ઈન્દોરમાં ચાર માળની હોટલ ધરાશાયી, 15 લોકો દબાયા હોવાની આશંકા

ઈન્દોરમાં ચાર માળની હોટલ ધરાશાયી, 15 લોકો દબાયા હોવાની આશંકા

  • Share this:
    મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક ચાર માળની હોટલ ધરાશાયી થવાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનામાં લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જિલ્લા વહિવટ અને નગર નિગમની ટીમે રેસ્ક્યૂ અભિયાનની શરૂઆત કરી છે.

    મળેલી જાણકારી અનુસાર, સરવટે બસ સ્ટેશન પર શનિવારે ચાર માળની હોટલ અચાનક જમીન દોસ્ત થઈ ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, ઘટનાના સમયે 15થી 20 લોકો હોટલની અંદર હાજર હતા. બધા જ લોકો કાટમાળની નીચે દબાયા હોવાની આશંકા જતાવવામાં આવી રહી છે. ઘટનાની જાણ મળવા પર મહાપૌર માલિની ગૌડ, ધારાસભ્ય ઉષા ઠાકૂર સાથે પોલીસ અને પ્રશાસનનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જેસીબી મશીન દ્વારા કાટમાળને હટાવવામાં આવી રહ્યો છે. તે ઉપરાંત એએનઆઈની માહિતી અનુસાર એક વ્યક્તિની મોત થઈ ચૂકી છે, બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. જોકે, હાલમાં કાટમાળ ઉઠાવવાની કામગીરી શરૂ છે.    First published:March 31, 2018, 23:11 pm