ન્યૂઝ 18 ગુજરાતી: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે વ્યાજબી રીતે સારા સમાચાર આવશે.
અમેરિકા અને ચીન સહિતની અનેક મહાસત્તાએ ભારત અને પાકિસ્તાનને યુદ્ધની સ્થિતિ અટકાવી અને સરહદ પર શાંતિ જાળવવા અપીલ કરી છે. પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકવાદી હુમલમાં ભારતના 40 જવાનો શહીદ થયા બાદ ભારતે એર સ્ટ્રાઇક કરી અને પાકિસ્તાન સ્થિતિ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી કેમ્પ ઉડાડી દીધા હતા.
ભારત પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્વક સ્થિતિની વચ્ચે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સારા સમાચાર આવશે. ટ્રમ્પે કહ્યું, “અમે બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરી છે અને બંને દેશોને આ સ્થિતિમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો છે.”
ગુરૂવારે વડપ્રધાન મોદીએ ભાજપના કાર્યકર્તાને સંબોધી અને જણાવ્યું હતું કે દેશ સામે આવેલી આ સ્થિતિમાં તમામ લોકો દુશ્મન સામે એક થાય. વડાપ્રધાન મોદીએ કહ્યું, “સમગ્ર વિશ્વ આપણી નોંધ લઈ રહ્યું છે, આપણે આ સ્થિતિમાં દુશ્મનને આપણી સામે આંગળી ચિંધવાનો મોકો ન આપવો જોઈએ” પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પણ ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી અને બંને દેશોને શાંતિ જળવાય અને વાતચીત થાય તેના માટે અપીલ કરી હતી.
વ્હાઇટ હાઉસે બંને દેશોને અપીલ કરી અને યુદ્ધની સ્થિતિને અટકાવી દેવાની અપીલ કરી છે. અમેરિકાના ગૃ સચિવ માઇક પોમ્પીયોએ ભારતના વિદેશ મંત્રી અને પાકિસ્તાનના વિદેશ મંત્રી સાથે ચર્ચા કરી હતી. તેમણે બંને દેશોને સેનાની કાર્યવાહીની ચર્ચા અટકાવવાનું જણાવી મંત્રણા કરવાની સલાહ આપી હતી.