MP: સીએમના સચિવ પ્રવિણ કક્કડના નજીકના બિઝનેસમેનના ઘરે ITની રેડ

News18 Gujarati
Updated: April 8, 2019, 7:20 AM IST
MP: સીએમના સચિવ પ્રવિણ કક્કડના નજીકના બિઝનેસમેનના ઘરે ITની રેડ
સીઆરપીએફ અને પોલીસ વચ્ચે બોલાચાલી

મુખ્યમંત્રી કમલનાથના ભાંણા રાતુર પુરી, પ્રાઈવેટ સચિવ અને પૂર્વ પોલીસ અધિકારી પ્રવિણ કક્કડ અને સલાહકાર રાજેન્દ્ર કુમાર મિગલાનીના ઠેકાણા પર ઈન્કમટેક્ષ વિભાગે રવિવારે દરોડા પાડ્યા છે

  • Share this:
મધ્યપ્રદેશના મુખ્યમંત્રીના પ્રાઈવેટ સચિવ પ્રવિણ કક્કડના નજીકના બિઝનેસમેન અશ્વિન શર્માના ઘર પર આયકર વિભાગની રેડ દરમ્યાન બિલ્ડીંગ બહાર સીઆરપીએફના જવાનો અને મધ્યપ્રપદેશ પોલીસ વચ્ચે ટકરાવની સ્થિતિ ઉત્તપન્ન થઈ ગઈ. સીઆરપીએફના અધિકારીઓનું કહેવું છે કે, પોલીસ તેમના કામમાં રૂકાવટ કરી રહી છે.

ભોપાલના પ્લેટિનમ પ્લાઝા સ્થિત અશ્વિનના ધર પર સીઆરપીએફ સાથે આયકર વિભાગની ટીમ રેડ કરવા પહોંચી હતી. આ દરમ્યાન મધ્યપ્રદેશના પોલીસ અધિકારીઓ પણ પહોંચી ગયા અને બિલ્ડીંગની અંદર જવાની કોશિસ કરવા લાગ્યા, પરંતુ સીઆરપીએફ અધિકારીઓએ તેમને રોકી દીધા. જોકે, પોલીસનું કહેવું છે કે, તેમને આયકર વિભાગની રેડ સાથે કોઈ લેવા દેવા નથી. બોપાલના એસપી ભૂપિન્દર સિંહે કહ્યું કે, અમારે આયકર વિભાગની રેડ સાથે કોઈ લેવા નથી, આ એક રહેણાંક બિલ્ડીંગ છે, અંદર કેટલાક લોકો બિમાર છે અને તેમણે જ સ્થાનીક એસએચઓને ફોન કરી મદદ માટે બોલાવ્યા છે. રેડ પહેલા સીઆરપીએફે પૂરી બિલ્ડીંગને અંદરથી બંધ કરી દીધી હતી.

તો બીજી તરફ, સીઆરપીએફના અધિકારી પ્રદિપ કુમારે કહ્યું કે, મધ્યપ્રદેશ પોલીસ અમને કામ કરવા નથી દોઈ રહી. પોલીસ અધિકારીઓ અમને ગાળો આપી રહ્યા છે. અમે માત્ર અમારા સિનીયર અધિકારીઓના આદેશનું પાલન કરી રહ્યા છીએ. કાર્યવાહી ચાલુ છે, જેથી અમે કોઈને અંદર નથી જવા દેતા. અમે માત્ર અમારી ડ્યુટી કરી રહ્યા છીએ.

તમને જણાવી દઈએ કે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ભાંણા રાતુર પુરી, પ્રાઈવેટ સચિવ અને પૂર્વ પોલીસ અધિકારી પ્રવિણ કક્કડ અને સલાહકાર રાજેન્દ્ર કુમાર મિગલાનીના ઠેકાણા પર ઈન્કમટેક્ષ વિભાગે રવિવારે દરોડા પાડ્યા છે. સૂત્રો અનુસાર, દિલ્હી, ભોપાલ, ઈન્દોર અને ગોવા સ્થિત 50 ઠેકાણા પર કરવામાં આવેલી રેડમાં અત્યાર સુધીમાં 9 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. જોકે, અધિકારીક રીતે તેની પુષ્ટી નથી થઈ શકી.



જોકે, સર્વિસ દરમ્યાન કક્કડ વિરુદ્ધ તમામ પ્રકારની તપાસ ચાલી રહી હતી. આ ક્રમમાં રવિવારે સવારે ઈન્દોરના વિજય નગર સ્થિત તેમના ઘરમાં આઈટી વિભાગની અલગ-અલગ ટીમે દરોડાની કાર્યવાહી કરી છે. આ સિવાય બીસીએમ હાઈટ્સ સ્થિત ઓફિસ, શાલીમાર ટાઉનશિપ અને જસલા ગાર્ડન પર પણ અધિકારીઓએ રેડ કરી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, રાજધાની દિલ્હીથી આવેલી આઈટી ટીમ સવારે 3 કલાકે તેમના ઘરે પહોંચી હતી. ટીમની સાથે સીઆરપીએફના જવાનો પણ હાજર રહ્યા છે, જે કક્કડના આવાસની તલાસી લઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, પ્રવિણ કક્કડ કોંગ્રેસના નજીકના માનવામાં આવે છે. એમપી વિધાનસભા ચૂંટણી દરમ્યાન તે કોંગ્રેસના વોર રૂમના પ્રભારી હતા. તેમને પોલીસ સેવામાં રહેતા સારી સેવાઓ માટે રાષ્ટ્રપતિ પદકથી સન્માનિત કરવામાં આવી ચુક્યા છે. તે 2004થી 2011 સુધી કેન્દ્રીય મંત્રી રહેલા કાંતિલાલ ભૂરિયાના વિશેષ અધિકારી પણ રહી ચુક્યા છે.
First published: April 7, 2019, 8:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading