Home /News /national-international /

મુનવ્વર ફારૂકી મોડી રાત્રે થયો જેલમુક્ત, સુપ્રીમ કોર્ટના જજને કરવો પડ્યો ફોન

મુનવ્વર ફારૂકી મોડી રાત્રે થયો જેલમુક્ત, સુપ્રીમ કોર્ટના જજને કરવો પડ્યો ફોન

સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનવ્વર ફારૂકીને સુપ્રીમે જામીનનો ચુકાદો આપ્યા બાદ 30 કલાક બાદ નાટકીય રીતે થયો જેલમાંથી છુટકારો

સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનવ્વર ફારૂકીને સુપ્રીમે જામીનનો ચુકાદો આપ્યા બાદ 30 કલાક બાદ નાટકીય રીતે થયો જેલમાંથી છુટકારો

    ઈન્દોર. હિન્દુ દેવી-દેવતાઓને લઈને કથિત આપત્તિજનક ટિપ્પણીઓ કરવાના મામલામાં સુપ્રીમ કોર્ટ (Supreme Court)થી જામીન મળ્યા બાદ સ્ટેન્ડ-અપ કોમેડિયન (Stand-up Comedian) મુનવ્વર ફારૂકી (Munawar Faruqui)ને શનિવાર મોડી રાત્રે અહીં સેન્ટ્રલ જેલથી મુક્ત કરી દેવામાં આવ્યો. તે છેલ્લા 35 દિવસની જ્યૂડિશીયલ કસ્ટડી હેઠળ જેલમાં કેદ હતો. સેન્ટ્રલ જેલ પ્રશાસને પ્રયાગરાજની એક કોર્ટે જાહેર કરેલા વોરન્ટનો હવાલો આપતાં ફારુકીની મુક્તિમાં શનિવારે મોડી સાંજે અસમર્થતા વ્યક્ત કરી હતી. પરંતુ બાદમાં જેલના એક અધિકારીએ કહ્યું કે મામલામાં સુપ્રીમ કોર્ટ દ્વારા શુક્રવારે આપવામાં આવેલા ચુકાદાની નકલ 30 કલાક બાદ જેલ પ્રશાસને મળી. તેના આધાર પર યુવા સ્ટેન્ડ-અપ કોમેડિયનને શનિવાર મોડી રાત્રે મુક્ત કરવામાં આવ્યો.

    બીજી તરફ, ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, સુપ્રીમ કોર્ટના જજે ઈન્દોરના ચીફ જ્યૂડિશીયલ મેજિસ્ટ્રેટને ફોન કરીને તેમને સર્વોચ્ચ કોર્ટની વેબસાઇટ પર ઓર્ડર જોવાનો આગ્રહ કર્યો, જેમાં તેમને મુનવ્વરને જામીન આપવાની સાથે જ પ્રોડક્શન વોરન્ટ ઉપર પણ રોક લગાવી દીધી હતી.

    આ આદેશ હેઠળ સુપ્રીમ કોર્ટે ફારૂકીને ઈન્દોરમાં નોંધાયેલા કેસમાં જામીન આપ્યા હતા. તેની સાથે જ ધાર્મિક ભાવનાઓને ઠેક પહોંચાડવાના આરોપમાં તેની વિરુદ્ધ પ્રયાગરાજમાં નોંધાયેલા મામલામાં ત્યાંની નીચલી કોર્ટ દ્વારા જાહેર વોરન્ટ ઉપર પણ રોક લગાવી દીધી હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, ફારૂકીની મુક્તિની જાણ થતાં જ શનિવાર મોડી રાત્રે જેલ પરિસરમાં મીડિયાકર્મી પણ એકત્ર થયા હતા, પરંતુ ધાર્મિક રીતે સંવેદનશીલ મામલામાં ધરપકડ કરાયેલા હાસ્ય કલાકારને તેમની નજરથી બચાવતા ગૂપચૂપ રીતે જેલ પરિસરથી બહાર લઈ જવામાં આવ્યો.

    આ પણ વાંચો, શરદ પવારની સચિન તેંડુલકરને સલાહ- બીજા વિષયો પર ટ્વીટ કરતી વખતે સાવધાની રાખો

    નોંધનીય છે કે, નવા વર્ષ પર 56 દુકાન સ્થિત મુનરો કેફેમાં મૂળ ગુજરાતના સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનવ્વર ફારૂકીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેની જાણકારી મળતાં જ હિન્દુ સંગઠનના નેતાએ યૂ-ટ્યૂબ પર ઉપલબ્ધ વીડિયોમાં કથિત રીતે ધાર્મિક ભાવનાઓ ભડકાવવા અને હિન્દુ ધર્મ પર કરવામાં આવેલી કોમેડીને જોતાં ટિકિટ લઈને શોમાં સામેલ થયા હતા.

    આ પણ વાંચો, ઘરેથી મંદિરે દર્શન કરવા જઈ રહેલા યુવક પર વરસાવી ગોળીઓ, ઘટનાસ્થળે જ મોત

    આ શોમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન પ્રિયમે જ શહેરના આરાધ્ય દેવ વિશે કથિત રીતે વિવાદાસ્પદ કોમેડી શરુ કરી દીધી હતી. જેવો શો શરૂ થયો હિન્દુ સંગઠન હિન્દુ રક્ષકના નેતાઓ કોમેડિયન મુનવ્વર સહિત તમામ કલાકારોને ત્યાં જ મારવા લાગ્યા અને પોલીસ સ્ટેશન લઈ ગયા. ત્યારબાદ તમામને જેલ મોકલી દેવામાં આવ્યા.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Comedian, Madhya pradesh, Munawar Faruqui, Supreme Court, ઇન્દોર, કોમેડી, જામીન

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन