ઇન્દોર : મધ્યપ્રદેશની આર્થિક રાજધાની ઈન્દોરના ખુદાઇલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રે એક દુ: ખદ અકસ્માત સર્જાયો હતો. અહીં એક હાઇ સ્પીડ સ્કૂટર ખુલ્લા ગટરમાં પડી ગયું હતું અને તેમાં આગ લાગી ગઈ હતી. આગને કારણે યુવક જીવતો ભડથુ થઈ ગયો હતો. જોકે, પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ આગને કાબૂમાં લેતા પહેલા બધું જ પુરી થઈ ગયું હતું.
પોલીસને મોડી રાત્રે બાતમી મળી હતી કે, નેમાવર બ્રિજ નીચે ખુલ્લી ગટરમાં સ્કૂટર સળગી રહ્યું છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે તે આગમાં એક યુવાન પણ સળગી રહ્યો હતો. પોલીસ આગને કાબૂમાં કરે અને મામલો સમજી શકે ત્યાં સુધીમાં તો સ્કૂટર અને તે યુવક સંપૂર્ણ રીતે આગમાં ભડથુ થઈ ગયા હતા.
આગને કારણે મૃતકની ઓળખ પણ થઈ શકી નથી. જો કે, પ્રારંભિક તપાસમાં પોલીસ તેને અકસ્માત તરીકે ગણી રહી નથી. પરંતુ, તે અન્ય મુદ્દાઓની પણ તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ, અકસ્માત પહેલા આજુબાજુના લોકોએ બ્લાસ્ટનો જોરદાર અવાજ સાંભળ્યો હતો. તે પછી જ લોકોને આગની જ્વાળાઓ દેખાઈ હતી. મોડી રાત્રે પોલીસે અને ફોરેન્સિક નિષ્ણાતો ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી હતી.
" isDesktop="true" id="1079509" >
આ બાજુના સંકેત પણ મળી રહ્યા
પોલીસને ઘટના સ્થળેથી થોડે દૂર ઘસડાવાના નિશાન મળ્યાં હતાં. એવી આશંકા છે કે, વાહન ચાલક પહેલા અકસ્માતનો ભોગ બન્યો હોઇ શકે છે અને તે પછી અચાનક તે નાળામાં જઈ પડી ગયો હશે. ગટરમાં પડવાથી અને નજીકમાં મળેલા ઘસાવાના નિશાન જોયા પછી લાગે છે કે, ઘસડાવાથી સ્પાર્ક થયું હશે અને આગ લાગી હોવી જોઈએ.
પોલીસે મૃતદેહને શબગૃહમાં રાખ્યો છે. પોસ્ટમોર્ટમ થયા પછી જ પોલીસ તપાસની દિશા નક્કી કરશે. કનાડિયા પોલીસ મથકના ઇન્ચાર્જ રાજીવ ભાદોરીયાના જણાવ્યા મુજબ, હાલ તપાસ કરવામાં આવી રહી છે. જો આ અકસ્માત ફક્ત બાયપાસ પર રોડ પર ગટર ખુલ્લી હોવાને કારણે થયો હતો, તો તે પણ મોટી બેદરકારી છે. આ માટે જવાબદાર સામે કાર્યવાહી પણ થઈ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર