ભયાનક માર્ગ અકસ્માતઃ બે બસની ટક્કરથી 43 મુસાફરો ઘાયલ, 8ની હાલત ગંભીર
બે બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત
એક ભયાનક માર્ગ અકસ્માત થયો. બે બસો સામ-સામે અથડાતા અનેક મુસાફરો ઘાયલ થયા છે. જેમાંથી 43 મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટક્કર એટલી જોરદાર હતી કે ડ્રાઇવર અને અન્ય લોકોને કેબિન કાપીને બહાર કાઢવા પડ્યા હતા.
મધ્ય પ્રદેશ: ઈન્દોરના સિમરોલ ઘાટ પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો. બે બસો સામ-સામે અથડાતા અનેક મુસાફરો ઘાયલ થયા છે. જેમાંથી 43 મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટક્કર એટલી જોરદાર હતી કે ડ્રાઇવર અને અન્ય લોકોને કેબિન કાપીને બહાર કાઢવા પડ્યા હતા.
ઈન્દોર ખંડવા હાઈવે પર બે બસો સામસામે અથડાઈ હતી, ટક્કર એટલી જોરદાર હતી કે ડ્રાઈવર લાંબા સમય સુધી કેબિનમાં ફસાઈ ગયો હતો. તેને બહાર કાઢવા માટે સ્થળ પર કટર મગાવવી પડી. કેબિનનો આગળનો ભાગ કાપીને ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો હતો. બંને બસમાં સવાર મુસાફરોને ગંભીર ઇજા પહોંચી હતી. ઘાયલોને ઈન્દોરની MY હોસ્પિટલ અને મહુની સરકારી હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક રીતે એવી માહિતી મળી રહી છે કે આ અકસ્માત વધુ સ્પીડ અને ઓવરટેકિંગને કારણે થયો હતો.
ખાનગી ટ્રાવેલ્સની બસ ખંડવાથી ઈન્દોર જઈ રહી હતી. બીજી ટ્રાવેલ્સની બસ ઈન્દોરથી ખંડવા તરફ જઈ રહી હતી. સિમરોલ પોલીસ સ્ટેશન અંતર્ગતના બાઈ ગામના શનિ મંદિર પાસેના વળાંક પર એક બસ એક વાહનને ઓવરટેક કરી અને બંને બસ સામસામે અથડાઈ. આર્યા બસના ડ્રાઈવરના બંને પગ બસની અંદર ફસાઈ ગયા હતા. ક્રેનની મદદથી સ્થળ પર હાજર ગ્રામજનોએ સહકાર આપી ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો.
અકસ્માતમાં બંને બસના ડ્રાઇવરો ગંભીર રીતે ઘાયલ થયા હતા, ઘટનાની માહિતી મળતાની સાથે જ સમગ્ર શહેરમાંથી દસ એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. એમ્બ્યુલન્સની મદદથી 43 ઘાયલોને સારવાર માટે MY હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘાયલો હોસ્પિટલ પહોંચતાની સાથે જ MY હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ પીએસ ઠાકુર ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલોની સારવારની વ્યવસ્થા કરવા માટે સૂચનાઓ આપવાનું શરૂ કર્યું. કલેક્ટરે એડીએમ અજય દેવ શર્માને પણ સ્થળ પર મોકલ્યા હતા જેથી તમામ ઘાયલોને સારી સારવાર મળે તે માટે દેખરેખ રાખી શકાય.
મંત્રી ઘાયલોને જોવા પહોંચ્યા
મંત્રી તુલસી સિલાવત ભયાનક માર્ગ અકસ્માતમાં ઘાયલ દર્દીઓની હાલત જાણવા MY હોસ્પિટલ પહોંચ્યા. અહીં તેમણે દર્દીઓની સારવાર માટેની વ્યવસ્થા જોઈ હતી. એક જ બેડ પર બે ઈજાગ્રસ્ત દર્દીઓને જોઈને તેમણે નારાજગી વ્યક્ત કરી અને વ્યવસ્થા સુધારવા સૂચના આપી, જેથી હોસ્પિટલમાં નવો વોર્ડ તાત્કાલિક તૈયાર કરીને દર્દીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો.
રસ્તા પર ટ્રાફિક જામ
આ માર્ગ અકસ્માતમાં બસના ડ્રાઈવર સહિત કુલ આઠ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી . તમામને MY હોસ્પિટલ સહિત મહુની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અધિક પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં કોઈના મોત અંગે હાલ કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોંચાડ્યા હતા. સ્થળ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર