કોંગ્રેસે ઇન્દ્રાણીના નિવેદન પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- 'તેની માનસિક હાલત નથી સારી'

News18 Gujarati
Updated: March 1, 2018, 5:16 PM IST
કોંગ્રેસે ઇન્દ્રાણીના નિવેદન પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- 'તેની માનસિક હાલત નથી સારી'
કાર્તિ અને ઇન્દ્રાણીની ફાઇલ તસવીર

ગુરુવારે કાર્તિ ચિદમ્બરમને ફરી એકવાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સીબીઆઈ કોર્ટે 14 દિવસની રિમાન્ડની માંગણી કરી હતી

  • Share this:
તામિલનાડુના કોંગ્રેસના નેતાઓએ આઈએનએક્સ મીડિયા લિમિટેડની પૂર્વ ડિરેક્ટર ઇન્દ્રાણી મુખરજીની માનસિક હાલત પર સવાલ ઉઠાવ્યા છે. બુધવારે ઇન્દ્રાણી મુખરજીના નિવેદનના આધારે સીબીઆઈએ પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની ધરપકડ કરી હતી. ઇન્દ્રાણીએ સીબીઆઈને નિવેદન આપ્યું હતું કે તેણે કાર્તિ ચિદમ્બરમને લાખો અમેરિકન ડોલર આપ્યા હતા.

વલ્લુવર કોટ્ટમના કોંગ્રેસના નેતાએ બીજેપી વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં આશરે 200 કોંગ્રેસી નેતાઓએ બીજેપી વિરુદ્ધ નારેબાજી કરી હતી. કોંગ્રેસના નેતાઓએ કાર્તિ ચિદમ્બરમની ધરપકડને 'રાજકીય કાવતરું ગણાવ્યું હતું. દેખાવકારોએ આક્ષેપ લગાવ્યો હતો કે બીજેપી પોતાના કૌભાંડ પરથી ધ્યાન ભટકાવવા માટે પ્રયાસ કરી રહી છે.

ઇન્દ્રાણીના નિવેદન પર સવાલ ઉઠાવતા કોંગ્રેસના નેતા પીટર અલ્ફોન્સે કહ્યું હતું કે, 'ઇન્દ્રાણી મુખરજીના નિવેદન પર તમે કેવી રીતે ભરોસો કરી શકો? તેની માનસિક સ્થિતિ સારી નથી. તે બે વર્ષથી જેલમાં બંધ છે. આ રાજકીય વેરભાવનો કેસ છે.'

ગુરુવારે કાર્તિ ચિદમ્બરમને ફરી એકવાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સીબીઆઈ કોર્ટે 14 દિવસની રિમાન્ડની માંગણી કરી હતી. તેમની દલીલ છે કે કાર્તિ ચિદમ્બરમ તપાસમાં સહકાર નથી આપી રહ્યા. આ ઉપરાંત સીબીઆઈએ દાવો કર્યો છે કે તેની પાસે ઇન્દ્રાણી દ્વારા આપવામાં આવેલી રકમના વાઉચર્સ પણ છે.

શું છે આખો કેસ?

પીટર મુખરજી અને ઇન્દ્રાણી મુખરજીએ આરોપ લગાવ્યો હતો કે પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમને તેઓ નોર્થ બ્લોક કાર્યાલયમાં મળ્યા હતા. તેમણે પી ચિદમ્બરમ પાસે તેની મીડિયા કંપનીમાં વિદેશ રોકાણ માટે ક્લિયરન્સની માંગ કરી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ચિદમ્બરમે તેમને તેના પુત્રના બિઝનેસમાં મદદ કરવાનું કહ્યું હતું. પીટર અને ઇન્દ્રાણીએ કહ્યું હતું કે તેઓ દિલ્હીની એક ફાઇવ સ્ટાર હોલટમાં કાર્તિને મળ્યા હતા. તેમણે કથિત રીતે કાર્તિને 10 લાખ અમેરિકન ડોલર આપ્યા હતા.
First published: March 1, 2018, 5:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading