ધાર પાસે ગમખ્વાર અકસ્માત, બેકાબૂ કાર ડિવાઈડરને ટકરાઈને પલટી, ઇન્દોરના શૂટર નમનનું કમકમાટી ભર્યું મોત

અકસ્માતગ્રસ્ત કાર અને મૃતક નમનની તસવીર

Madhya Pradesh news: અકસ્માતનો ભોગ બનેલા યુવક અને યુવતીની ઓળખ રાઈફલ શૂટરના રૂપમાં થઈ હતી. આ બંને જયપુર રાજસ્થાનના સીકર નેશનલ શૂટિંગ કોમ્પિટિશનમાં રમવા જઈ રહ્યા હતા.

 • Share this:
  જયપુરઃ ઇન્દોર (Indore news) તરફથી ફૂલ સ્પીડમાં આવી રહેલી એક કાર ધારના ફોરલેન હાઈવે પર (car accident) બેકાબુ થઈને પલટી ગઈ હતી. આ કારમાં બે લોકો સવાર હતા. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર એક યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર મહિલા ગંભીર રૂપથી ઘાયલ થઈ હતી. જેને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ જવાઈ હતી. જેની હાલત ગંભીર જણાતા ઇન્દોર રેફર કરી હતી.

  અકસ્માતનો ભોગ બનેલા યુવક અને યુવતીની ઓળખ રાઈફલ શૂટરના (Rifle shooter) રૂપમાં થઈ હતી. આ બંને જયપુર રાજસ્થાનના (Rajasthan news) સીકર નેશનલ શૂટિંગ કોમ્પિટિશનમાં રમવા જઈ રહ્યા હતા. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી હતી.

  કાર અકસ્માતમાં માર્યા ગયેલા શૂટરની ઓળખ ઈન્દોરના નમન પાલીવાલના રૂપમાં થઈ છે. નમનના મોતની જાણ થતાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાને પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે ઇન્દોર નેશનલ શૂટર શ્રી નમન પાલીવાલનું માર્ગ અકસ્માતમાં મોત થવાના દુઃખદ સમાચાર મળ્યા છે. મારી સંવેદનાઓ તેમના પરિજનો સાથે છે.

  આ પણ વાંચોઃ-Honor Killing: પ્રેમ લગ્નથી નારાજ હતો પિતા, પુત્રીને જન્મદિવસના બહાને ઘરે બોલાવી, હત્યા કરી નહેરમાં ફેંકી

  આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! બે બાળકોની માતાને ઝાડ સાથે બાંધીને કપડાં ફાડ્યા, જીવતી સળગાવવાની કરી કોશિશ

  આ પણ વાંચોઃ-પુત્રવધૂના પ્રેમમાં આંધળો બાપ બન્યો હેવાન, પુત્રની હત્યા કરીને ઠેકાણે પાડી દીધો, પુત્ર ગુજરાતમાં નોકરી કરતો હતો

  આ પણ વાંચોઃ-નરાધમ પુત્રનું કારસ્તાન! માતાને પરપુરુષ સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો પુત્ર, વીડિયો બનાવી કરી બ્લેકમેઈલ

  ભગવાન દિવંગત આત્માને પોતાના શ્રીરણોમાં સ્થાન આપે. પરિવારના સભ્યોને આ વજ્રપાતને સહન કરવાની શક્તિ આપે ઓમ શાંતિ. સૂત્રોએ આ અકસ્માત અંગે જાણકારી આપી હતી. તેમના પ્રમાણે બંને શૂટર નેશનલ કોમ્પિટિશન રમવા માટે જયપુર જઈ રહ્યા હતા.

  ધાર પાસે ફોરલેન પાસે તેમની કાર બેકાબુ થઈ હતી. કારને કાબુમાં લેવાના તમામ પ્રયત્નો નાકામ રહ્યા હતા. અને ડિવાઈડરથી ટકરાઈને પલટી ગઈ હતી. જેમાં ઈન્દોરમાં રાઈફલ શૂટર નમન પાલીવાલનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે શૂટર યુવતીને ગંભીર અવસ્થામાં ઇન્દોર રેફર કરવામાં આવી હતી.

  (લેટેસ્ટ ન્યૂઝ મેળવવા News18 Gujarati App ઇન્સ્ટોલ કરો. Facebook । Twitter । Youtube સાથે જોડાઓ.) વેબસાઈટ પરથી કોપી પેસ્ટ કરશો એટલે લિંક જાતે આવી જશે.
  Published by:ankit patel
  First published: