ચિદમ્બરમની ધરપકડ 'સારા સમાચાર', પુત્ર કાર્તિના આગોતર જામીન રદ થવા જોઈએ : ઇન્દ્રાણી મુખર્જી

News18 Gujarati
Updated: August 29, 2019, 2:52 PM IST
ચિદમ્બરમની ધરપકડ 'સારા સમાચાર', પુત્ર કાર્તિના આગોતર જામીન રદ થવા જોઈએ : ઇન્દ્રાણી મુખર્જી
ઇંદ્રાણી મુખર્જીની ફાઇલ તસવીર

INX Mediaની પ્રમોટર ઇંદ્રાણી મુખર્જી દીકરી શીના બોરાની હત્યાના કેસમાં જેલમાં છે. ઇન્દ્રાણીએ ચિંદમ્બરમની ધરપકડ વિશે કહ્યું 'ગુડ ન્યૂઝ'

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાચતી : બહુ ચર્ચિત INX Media caseમાં સી.બી.આઈની હવા ખાઈ રહેલા પૂર્ણ નાણા મંત્રી પી. ચિદમ્બરમને ધરપકડના સમાચાર જાણી ઇન્દ્રાણી મુખર્જીએ ખુશી વ્યક્ત કરી છે. ઇન્દ્રાણી INX Mediaની પ્રમોટર છે અને દીકરી શીના બોરાની હત્યા કરવાના આરોપસર જેલમાં બંધ છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં ઇન્દ્રાણી અને તેના પતિ પીટરના નિવેદનના આધારે સીબીઆઈએ ચિદમ્બરમની ધરપકડ કરી છે.

જેલમાં બંધ ઇન્દ્રાણી ચિદમ્બરમની ધરપક વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, 'ગુડ ન્યૂઝ' મને ખુશી છે કે ચિદમ્બરમની ધરપકડ થઈ. આ કેસ પર મારી બરાબર નજર છે. પિતાની ધરપકડ થઈ પુત્રના આગોતરા જામીન રદ થવા જોઈએ.

આ પણ વાંચો : રાજનાથ પાકિસ્તાન પર ભડક્યા : 'કાશ્મીર ક્યારે તમારું હતું, તો રડો છો?'

ઈ.ડી. ની પૂછતાછમાં ઇન્દ્રાણી કબૂલ્યું હતું કે ચિદમ્બરમે તેના પતિ પીટરને કેટલીક મંજૂરીઓ અપાવવાના બદલે પુત્ર કાર્તિને વ્યવસાયમાં મદદ કરવા કહ્યું હતું. ઈ.ડી. એ ઇન્દ્રાણી કબૂલાતનામાના આધારે ચિદમ્બરમને સાણસામાં લીધા છે. ઇન્દ્રાણી જણાવ્યું હતું કે કાર્તિ સાથે તેની અને પતિની મુલાકાત દિલ્હીની એક હોટલમાં થઈ હતી. આ મુલાકાત વેળા કાર્તિ ચિદમ્બરમે મદદ કરવા બદલ રૂપિયા 10 લાખની લાંચ માંગી હતી.શું છે કે કેસ?
2006માં એરસેલ-મેક્સિસ ડીલને પી. ચિદમ્બરમે નાણા મંત્રી તરીકે મંજૂરી આપી હતી. પી. ચિદમ્બરમ પર આરોપ છે કે તેમની પાસે 600 કરોડ રૂપિયા સુધીના પ્રોજેક્ટ પ્રપોઝલની મંજૂરી આપવાના અધિકાર હતા. તેનાથી મોટા પ્રોજેકટને મંજૂરી આપવા માટે તેમને આર્થિક મામલાઓની કેબિનેટ સમિતિ પાસેથી મંજૂરી લેવાની જરૂર હતી. એરસેલ-મેક્સિસ ડીલ કેસ 3500 કરોડની એફડીઆઈની મંજૂરીનો હતો. તેમ છતાંય એરસેલ-મેક્સિસ એફડીઆઈ મામલામાં ચિદમ્બરમે કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સની મંજૂરી વગર મંજૂરી આપી દીધી.

આ પણ વાંચો : વીજળી બીલ ચૂકવવા પૈસા નથી અને પાકિસ્તાને 'ગઝનવી' મિસાઇલનું પરીક્ષણ કર્યું!

સુબ્રમણ્યમ સ્વામીએ મામલાનો કર્યો હતો ખુલાસો

વર્ષ 2015માં સુબ્રમણ્યમ સ્વામીએ કાર્તિ ચિદમ્બરમની અલગ-અલગ કંપનીઓ વચ્ચે નાણકીય લેવડ-દેવડનો ખુલાસો કર્યો હતો. સ્વામીએ આરોપ લગાવ્યો કે યૂપીએ સરકારમાં નાણા મંત્રી તરીકે પી. ચિદમ્બરમે પોતાના દીકરા કાર્તિની એરસેલ-મેક્સિસ ડીલથી લાભ ઉઠાવવામાં મદદ કરી. તેના માટે તેઓએ દસ્તાવેજોને જાણી જોઈને રોક્યા અને અધિગ્રહણ પ્રક્રિયાને નિયંત્રિત કરી જેથી કાર્તિને પોતાની કંપનીના શેરની કિંમત વધારવાનો સમય મળી જાય.

 
First published: August 29, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading