Home /News /national-international /

આંખો દેખીઃ આસારામના ધરપકડની એ આઠ કલાક

આંખો દેખીઃ આસારામના ધરપકડની એ આઠ કલાક

  તારીખ 31 ઑગસ્ટ, 2013 ... પૂરા વિશ્વની નજર ઇન્દોર પર મંડરાયેલી હતી ... બે રાજ્યોની પોલીસનો બંદોબસ્ત હતો... દરેક ગુજરતા સમય પર ધબકારા વધી રહ્યા હતા...દરેક હરકત પર નજર રાખવામાં આવી રહી હતી..ક્યારેક વાતચીતનો સમય ચાલ્યો હતો...તો ક્યારેય ભાષણ... સમય પસાર થઈ રહ્યો હતો...વહેલી સવારથી શરૂ થયો આ સિલસીલો અડધી રાત સુધી પહોંચી ગયો ... અચનાક પોલીસ હરકતમાં આવી અને હજારો સમર્થકોથી ઘેરાયેલા સંત પહોંચી ગયા પોલીસના કબ્જામાં.

  આ કહાની છે આસારામની, જે ઈન્દોર પોલીસે સુજબુજથી ધરપકડ કરી હતી. આસારામને પકડવો સરળ ન હતુ, ઇન્દોરના ખાંડવા રોડ પર તેના આશ્રમમાં દરેક જગ્યાએ સમર્થકોનો ઝલવો હતો.અહીં મહિલાઓને ઢાળ બનાવવામાં આવી હતી, પરંતુ પોલીસ તેનો અંદાજ હતો. એટલે તમામ પ્રયત્ન બાદ પણ પોલીસ તેને અહીંથી ધરપકડ કરી લઇ ગઇ.

  ધરપકડ પહેલાં 27 ઑગસ્ટની સવારે ઈન્દોર પોલીસ આશ્રમ પહોંચી અને થોડા સમય બાદ ચલી ગઇ. આ વચ્ચે જામીન સમાપ્ત થતી જોઇને આસારામ 30 ઑગસ્ટની રાત્રે ભોપાલથી દેવાસથી ઇન્દોર આવ્યાં આવી ગયો. આસારામ બે દિવસ સુધી ભોપાલમાં રહ્યો અને અચાનક ઇંદોર માટે રવાના થઈ ગયા. પૂર્વમાં એવી સંભાવના હતી છે કે તે રાત્રે ઇંદોરથી અમદાવાદ જઇ શકતા હતા,પરંતુ તેવું
  બન્યું નહી.

  તેની હાજરીને લઇને દરેક જગ્યાએ ચર્ચાઓ થવા લાગી હતી, ક્યારેક આશ્રમમાં તો ક્યારેક આશ્રમથી બહાર હોવાની ચર્ચાઓ ગરમ થઇ ગઇ હતી. ધરપકડના બીજ દિવસે બપોરથી હાઇ-વોલ્ટેજ ડ્રામા શરૂ થઇ ગયો હતો. નારાયણની અપીલ પર હજારો સમર્થકો આશ્રમમાં જોડાઇ ગયા હતા.

  સૌથી પહેલા આસારામના દીકરા મીડિયાની સામે આવ્યા હતા અને કહ્યું હતું કે, આસારામ ક્યાંય ગયા નથી, ઇંદોરના જ આશ્રમમાં જોધપુર પોલીસની રાહ જોઈ રહ્યા છે, અને પોતે જવા પણ માંગે છે. તો પણ આસારામની ધરપકડ સરળ ન હતી. આસારામ અહીં ન હોવાની દુવાઓ આપવામાં આવી રહી હતી. તિબિયત ખરાબ થવાનો હવાલો પણ આપવામાં આવ્યો. મીડિયાને દૂર કરવા માટે પ્રયત્ન
  કર્યો હતો.

  રાત-જતા આસારામ ન માત્ર સામે આવ્યા, પણ પ્રવચન આપીને ભક્તોને ઉશ્કેર્યા પણ હતા. તે સરકાર અને પોલીસને પર નિશાન બનાવી રહ્યા હતા. આ વચ્ચે આશ્રમના અલગ-અલગ ગેટ પર પોલીસની નજર હતી, તો સમર્થકો પણ પ્રયત્ન કરી રહ્યા હતા કે ગમે તેમ કોઇ તક મળે અને આસારામને અહીથી બહાર લઇ જઇએ.

  આસારામ પોલીસના સંયમની પરીક્ષા લઇ રહ્યા હતા તો પોલીસ પણ રાહ જોઈ રહ્યી હતી કે કે શ્રદ્ધાળુઓ થાકીને ચુર થઇ ગયા. રાત પસાર થઇ રહી હતી. શ્રદ્ધાળુો ઊંઘમાં હતા. પોલીસ પોતાની વ્યૂહરચનામાં ફેરફાર કર્યો. ધીમે ધીમે ફોર્સને ત્યાંથી હટાવવાનું શરૂ કર્યું. મેસેજ આપ્યો કે હવે કદાચ ધરપકડ કરવા માટે સવાર સુધી રાહ જોવી પડશે. પરંતુ આ માત્ર દેખાવ માટે હતુ.

  પોલીસ અધિકારીઓએ એક અલગ વ્યૂહરચના પર કામ કરી રહ્યા હતા. અને પોલીસ રાહ જોઇ રહી હતી કે અન્ય પક્ષ થોડી નબળો પડે અને આવું પણ ન થયુ. મોકો મળતા જ તાબડતોડ ભારે પોલીસ દળ ત્યાં પહોચ્યું. આસારામને કસ્ટડીમાં લઇ લીધા, પોલીસ અસારામને એરપોર્ટ લઈ ગઇ.

  જોધૂપર પોલીસ પાસે એક તબીબી રિપોર્ટ હતો કે આસારામ પૂછપરછ માટે ફિટ છે. આશ્રમમાં લગભગ આઠ કલાક સુધી રાહ જોયા બાદ જોધપુર પોલીસે 72 વર્ષીય આસારામની રાત્રે લગભગ 12:30 વાગ્યે ધરપકડ કરી અને તેમને એક સફેદ જીપમાં લઈને રવાના થઇ ગઇ.
  Published by:Bhoomi Koyani
  First published:

  Tags: Aasaram, Asaram bapu, Asaram bapu case verdict, Asaram bapu news, Asaram latest news, Asaram news, Asaram rape case, Jodhpur court, आसाराम, आसाराम रेप केस, जोधपुर कोर्ट, ઇન્દોર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन