ઈન્દોર: ભારતીય સમાજમાં લગ્ન પ્રસંગને અત્યંત શુભ માનવામાં આવે છે. જે ઘરમાં લગ્ન હોય છે, ત્યાં ખુશીઓથી આખુ ઘર ભરેલું હોય છે. દીકરો હોય કે દીકરી, લગ્નમાં એટલા બધા કામ હોય છે કે, દિવસ રાત તેમાં વ્યસ્ત રહેતા હોય છે. વિવાહના થોડા દિવસ પહેલા જ વર અને વધુના ઘરમાં મંગળ ગીતની શરુઆત થઈ જાય છે. ઘરના સામાર્થ્ય અનુસાર સજાવામાં આવે છે. ભાત ભાતના પકવાન અને વ્યંજન તૈયાર કરવામાં આવે છે. જેથી મહેમાનો તરફથી કોઈ ફરિયાદ ન આવે. તો વળી વર અને વધૂને પહેલી રાત એટલે કે સુહાગરાતની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. બંનેનું આ મિલન યાદગાર બની રહે તેવી કોશિશ કરતા હોય છે. એટલા માટે અલગ અલગ રીત અપનાવતા હોય છે. પણ લગ્નની પ્રથમ રાતે જ્યારે વરરાજા સાથે દગો થઈ જાય તો, તેની શું હાલત થઈ જાય. તેનો સહજ અંદાજ આપ લગાવી શકો છો. કંઈક આવી જ ઘટના ઈન્દોરમાં થોડા સમય પહેલા થઈ છે.
વર પક્ષને ફસાવાની કોશિશના ષડયંત્ર અંતર્ગત જાણી જોઈને લગ્નનું નાટક રચ્યું. દલાલે શખ્સનો સંબંધ નક્કી કરાવ્યો. નક્કી કરેલી તારીખે જાન આવી, લગ્ન થયાં. લગ્નની રાતે વરરાજો સુહાગરાત પર દુલ્હન સાથે એકાકાર થવાના સપના જોઈ રહ્યો હતો. ત્યાં જ નવી પરણીને આવેલી દુલ્હને જણાવ્યું કે, તેને માસિક ધર્મ શરુ થઈ ગયું છે. તેથી તે શારીરિક સંબંધ બનાવી શકતી નથી. વરરાજા સપના અધુરા રહી ગાય અને સુઈ ગયો. જો કે, સાત દિવસ બાદ દુલ્હન ઘરેથી ગુમ થઈ ગઈ. શોધખોળ કરતા કરતા તે લગ્ન કરાવનારા દલાલના ઘરે પહોંચ્યો તો ત્યાં તેની પત્ની અને દલાલ કઢંગી હાલતમાં જોવા મળ્યા હતા. ઠેકાણાની ખબર પડી જતાં તમામ લોકો ફરાર થઈ ગયા હતા.
પીરિયડ્સના બહાને વરરાજાને નજીક ન આવવા દીધો
જાણકારી અનુસાર, પીડિત શખ્સ અને યુવતીના લગ્ન વિધિ-વિધાન સાથે થયા હતા. વિવાહ બાદથી યુવતી યુવકને કોઈને કોઈ બહાને નજીક આવવા દેતી નહોતી. લગ્નના લગભગ 7 દિવસ બાદ સોનાનું મંગળસૂત્ર, ટોપ્સ સાથે ચાંદીના ઘરેણાં અને 3 લાખ રૂપિયા રોકડા લઈને ફરાર થઈ ગઈ હતી. હકીકતમાં તે લુટેરી દુલ્હન હતી, જે ધાડ પાડવા માટે લગ્ન કરતી અને બાદમાં લૂંટ ચલાવી ત્યાંથી ફરાર થઈ જતી હતી.
દલાલ સાથે મજા માણતા પકડાઈ ગઈ
દુલ્હન અચાનક ગાયબ થતાં વરરાજો અને તેના પરિવારે શોધ કરી. ઘરમાં જોતા ઘરેણાં અને રોકડ રૂપિયા ગાયબ હતા. ત્યાર બાદ પીડિત પક્ષ સીધા લગ્ન કરાવનારા એજન્ટના ઘરે પહોંચ્યા. જ્યાં નવી પરણીને આવેલી દુલ્હન દલાલ સાથે એક જ ખાટલામાં કઢંગી હાલતમાં જોવા મળ્યા હતા. આ જોઈ વરરાજાના પગ તળેથી જમીન સરકી ગઈ. બાદમાં આ સમગ્ર મામલો સામે આવ્યો કે આતો લુટેરી દુલ્હન છે. આ તમામ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ. પોલીસે જણાવ્યું કે, તેની પાછળ મોટી ગેંગ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર