27 વર્ષથી ઝૂંપડામાં રહેતી હતી શહીદની પત્ની, યુવાઓએ સ્વતંત્રતા દિવસે ભેટ કર્યુ ઘર

News18 Gujarati
Updated: August 17, 2019, 8:00 AM IST
27 વર્ષથી ઝૂંપડામાં રહેતી હતી શહીદની પત્ની, યુવાઓએ સ્વતંત્રતા દિવસે ભેટ કર્યુ ઘર
યુવાઓએ હથેળીઓ પાથરીને શહીદની પત્નીનું કર્યુ સ્વાગત.

યુવાઓએ દાનના માધ્યમથી 11 લાખ રૂપિયા એકત્ર કર્યા, હથેળીઓ પાથરી શહીદની પત્નીનું કર્યું સ્વાગત

  • Share this:
મધ્ય‍ પ્રદેશના એક ગામમાં યુવાઓએ એક શહીદની પત્નીને મોટી ભેટ આપી છે. ઇન્દોર જિલ્લાના બેટમા ગામમાં યુવાઓએ ઝૂંપડી જેવા ઘરમાં રહેતા શહીદના પરિવારને ઘર ભેટમાં આપ્યું. મૂળે, ગામના મોહનસિંહ 1992માં શહીદ થયા હતા. ત્રિપુરામાં ઉગ્રવાદીઓ દ્વારા લગાવવામાં આવેલા એમ્બુશમાં તેઓ શહીદ થયા હતા. તેઓ બીએસએફમાં ફરજ બજાવતા હતા. તેમના મૃત્યુના અનેક વર્ષો પસાર થયા બાદ પણ સરકાર તરફથી પરિવારની કોઈ મદદ નહોતી કરવામાં આવી.

પરંતુ જ્યારે લાંબા સમય સુધી સરકારે કોઈ ધ્યાન ન આપ્યું તો ગામના યુવાઓએ જ શહીદના પરિવારને પાકું મકાન ભેટ કરવાનું પ્રણ લીધું. યુવાઓએ દાનના માધ્યમથી 11 લાખ રૂપિયા એકત્ર કર્યા. તેના માટે યુવાઓએ અભિયાન પણ ચલાવ્યું હતું. અભિયાન સાથે જોડાયેલા વિશાલ રાઠી મુજબ મકાન નિર્માણમાં લગભગ 10 લાખનો ખર્ચ થયો હતો. બાકી એક લાખ રૂપિયા યુવાઓએ મોહનસિંહની પત્નીને આપી દીધા.

યુવાઓએ મોહનસિંહની પત્નીનું તેમના નવા ઘરમાં સ્વાગત હથેળીઓ જમીન પર મૂકીને કરી. યુવાઓએ રક્ષાબંધન પર ભાઈઓની બહેન માટે ભેટ પણ ગણાવી છે.


આ પણ વાંચો, બીજેપી MLAનું વિવાદિત નિવેદન, કહ્યું - રાહુલને રાખડી નથી બાંધતી પ્રિયંકા

યુવાઓની આ ઈચ્છા શક્તિના રાજ્યના મુખ્યમંત્રી કમલનાથે પણ વખાણ કરતાં ટ્વિટ કર્યુ કે, ગામના યુવાઓએ જનસેવાની દાખલો રજૂ કરી રક્ષાબંધનના તહેવારને સાર્થક બનાવ્યો છે. યુવાઓના આ ઉત્સાહને સલામ, તેમનું આ કાર્ય તમામ માટે પ્રેરક છે.

આ પણ વાંચો, ત્રણ તલાક અને આર્ટિકલ 370 પછી હવે આ કામ કરશે મોદી સરકાર!

યુવાઓના આ પ્રયાસના વખાણ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ કર્યા છે. તેઓએ ટ્વિટ કરીને લખ્યું કે, ઇન્દોરના બેટમા ગામના યુવાઓએ શહીદના પરિવારની મદદ કરી દેશભક્તિની મિસાલ કાયમ કરી છે. તમારા જેવા યુવા જ ભારતની અસલી ઓળખ છે. આપ સૌએ સાચા અર્થમાં પુરવાર કર્યુ છે કે દેશની રક્ષા કરતા પોતાના પ્રાણ ન્યોછાવર કરનારાના પરિવાર તેમના ગયા બાદ દેશનો પરિવાર બની જાય છે.

(અરુણ ત્રિવેદીનો રિપોર્ટ)
First published: August 17, 2019, 7:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading