ઇસ્લામ છોડીને હિન્દુ બનશે સૌથી મોટા મુસ્લિમ દેશના પૂર્વ રાષ્ટ્રપતિની પુત્રી, જાણો કેમ લીધો નિર્ણય

સુકમાવતી સુકર્ણોપુત્રી (FILE PHOTO)

Indonesias former president daughter Sukmawati Sukarnoputri- 26 ઓક્ટોબરે પૂજામાં સામેલ થશે અને આ સાથે જ હિન્દુ ધર્મ અપનાવી લેશે

 • Share this:
  જકાર્તા : ઇન્ડોનેશિયાના (Indonesia)પૂર્વ રાષ્ટ્રપતિ સુકર્ણોના (Indonesia’s former president Sukarno) પુત્રી સુકમાવતી સુકર્ણોપુત્રીએ (Sukmawati Sukarnoputri)ઇસ્લામ છોડીને હિન્દુ ધર્મ (Convert to Hinduism from Islam)અપનાવવાનો નિર્ણય કર્યો છે. 26 ઓક્ટોબરે તે પૂજામાં સામેલ થશે અને આ સાથે જ હિન્દુ ધર્મ અપનાવી લેશે.

  સીએનએન ઇન્ડોનેશિયાના રિપોર્ટ પ્રમાણે મંગળવારે સુકર્ણો હેરિટેજ એરિયામાં (Sukarno Center Heritage Area)આ કાર્યક્રમ થશે. સુકમાવતી પૂર્વ રાષ્ટ્રપતિ સુકર્ણોની ત્રીજી પુત્રી છે. પૂર્વ રાષ્ટ્રપતિ મેગાવતી સુકર્ણોપુત્રીની નાની બહેન છે. 70 વર્ષીય સુકમાવતી સુકર્ણોપુત્રી ઇન્ડોનેશિયામાં જ રહે છે. 2018માં કટ્ટરપંથી ઇસ્લામિક સમૂહોએ તેમની સામે ઇશનિંદાની ફરિયાદ કરી હતી.

  આ પણ વાંચો - મરણપથારીએ પડેલી ગર્લફ્રેન્ડ સાથે બોયફ્રેન્ડે કર્યા લગ્ન, પત્નીના રૂપમાં આપવા માંગતો હતો અંતિમ વિદાય!

  સુકમાવતીએ એક કવિતા શેર કરી હતી. જેને લઇને કટ્ટરપંથીઓનો આરોપ હતો કે તેમણે ઇસ્લામનું અપમાન કર્યું છે. આ ઘટના પછી સુકમાવતીએ પોતાની કવિતા માટે માફી માંગી હતી. જોકે આમ છતા પણ વિવાદ સમાપ્ત થયો ન હતો અને હંમેશા તેમની ટિકા કરવામાં આવતી હતી.

  ઇન્ડોનેશિયા દુનિયાની સૌથી વધારે મુસ્લિમ વસ્તી વાળો દેશ પણ છે. જણાવી દઇએ કે સુકમાવતીના પિતા સુકર્ણોના ગાળામાં ભારત અને ઇન્ડોનેશિયાના સંબંધો ઘણા સારા હતા.

  આ પણ વાંચો - OYO રૂમમાં ચાલી રહ્યું હતું સેક્સ રેકેટ, 3 યુવક અને યુવતીઓ આપત્તિજનક હાલતમાં પકડાયા

  કેમ અપનાવી રહી છે હિન્દુ ધર્મ

  સુકમાવતીના વકીલ વિટારિયોનો રેજસોપ્રોજોએ જણાવ્યું કે તેનું કારણ તેમની દાદીનો ધર્મ છે. તેમણે એ પણ કહ્યું કે સુકમાવતીએ તેને લઇને ઘણી સ્ટડી કરી છે. હિન્દુ ધર્મશાસ્ત્રનો સારી રીતે અભ્યાસ કર્યો છે.

  આ પણ વાંચો - ઓસ્ટ્રેલિયામાં રહેતા મિત્રએ આપ્યો આઈડિયા, પછી પતિ-પત્નીએ ગેંગ બનાવી 2 વર્ષમાં ઠગ્યા 22 કરોડ

  બાલીની યાત્રા દરમિયાન સુકમાવતી હંમેશા હિન્દુ ધાર્મિક સમારોહમાં સામેલ થાય છે અને હિન્દુ ધાર્મિક હસ્તીઓ સાથે વાતચીત પણ કરે છે. 26 ઓક્ટોબરે બાલી અગુંગ સિંગરાજામાં શુદ્ધિ વદાની નામનો કાર્યક્રમ થશે. જ્યાં તે હિન્દુ ધર્મ અપનાવશે. તેમના પરિવારજનો પણ માની ગયા છે. જણાવે છે કે તે ઘણા વર્ષોથી હિન્દુ ધર્મમાં સામેલ થવા માંગતી હતી.
  Published by:Ashish Goyal
  First published: