આનંદ મહિન્દ્રાએ શેર કર્યો બાળકોનો વીડિયો, જોઇને તમે પણ હસવાનું રોકી નહીં શકો

News18 Gujarati
Updated: April 27, 2020, 12:27 PM IST
આનંદ મહિન્દ્રાએ શેર કર્યો બાળકોનો વીડિયો, જોઇને તમે પણ હસવાનું રોકી નહીં શકો
આનંદ મહિન્દ્રા (ફાઇલ તસવીર)

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ચાર બાળકોનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં ચાર બાળકો જમીન પર રમી રહ્યા છે અને એક બાળકી તેમને પાણી પીવડાવી રહી છે.

  • Share this:
નવી દિલ્હી : જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા (Anand Mahindra) સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. તેઓ હંમેશા પોતાના વૉટ્સએપ વંડર બોક્સમાંથી સારા વીડિયો શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે ટ્વિટર પર લૉકડાઉન દરમિયાન બાળકો રમતા હોય તેવો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં અનેક વસ્તુઓ બતાવવામાં આવી છે જેનાથી આપણને બાળપણ યાદ આવી જાય.

રવિવારે વીડિયો શેર કરતા આનંદ મહિન્દ્રાએ લખ્યું કે, "જો તમે હસવા માટે કંઈક શોધી રહ્યા છો તો આ વીડિયોને જુઓ, આજે સવારે જ આ મારા #whatsappwonderboxમાંથી મળ્યો છે. મેં પહેલા વિચાર્યું કે એવું કેમ લાગી રહ્યું છે કે પુરુષોની સેવા કરતી મહિલાઓના રૂઢિવાદને બતાવવામાં આવ્યો છે...પરંતુ અંતમાં મેં જે જોયું તેના પછી મેં ચહેરા પર હાસ્ય સાથે મારો દિવસ સમાપ્ત કર્યો."

આ પણ વાંચો : ફ્રેન્કલિન ટેમ્પલટન સંકટ બાદ Mutual Funds પર દબાણ વધ્યું, RBIએ 50 હજાર કરોડ રૂપિયા આપવાની કરી જાહેરાત

આનંદ મહિન્દ્રાએ ચાર બાળક અને એક નાની બાળકીનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ચાર બાળકો જમીન પર બેસીને કંઈક કામ કરી રહ્યા છે. જ્યારે બાળકી તમામને વારાફરતી પાણી પીવડાવી રહી છે. બાળકી અંદર જાય છે અને તમામ માટે એક કપમાં પાણી ભરીને લાવે છે. વીડિયો જોઈને શરૂઆતમાં લાગે છે કે ચારેય ઘરમાં રમી રહ્યા છે. પરંતુ અંતમાં જે ક્લિપ બતાવવામાં આવે છે તેનાથી તમે હસવાનું રોકી નહીં શકો. હકીકતમાં બાળકી કમોડમાંથી પાણી ભરીને એક પછી એક બાળકની પીવડાવી રહી હતી.

આ વીડિયોને અત્યાર સુધી 60 હજારથી વધારે વખત જોવામાં આવી ચુક્યો છે. જ્યારે સાત હજારથી વધારે લાઇક્સ આવી ચુકી છે. આ વીડિયો મારફતે લોકો પોતાના બાળપણની યાદોમાં ખોવાઈ રહ્યા છે અને વીડિયો પર ખૂબ સારી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.
First published: April 27, 2020, 12:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading