ઈન્દોરઃ મધ્ય પ્રદેશમાં એક સમયે કેબિનેટ મંત્રીનો દરજ્જો મેળવનારા અને કૉંગ્રેસ (Congress) પાર્ટીના નિકટતમ રહેલા કોમ્યૂbiટર બાબા (Computer Baba) મુશ્કેલીમાં ઘેરાઈ ગયા છે. ઈન્દોર (Indore)માં પ્રિવેન્ટિવ ડિટેન્શન હેઠળ કોમ્પ્યૂટર બાબા ઉર્ફે નામદેવ દાસ ત્યાગીને પોલીસે કસ્ટડીમાં લઈને સેન્ટ્રલ જેલ મોકલી આપ્યા છે.
પ્રશાસનની આ કાર્યવાહી હેઠળ કોમ્પ્યૂટર બાબા સહિત 7 લોકોને જેલ મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ઈન્દોરમાં સ્થિત તેમના આશ્રમને પણ તોડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોમ્પ્યૂટર બાબાની વિરુદ્ધ આ કાર્યવાહી પર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કૉંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ (Digvijay Singh)એ વિરોધ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો, ટ્રમ્પની હાર બાદ કમલા હેરિસે કહ્યું- આપે સત્યને પસંદ કર્યું, આપે બાઇડનને ચૂંટ્યા
મામલાને લઈ કૉંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે ટ્વીટ કરતાં કહ્યું કે, ઈન્દોરમાં બદલાની ભાવનાથી કોમ્પ્યૂટર બાબાના આશ્રમ તથા મંદિરને કોઈ નોટિસ આપ્યા વગર તોડવામાં આવી રહ્યા છે. આ રાજકીય પ્રતિશોધની ચરમ શીમા છે. હું તેની નિંદા કરું છું.
ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશમાં વિધાનસભાની 28 સીટો માટે યોજાયેલી પેટાચૂંટણીમાં કોમ્પ્યૂટર બાબાને કૉંગ્રેસે પાર્ટીના સ્ટાર પ્રચારકનો દરજ્જો આપ્યો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાના નામદેવ દાસ ત્યાગીએ વિભિન્ન વિધાનસભા સીટો પર જ્યોતિરાદિત્ય સિંધિયાની વિરુદ્ધ પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં વોટ માંગ્યા હતા.
આ પણ વાંચો, ઘરની ચાર દિવાલોની અંદર SC/ST પર અપમાનજનક ટિપ્પણી અપરાધ નહીં- સુપ્રીમ કોર્ટ
કૉંગ્રેસ પાર્ટીના નિકટતમ રહેલા કોમ્પ્યૂટર બાબા પોતાના નિવેદનોને કારણે અનેકવાર ચર્ચામાં રહે છે. મધ્ય પ્રદેશમાં 15 વર્ષ બાદ સત્તામાં પરત ફરેલી કૉંગ્રેસ સરકાર થી સિંધિયા સમર્થક ધારાસભ્યોના રાજીનામા બાદ પણ કોમ્પ્યૂટર બાબાના નિવેદનો ચર્ચામાં રહ્યા હતા. હાલ હવે એ જોવાનું છે કે બાબાના આશ્રમ પર સરકારે બુલડોઝર ફેરવ્યું છે તો આ સ્થિતિ સામનો તેઓ કેવી રીતે કરે છે.
Published by:Mrunal Bhojak
First published:November 08, 2020, 11:15 am