Home /News /national-international /આ બેંક FD પર આપે છે બમ્પર ફાયદો, SBIની સરખાણીમાં મળશે વધારે વ્યાજ

આ બેંક FD પર આપે છે બમ્પર ફાયદો, SBIની સરખાણીમાં મળશે વધારે વ્યાજ

આપને જણાવી દઇએ કે ડેટા કમ્પાઇલેશન માટે BSEમાં લીસ્ટેડ તમામ સ્મોલ ફાઇનાન્સ બેંકો અને પ્રાઇવેટ બેંકોના બચત ખાતા પર વ્યાજ દરને ધ્યાનમાં રાખવામાં આવે છે. બેંકબજારે 15 સપ્ટેમ્બર, 2021 સુધીના આંડકાઓને કમ્પાઈલ કર્યા છે. જોકે, જે બેંકોની વેબસાઇટ પર ડેટા નહોતા તેને ધ્યાનમાં લેવામાં આવી નથી. નિયમિત બચત ખાતા માટે ન્યૂનત્તમ બેલેન્સની જરૂરિયાતો અને બેઝિક બેંક ડિપોઝિટ ખાતાને બાદ કરતા ગણવામાં આવે છે.

દેશભરમાં કોરોનાને કારણે વિવિધ બેંકોએ ફિક્સ્ડ ડિપોઝિટ પર મળતા વ્યાજ દરમાં કાતર ફેરવી દીધી છે.

નવી દિલ્હી: દેશમાં કોરોનાના કહેર (Corona Pandemic) વચ્ચે અનેક બેંકોએ એફડી (Fixed Deposit) પરત વ્યાજના દરોમાં કાતર ફેરવી દીધી છે. એવામાં અનેક ખાનગી બેંક (Bank) ગ્રાહકોને સારું વ્યાજ આપી રહી છે. આ જ કડીમાં ઇન્ડસ બેંક (Indus Bank) પોતાના ગ્રાહકોને સારું વ્યાજ આપી રહી છે. બેંક તરફતી ગ્રાહકોને શૉર્ટ ટર્મ (Short Term FD) અને લૉંગ ટર્મ (Long Term FD) માટે એફડીની સુવિધા આપવામાં આવી રહી છે. ખાનગી ક્ષેત્રની આ બેંક પોતાના ગ્રાહકોને રેગ્યુલર ડિપૉઝિટ માટે સાત ટકા જેટલું વ્યાજ આપી રહી છે. અલગ અલગ સમય માટે વ્યાજનો દર અલગ અલગ છે.

કેટલા મુદત માટે કેટલું વ્યાજ મળે છે?

>> જો તમે 7-30 દિવસ માટે FD કરો છો તો પાકતી મુદત પર તમને 3.25 ટકા વ્યાજ મળશે.
>> 30-45 દિવસ માટે તમને 3.75 ટકા વ્યાજ મળશે.
>> આ જ રીતે 46-60 દિવસ માટે 4.10 ટકા વ્યાજ મળશે.
>> આ ઉપરાંત બેંક 61-90 દિવસની એફડી પર 4.30 ટકા વ્યાજ આપી રહી છે.
>> 90 દિવસથી 120 દિવસ પર એફડી પર વ્યાજનો દર 4.50 ટકા છે.
>> 121 દિવસથી 180 દિવસ માટે FD કરવા પર 5 ટકા વ્યાજ મળશે.
>> 181 દિવસથી 210 દિવસ માટે એફડી કરવા માટે બેંક 5.40 ટકા વ્યાજ આપશે.
>> જો તમે બેંકમાં 211-269 દિવસ માટે FD કરો છો તો બેંક તમે 5.60 ટકા વ્યાજ આપે છે.
>> 270 દિવસથી 1 વર્ષ માટે એફડી કરવા પર 6.15 ટકા વ્યાજ મળે છે.
>> ત્રણ વર્ષથી પાંચ વર્ષ માટે બેંક 6.75 ટકા વ્યાજ મળે છે.
>> IndusInd Bank હાલ FD પર 1થી 3 વર્ષ માટે 7 ટકા વ્યાજ આપે છે.

બીજી બેંકની સરખામણીમાં વધારે વ્યાજ

ઉલ્લેખનીય છે કે આ તમામ વ્યાજદર અન્ય બેંક જેવી કે SBI, Axis Bank, ICICI Bank અને HDFCની સરખામણીમાં વધારે છે.

સીનિયર સિટીઝન્સને વધારે ફાયદો

આ બેંક સીનિયર સિટીઝન્સ એટલે કે 60 વર્ષથી વધારે ઉંમરના લોકોને વધારે વ્યાજની સુવિધા આપે છે. સીનિયર સિટીઝન્સ માટે બેંક 0.50 ટકા વધારે વ્યાજ આપે છે. આ રીતે વયસ્ક લોકો માટે એફડી માટે વ્યાજનો દર 3.75થી 7.50 ટકા છે.

આ પણ જુઓ-
" isDesktop="true" id="1053372" >

SBIનો વ્યાજનો દર

ભારતીય સ્ટેટ બેંકમાં 7 દિવસથી 10 વર્ષ સુધી એફડી કરાવી શકાય છે. જેમાં હાલ 2.9 ટકાથી લઈને 5.40 ટકા સુધી વ્યાજ મળે છે. સીનિયર સિટીઝન્સ માટે એસબીઆઈ 0.50 વધારે વ્યાજ આપે છે. એસબીઆઈએ ગત 10મી સપ્ટેમ્બરના રોજ પોતાના વ્યાજદરોમાં ફેરફાર કર્યો છે. હાલ બેંક એક વર્ષથી બે વર્ષ સુધી એફડી પર 4.90 ટકા વ્યાજ આપે છે. પાંચ વર્ષથી 10 વર્ષથી સુધી એફડી પર 5.4 ટકા વ્યાજ મળે છે.
First published:

Tags: Bank, FD, Fixed Deposit, Rate of Interest, State bank of india, આરબીઆઇ, એસબીઆઇ

विज्ञापन