Home /News /national-international /સેક્સ અને વિદેશી યુવતીઓનો શોખીન છે ઇન્દોર ગેંગરેપનો આરોપી, લેપટોપમાંથી ખૂલ્યા ઘણા રહસ્યો

સેક્સ અને વિદેશી યુવતીઓનો શોખીન છે ઇન્દોર ગેંગરેપનો આરોપી, લેપટોપમાંથી ખૂલ્યા ઘણા રહસ્યો

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજેશ વિશ્વકર્મા પોર્ન એડિક્ટ હતો, અને તેને વિદેશી યુવતીઓ ખુબ પસંદ હતી

Indore Gang Rape - પોર્ન ફિલ્મ જોયા બાદ બને તેટલી વિદેશી યુવતીઓ સાથે સંબંધ બાંધવાનો પ્રયત્ન કરતો હતો, પોર્ન ફિલ્મ ચલાવીને પોતાની પત્નીને ન્યૂડ ડાન્સ કરાવતો હતો, પછી તે જ રીતે સંબંધ બાંધવા દબાણ કરતો હતો

ઇન્દોર : ઇન્દોરના (Indore)ફાર્મ હાઉસમાં છત્તીસગઢની યુવતી સાથે રેપ (Indore Gang Rape)કરનાર રાજેશ વિશ્વકર્મા (rajesh vishwakarma)એક સેક્સ એડિક્ટ છે. તેને વિદેશી યુવતીઓ (foreigner girls)ખૂબ જ પસંદ છે. આ કેસમાં પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, તેના લેપટોપમાંથી અનેક રહસ્યો સામે આવ્યા હતા. જે સેક્સ રેકેટ સાથે જોડાયેલા છે. વિદેશી કોલ ગર્લ્સને બોલાવવા માટે તે તેના મિત્રો સાથે ટિકિટ બુક કરાવતો અને પછી મોંઘીદાટ હોટલોમાં જતો. આ કેસની તપાસમાં પોલીસ સામે હજુ ઘણા ખુલાસા થશે તેવી આશા છે.

મળતી માહિતી મુજબ, ગેંગરેપના બીજા આરોપીએ ગુના સાથે જોડાયેલા આરોપીના પુરાવાનો નાશ કર્યો હતો. આ કેસનો આરોપી વિવેક આઈટી એક્સપર્ટ છે. તેણે પોતાના મિત્ર રાજેશને મદદ કરવા પુરાવાનો નાશ કર્યો હતો, પરંતુ પોલીસે અન્ય IT નિષ્ણાતો પાસેથી કેટલીક મહત્વપૂર્ણ માહિતી રિકવર કરી લીધી છે, જ્યારે કેટલાક ડેટા રિકવર કરવાના બાકી છે. આ ડેટા રિકવર થયા બાદ હજુ ઘણા ખુલાસા થશે.

આ પણ વાંચો - Assembly Elections 2022: બીજેપીએ ઉત્તર પ્રદેશ અને પંજાબમાં ઉમેદવારોની યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ

પત્નીએ જ ખોલ્યા હતા રાઝ

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજેશ વિશ્વકર્મા પોર્ન એડિક્ટ હતો, અને તેને વિદેશી યુવતીઓ ખુબ પસંદ હતી, જેથી તે પોર્ન ફિલ્મ જોયા બાદ બને તેટલી વિદેશી યુવતીઓ સાથે સંબંધ બાંધવાનો પ્રયત્ન કરતો હતો. ઘણી વખત પોર્ન ફિલ્મો જોયા બાદ તે વિદેશી યુવતીઓ સાથે આ જ અંદાજમાં સંબંધ બાંધતો હતો. ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢની પીડિત યુવતી અને રાજેશની પત્નીએ પણ ફરિયાદ કરી હતી કે આરોપી તેને અકુદરતી શારીરિક સંબંધ બાંધવા માટે હેરાન કરતો હતો. પોર્ન ફિલ્મ ચલાવીને પોતાની પત્નીને ન્યૂડ ડાન્સ કરાવતો હતો, પછી તે જ રીતે સંબંધ બાંધવા દબાણ કરતો હતો.

સેક્સ રેકેટ સાથે સંબંધ મળતી જાણકારી પ્રમાણે, આરોપી રાજેશના ઘણા શહેરોમાં ચાલતા સેક્સ રેકેટના સરગનાઓ સાથે સીધો સંબંધ હતો. તેની સાથે આવતી વિદેશી યુવતીઓ સાથે સંબંધ બાંધવા માટે અવારનવાર હોટલના રૂમ બુક કરવામાં આવતા હતા. આ સિવાય તેનો મિત્ર વિદેશી કોલ ગર્લને ફોન કરવામાં મદદ કરતો હતો. તેમજ ટિકિટ પણ બુક કરાવતો હતો. ઘણી વખત વિદેશી સેક્સ વર્કર પણ રાજેશના ફાર્મ હાઉસ પર રોકાતી હતી. રાજેશ વિશ્વકર્મા અવારનવાર ગોવા અને જયપુર પોતાના આ પ્રકારના શોખ પુરા કરવા માટે જતો હતો.
Published by:Ashish Goyal
First published:

Tags: Gang rape, Madhya pradesh

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन