મધ્ય પ્રદેશઃ માત્ર પાંચ રૂપિયા માટે ખેડૂતની ઢોર માર મારીને કરી હત્યા

News18 Gujarati
Updated: June 11, 2018, 7:58 PM IST
મધ્ય પ્રદેશઃ માત્ર પાંચ રૂપિયા માટે ખેડૂતની ઢોર માર મારીને કરી હત્યા
મધ્ય પ્રદેશની આર્થિક રાજધાની ઇન્દોરમાં એક હૃદય દ્રવી જાય એવી ઘટના બની છે. જ્યાં પાંચ રૂપિયા માટે એક ખેડૂતની ઢોર માર મારીને હત્યા કરવામાં આવી છે.

મધ્ય પ્રદેશની આર્થિક રાજધાની ઇન્દોરમાં એક હૃદય દ્રવી જાય એવી ઘટના બની છે. જ્યાં પાંચ રૂપિયા માટે એક ખેડૂતની ઢોર માર મારીને હત્યા કરવામાં આવી છે.

  • Share this:
મધ્ય પ્રદેશની આર્થિક રાજધાની ઇન્દોરમાં એક હૃદય દ્રવી જાય એવી ઘટના બની છે. જ્યાં પાંચ રૂપિયા માટે એક ખેડૂતની ઢોર માર મારીને હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે રેકડી ઉપર ખાવા ગયેલા એક ખેડૂત પાસે પાંચ રૂપિયા ઓછા પડ્યા હતા. જેના કારણે રેકડીના માલિક અને ભાઇઓએ ખેડૂતને એટલો માર્યો કે તેનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે રેકડી ઉપર ખાધા પછી ખેડૂત ધર્મેન્દ્રએ પાંચ રૂપિયાનું એક પેકેટ ખરીધ્યું હતું. તેણે ખાવાનું બિલ ચુકવી દીધું પરંતુ તેની પાસે પેકેટના પાંચ રૂપિયા ન્હોતા. આ વાતને લઇને રેકડી ઉપર વિવાદ થયો હતો. વિવાદ એટલા હદ સુધી વકર્યો કે ઢાબા સંચાલક સતીશ અને તેના ભાઇઓએ સાથે મળીને ધર્મેન્દ્રને ઢોર માર માર્યો હતો.

મારા મારી બાદ પીડિત ખેડૂત ઘરે પહોંચ્યો જ્યાં તેની તબિયત વધારે બગડી હતી. તેને હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં તેનું મોત થયું હતું. પરિવારજનોએ મોત અંગેની જાણ સિમરોલ પોલીસને કરી હતી. હોસ્પિટલ પહોંચીને સિમરોલ પોલીસે તેના મૃતદેહનો કબજો લઇને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે અત્યારે તેની મોત અંગેનો ખુલાસો થઇ શક્યો નથી. પરિવારજનો માર મારવાથી મોત થયું હોવાનું જણાવી રહ્યા છએ. પરંતુ મોત અંગેનું સાચું કારણે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણવા મળશે.
First published: June 11, 2018, 7:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading