Home /News /national-international /ઈન્દોર મંદિર દુર્ઘટના: અત્યાર સુધીમાં 35 લોકોના મોત, કલેક્ટરે આપ્યા તપાસના આદેશ

ઈન્દોર મંદિર દુર્ઘટના: અત્યાર સુધીમાં 35 લોકોના મોત, કલેક્ટરે આપ્યા તપાસના આદેશ

indore beleshwar mahadev jhulelaal temple

ઈન્દોરના બેલેશ્વર મહાદેવ મંદિરમાં ઘટેલી દુર્ઘટના પર કલેક્ટર તથા જિલ્લા અધિકારી ડો. ઈલૈયા રાજા ટીએ મજિસ્ટ્રિયલ તપાસના આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું છે કે, આ દુર્ઘટનામાં 35 લોકોના મોત થઈ ચુક્યા છે.

ઈન્દોર: મધ્ય પ્રદેશમાં ઈન્દોરના બેલેશ્વર મહાદેવ મંદિરમાં 30 માર્ચે મોટી દુર્ઘટના થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં મરનારા લોકોની સંખ્યા વધી ગઈ છે. અત્યાર સુધીમાં 35 લોકોના મોત થઈ ચુક્યા છે. જિલ્લા પ્રશાસનના તમામ લાશ એમ વાય હોસ્પિટલમાં પહોંચાડી છે. આ દરમ્યાન પીએમ મોદીએ ઈન્દોર દુર્ઘટના પર રાહતની જાહેરાત કરી છે. તેમણે ઘટનામાં મૃતક પરિવારને 2 લાખ અને ઘાયલોને 50 હજાર આપવાની જાહેરાત કરી છે. બીજી તરફ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. અને મૃતકોના પરિવારને 5-5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો: ભારે કરી! વિધાનસભામાં પોર્ન વીડિયો જોતા પકડાયા ભાજપના ધારાસભ્ય, વીડિયો વાયરલ થતાં ફજેતી થઈ

ઈન્દોરના બેલેશ્વર મહાદેવ મંદિરમાં ઘટેલી દુર્ઘટના પર કલેક્ટર તથા જિલ્લા અધિકારી ડો. ઈલૈયા રાજા ટીએ મજિસ્ટ્રિયલ તપાસના આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું છે કે, આ દુર્ઘટનામાં 35 લોકોના મોત થઈ ચુક્યા છે. 18 લોકોને હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. તેમાંથી બેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. એક શખ્સ ગુમ છે. સેના, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ સતત બચાવ કાર્યમાં લાગેલી છે.

દુર્ઘટનાના સમયે ચાલી રહ્યો હતો હવન


ઈન્દોરના બેલેશ્વર મહાદેવ મંદિરમાં આ દુર્ઘટના રામનવમી ઉત્સવ પર થઈ હતી. મંદિરમાં ભારે ભીડ હતી. જે સમયે દુર્ઘટના થઈ ત્યારે હવન ચાલી રહ્યો હતો. ભીડના કારણે કેટલાય લોકો મંદિરમાં આવેલી વાવ પરની જાળી પર બેઠા હતા. આ દરમ્યાન વાવ પર બનેલી છત તૂટી અને કુવામાં લોકો પડ્યા. આ કુવો 40 ફુટ ઊંડો છે. તેમાં 7 ફુટ સુધી પાણી ભરેલું હતું. કુવાની છત પડતા અફરાતફરી મચી ગઈ હતી. તાત્કાલિક પોલીસ પ્રશાસનની ટીમ ત્યાં પહોંચી અને બચાવ કાર્ય શરુ કરી દીધું હતું.
First published:

Tags: Madhya pradesh