણ નુક્સાન થયું હતુ. તેના ઇલાજ માટે તેના પેટને કાપીને બાળકનું માથું બહાર કાઢવામાં આવ્યું. આ દુ:ખદ ઘટના પછી, સિંધ સરકારે ઘટનાની તપાસ કરવા અને દોષિતોને શોધવા માટે તબીબી તપાસ બોર્ડની રચના કરી અને વહેલી તકે તપાસના આદેશ આપ્યા છે.
આ પહેલી વાર નથી કે પાકિસ્તાનથી આવી કોઇ ઘટના સામે આવી હોય. આ પ્રકારની ઘણી બધી ઘટના અગાઉ પણ સામે આવી છે. આવી ઘટનાઓ સરકાર અને આરોગ્ય વિભાગની બેદરકારીને સામે લાવી દે છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર