Home /News /national-international /Indore News: ગરબા જોઈ રહેલી 11 વર્ષીય માસૂમ અચાનક જમીન પર ફસડાઈ પડી, માથામાં ગોળી વાગી

Indore News: ગરબા જોઈ રહેલી 11 વર્ષીય માસૂમ અચાનક જમીન પર ફસડાઈ પડી, માથામાં ગોળી વાગી

બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતું.

Indore News: આ ઘટના હીરાનગર વિસ્તારની છે. મા શારદા નગરમાં 11 વર્ષીય માહી શિંદેને ગોળી વાગી હતી. બાળકી પરિવાર સાથે ગરબા જોવા ગઈ હતી. રાતે સાડા દસ વાગ્યે અચાનક માહીના માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને તે જમીન પર ફસડાઈ પડી હતી. ત્યારે પરિવારજનોએ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યાં બાળકને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી, પરંતુ તેનું લોહી બંધ થયું નહોતું. સારવાર દરમિયાન બાળકીનું મોત થઈ ગયું હતું.

વધુ જુઓ ...
    ઇન્દોરઃ ઇન્દોરની એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. જેમાં 11 વર્ષની એક બાળકી માહી શિંદેની મોત થઈ ગઈ છે. બાળકી માતા અને પરિવાર સાથે ગરબા જોવા માટે ગઈ હતી. ત્યારે મોડી રાતે સાડા દસ વાગ્યે અચાનક માહીના માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને તે જમીન પર ઢળી પડી હી. પરિવારજનોએ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી હતી. ત્યારે સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું. બાળકીનું મોત ગોળી વાગવાને કારણે થયું છે, પરંતુ તે સ્પષ્ટ થઈ શક્યું નથી. પોલીસે હાલ આ મામલે તપાસ કરી રહી છે.

    બાળકીને ખાનગી દવાખાનામાં ખસેડાઈ


    હીરાનગર વિસ્તારના શારદાનગરમાં રહેતી 11 વર્ષીય માહી શિંદેને માથામાં ગોળી વાગી ગઈ હતી. પરિવરસાથે બાળકી ગરબા જોવા ગઈ હતી. રાતે સાડા દસ વાગ્યે અચાનક માહીના માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને તે જમીન પર ઢળી પડી હતી. આ જોઈને ગભરાઈ ગયેલો પરિવાર તાત્કાલિક તેને નજીકના ખાનગી દવાખાનામાં લઈ ગયો હતો. ત્યાં બાળકીને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી, પરંતુ તેને લોહી નીકળવાનું બંધ થયું નહોતું. સારવાર દરમિયાન જ બાળકીનું મોત નીપજ્યું હતું.

    આ પણ વાંચોઃ મોબાઈલની બેટરી ફાટતાં આઠ મહિનાની બાળકીનું મોત

    મોતનું કારણ સ્પષ્ટ ના થયું


    પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું નહોતું કે બાળકીનું મોત કેવી રીતે થયું હતું. ડોક્ટરોએ તપાસ પછી જણાવ્યું હતું કે, માસૂમના માથામાં કારતૂસ આકારની કોઈ ધાતુ ફસાયેલી જોવા મળી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, પોસ્ટમોર્ટમમાં માસૂમના મોતનું કારણ સ્પષ્ટ થઈ શકશે. જો બાળકીનું મોત ગોળી વાગવાથી જ થયું છે, તો તે પણ જાણી શકાશે.


    આ મામલે પોલીસે તપાસ કરી


    આ મામલે હીરાનગર પોલીસ તપાસ કરી રહી છે. પોલીસને શંકા છે કે, આ વિસ્તારમાં આસપાસ ક્યાંક હવામાં ફાયર કરવામાં આવ્યું હતું. તેનું કારતૂસ જ બાળકીને માથામાં વાગ્યું છે અને તેને કારણે જ બાળકીનું મોત થયું છે. છઠ્ઠા ઘોરણમાં ભણનારી 11 વર્ષીય માહીનું મોત થતા સમગ્ર વિસ્તારમાં શોક ફેલાયો છે. પોલીસ હવે આ મામલે તપાસનો દાવો કરી રહ્યા છે કે, પરંતુ હવે પોલીસને આ મામલે બાળકી સાથે થયેલી દુર્ઘટનાનો કોયડો ઉકેલવો સહેલો નથી. બાળકીના મોતનું કારણ જાણવા માટે પોલીસ ટેક્નિકલ તપાસ કરાવડાવશે. તેમાં ફોરેન્સિક એક્સપર્ટની મદદથી માહીના માથામાં ગોળી ક્યાંથી વાગી તે મામલે તપાસ કરશે. તપાસ અધિકારી કિશોર નાગરે કહ્યુ હતુ કે, માસૂમનું દુઃખદ મોત થયું છે. સમગ્ર મામલે વિસ્તૃત તપાસ કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટથી મોતનું કારણ જાણવા મળશે. હાલ તમામ એન્ગલથી તપાસ કરી રહ્યા છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Firing, Madhya pradesh news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन