ઈન્દોર: હિન્દુ સંગઠનોના સભ્યોએ શુક્રવારે બપોરે ગ્રીનપાર્ક કોલોની નિવાસી મોહમ્મદ આસિફ શેખને હિન્દુ યુવતી સાથે એક હોટલથી પકડી લીધો હતો. તેણે નકલી નામ અને સરનામું બતાવ્યું તો, સંગઠનના લોકોએ તેને ધોઈ નાખ્યો હતો. લસૂડિયા પોલીસ ચોકીએ આસિફની ધરપકડ કરીને અપહરણનો કેસ નોંધાવ્યો છે.
ટીઆઈ સંતોષ દૂધીના જણાવ્યા અનુસાર, મોહમ્મદ આસિફ મંગલ સિટીમાં આવેલા એજ્યુકેશનલ કોલ સેન્ટરમાં નોકરી કરે છે. શુક્રવાર બપોરે બજરંગ દળ સંયોજક તન્નૂ શર્માને માહિત મળી કે, આસિફ સ્કીમ 78માં આવેલી હોટલ શિવા ઈનમાં હિન્દુ યુવતી સાથે રોકાયેલો છે.
સંગઠનના સભ્યો હોટલ પહોંચ્યા અને બંનેને રૂમમાંથી પકડી લીધા હતા. આસિફે જણાવ્યું કે, તે શિવપુરીથી આવ્યો છે અને તેને આકાશ અને વિકાસ નામ બતાવ્યું હતું. આઈડી કાર્ડ માગવા પર તેનું અસલી નામ ખબર પડી. તેની સાથે રોકાયેલી યુવતી આરોપી સાથે કોલ સેન્ટરમાં કામ કરતી હતી.
એસઆઈ કૃષ્ણા રાઠોડે આસિફની ધરપકડ કરી લીધી છે. એસઆઈના જણાવ્યા અનુસાર, યુવતીએ જણાવ્યું છે કે, આસિફે તેને ફોસલાવીને અહીં લાવ્યો હતો. જે કોલ સેન્ટરમાં તે કામ કરે છે, તેમાં ત્રણ ભાષા હિન્દી, અંગ્રેજી અને મરાઠીમાં વાત કરવાની હોય છે. ઘોંઘાટથી બચવા માટે બોલાવીને તે અહીં હોટલમાં લઈને આવ્યો હતો. તે કંઈક ખોટુ કરવા માગતો હતો, આ અગાઉ હિન્દુ સંગઠનોના લોકોએ તેને પકડી પાડ્યો હતો. પોલીસે યુવતીના માતા-પિતાને બોલાવ્યા અને આસિફ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધી લીધી.
હોટલ સંચાલક પર કાર્યવાહીની માગ
હિન્દુ સંગઠનના સભ્યોએ હોટલ સંચાલક પર કાર્યવાહીની માગ કરી છે. આરોપ છે કે, સ્કીમ 114 અને સ્કીમ 78ની મોટા ભાગની હોટલમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ ચાલી રહી છે. હોટલ મેનેજમેન્ટે યુવતીની જાણકારી લીધી નહીં અને આસિફને રૂમ આપી દીધો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર